અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
👱🏻♀️ બુકાની બાંધતી દરેક સ્ત્રીઓ માટે ખુબ વાંચવો જરૂરી છે આ લેખ… દરેક સ્ત્રી સુધી આ લેખ પહોચાડવા વિનંતી.
Image Source :
👱🏻♀️ મિત્રો, તમે જોતા જ હશો કે આજકાલના સમ્સ્યમાં વ્યક્તિને જે ચિંતાઅને સમસ્યા વૃદ્ધાવસ્થામાં થવી જોઈએ તે સમસ્યાઓ લોકોને યુવાનીમાં થવા લાગી છે. આ સમસ્યા માટે જવાબદાર કારણ છે. આપણી જીવનશૈલી. મિત્રો કોઈક સમસ્યાઓ એવી પણ છે કે જે આપણા શરીરને વિટામીન D ન મળતા થતી હોય છે. વિટામીન D ની ઉણપ અને તેના સંબંધિત સમસ્યાઓ પણ આપણા AC culture અને આરામદાયક જીવનની એક આડઅસર છે.
Image Source :
આજના આ લેખ દ્વારા અમે ખુબ જ આવશ્યક માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ. વિટામીન D અને તેની ઉણપથી થતી સમસ્યા તેમજ કંઈ રીતે વિટામીન D મેળવી શકાય.
અને દરેક સ્ત્રીઓ શું ભૂલ કરી રહી છે તેની પણ માહિતી આ લેખ દ્વારા મેળવીશું, તો નમ્ર વિનંતી છે કે, પૂરો લેખ જરૂર વાંચવો.
👱🏻♀️ શું છે આ વિટામીન D અને તેની અનોખી માયાજાળ. 🤔
Image Source :
☀ વિટામીન D આપણા શરીર માટે પર્યાપ્ત એક મહત્વનું વિટામીન છે. વિટામીન D FAT – SOLUBLE પ્રો- હોર્મોનનો એક સમૂહ છે કે જે શરીરને કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફેટ અને ઝીંક જેવા જરૂરી ઘટકોને એબસોર્બ કરવાનું કામ કરે છે. વિટામીન D, SUNSHAINE વિટામીનના નામથી પણ ઓળખવામાં આવે છે. SUNSHINE વિટામીન D શરીર દ્વારા ત્યારે ઉત્પન્ન થાય છે. જ્યારે આપણી ત્વચા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે. ઉપરાંત તે ખાવા પીવાની વસ્તુમાંથી પણ મળી રહે છે.
☀ વિટામીન D ના બે પ્રકાર છે.
1] વિટામીન Dz – જે છોડ કે વનસ્પતિ દ્વારા નિર્મિત થાય છે.
2] વિટામીન D/૩ – જે સુર્યપ્રકાશની રોશનીમાં આપણી ત્વચા સંપર્કમાં આવતા નિર્મિત થાય છે. અમુક એનિમલ સોર્સીસ દ્વારા પણ પ્રાપ્ત થાય છે.
👉🏻 વિટામીન D થી આ બધી બીમારીઓ થવાની શક્યતા ઘટી જાય છે.
👉🏻 ટાઇપ -1 અને ટાઇપ -2 ડાયાબીટીસ,
👉🏻 હાઇપરટેન્શનથી બચાવે છે,
👉🏻 મલ્ટીપલ સ્ક્લેરોસિસ: [મગજ તેમજ સ્પાઈનલ કાર્ડ સંબંધિત એક બીમારી છે.]
આ ઉપરાંત હાડકા તેમજ માંસપેશીઓ માટે ખુબ જ મહત્વનું વિટામીન છે. વિટામીન Dની ઉણપ થતા આપણા શરીરને ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. તેમજ આપણે આ વસ્તુથી અજાણ હોઈએ છીએ. ક્યારેક કે તે સમસ્યાનું કારણ વિટામીન D ની ઉણપ છે.
☀ વિટામીન Dની ઉણપથી થઇ શકે છે આ સમસ્યાઓ :
👱🏻♀️ વિટામીન D હાડકાની મજબુતી જાળવવા માટે ખુબ જ આવશ્યક છે. તેમજ અન્ય રીતે પણ ઉપયોગી છે. વિટામીન D ની ઉણપથી અમુક ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે. જે નીચે પ્રમાણે છે.
👱🏻♀️ વિટામીન D ની ઉણપથી રીકેટ્સ નામની બીમારી થઇ શકે છે. આ એક એવી બીમારી છે જેમાં બોર્નટીસ્યુ વ્યવસ્થિત મીનરલાઈઝ નથી થતા જેમાં કારણે હાડકા નરમ થઇ જાય છે. અને શરીરનો આકાર બદલી જાય છે. નાના બાળકોને આ બીમારી ખુબ જ અસર કરે છે.
👱🏻♀️ હાડકામાં દુઃખાવો થવા લાગે છે. શરીરના કોઈ પણ ભાગમાં તીવ્ર દુઃખાવો થવા લાગે છે.
👱🏻♀️ વિટામીન Dની ઉણપથી cardiovascular બીમારી થવાની સંભાવના રહે છે. જેના કારણે મૃત્યુ પણ નીપજે છે.
બાળકોમાં વિટામીન D ની ઉણપથી તેને સિવર અસ્થમા થવાની સંભાવના રહે છે.
કેન્સર થવાની સંભાવના પણ રહે છે.
બુકાની બાંધતી દરેક સ્ત્રીઓ કઈ ભૂલ કરી રહી છે તે આપને જાણીએ.💁
દરેક સ્ત્રી કે છોકરી પોતાની સુંદરતા જાળવવા માટે હવે બુકાની બાંધતી થઇ ગઈ છે. આજના આ ભ્રમની દુનિયામાં અને પોતે થોડી શ્યામ થઇ જશે તેની ચિંતામાં બુકાની મોટા ભાગે બાંધતી હોય છે. જયારે સ્ત્રીઓ બુકાની બાંધતી હોય છે તો સુર્યપ્રકાશથી બચવાનો પ્રયાસ કરતી હોય છે.
પણ તેમને ખબર નથી હોતી કે આજ સુર્યપ્રકાશ તેમને વિટામીન D પૂરું પાડે છે. મુખ્ય વાત એ છે કે, સૂર્યપ્રકાશમાંથી વિટામીન D લેવાનો સૌથી બેસ્ટ સમય સવારના 11 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીનો હોય છે. અને આજ સમયમાં અત્યારે 99 %, સોરી ૧૦૦% પુરા છોકરીઓ પોતાના મો પર બુકાની બાંધીને બહાર નીકળતી હોય છે.
👱🏻♀️ હવે, તમને ખબર જ હશે કે, સ્ત્રીની ઉંમર જયારે ૩૦ પૂરી થાય છે ત્યારે તેના હાડકાનું સતત ધોવાણ થતું રહે છે, અને અમુક સ્ત્રીઓમાં વિટામીન D ની ખામી હોય તો તેને હજારો રૂપિયાની દવા અને વિટામીન D ની ગોળીઓ લેવાની સલાહ ડોકટરો આપતા હોય છે.
માટે તમામ સ્ત્રીઓએ સમજવાની જરૂર છે કે, જો યુવાનીમાં જ વિટામીન D પુરતી માત્રામાં લેવાયું હોય તો મોટા ભાગે આ કમી મોટી ઉંમરે રહેતી નથી. હા, સુંદરતા માટે બુકાની બાંધો અને તમે સુર્યપ્રકાશથી બચીને પણ રહો પણ એટલા બધા સૂર્ય પ્રકાશથી દુર ના રહો કે, જેથી વિટામીન D ની કમી સર્જાઈ જાય.
👱🏻♀️ સવારે 11 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીનો સમય વિટામીન D મેળવવા માટે યોગ્ય સમય છે. તે સમયના પ્રકાશના કિરણોમાં VV-RAYS નું પ્રમાણ રહેલું હોય છે. ત્યાર બાદ તમે જો બુકાની બાંધીને મુસાફરી કરો તો પણ ચાલે. પણ પુરા દિવસ AC માં બેસી રહેતી સ્ત્રીઓએ ખાસ વિટામીન D લેવાનું ના ચુકે તેનો ખ્યાલ રાખવો.
👱🏻♀️ દરેક સ્ત્રી સુધી આ વાત પહોચાડવી, જેથી તે પણ આ વિટામીન D ના યોગ્ય સમયને સમજી શકે, કે જે મોટાભાગની સ્ત્રીઓને ખબર હોતી નથી. તો આ વાત તેમના સુધી જરૂર શેર કરો.
☀ વિટામીન Dના પ્રાપ્ય સ્ત્રોત :
☀ સુર્ય પ્રકાશ દ્વારા : સુર્યપ્રકાશમાંથી નીકળતા અલ્ટ્રા વાયોલેટ B કિરણ આપણી ત્વચાના સંપર્કમાં આવતા વિટામીન D પ્રોડ્યુસ થાય છે. માટે તમારી રોજની દિનચર્યામાં અમુક સમય સુરજના કિરણો નીચે વિતાવો તો સરળતાથી વિટામીન D ની ઉણપ દુર કરી શકાય છે. નીચે વાંચો કે વિટામીન D કઈ કઈ જગ્યાએથી મળી શકે.
☀ વિટામીન D ની ઉણપ નિવારવા માટે તેવી વસ્તુઓનું સેવન કરવું કે જેનાથી વિટામીન D મળી રહે. જેમ કે માખણ, માછલીનું તેલ, ઘઉં વગેરે. તેમ છતાં સૂર્ય પ્રકાશ સૌથી બેસ્ટ છે.
☀ આ ઉપરાંત દવા દ્વારા પણ વિટામીન D ની ઉણપ દુર કરી શકાય છે. પરંતુ ડોક્ટરની સલાહ પહેલા અવશ્ય લેવી જોઈએ ત્યાર બાદ જ તેનું સેવન કરવું.
☀ મિત્રો સૌથી ખાસ વાત એ છે કે વિટામીન D આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. પરંતુ વિટામીન D ને એક લિમિટમાં લેવું જોઈએ. જરૂરિયાત પ્રમાણે લેવું જોઈએ. જો જરૂરિયાતથી વધારે લેવામાં આવે તો બોર્ન સંબંધી સમસ્યાઓ પેદા થઇ શકે છે.
👱ભાઈઓ તથા 👱♀️બહેનો.
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
ફેસબુક પેજ માટે નીચે ક્લિક કરો..⬇
➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google
Helpfull