તમારી બેજાન ત્વચા માટે ઉપયોગ કરો આ કેમિકલ વગરના સ્ક્રબ જે ઘરે જ 5 મીનીટમાં બની જશે, એ પણ 6 ફ્લેવરમાં.

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

 🧖‍♀️ બેજાન ત્વચાથી પરેશાન છો તો ઘરે જ બનાવો સ્ક્રબ અને મેળવો નીખરી ત્વચા…..🧖‍♀️ 

Image Source :

💁 મિત્રો આજ કાલ ચહેરાને ખીલેલો રાખવા સ્ત્રીઓ ઘણી બધી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી હોય છે. ચહેરા પર નીખાર લાવવા મોંઘી પ્રોડક્ટ્સ અને બ્યુટી ટ્રીટમેન્ટનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ મિત્રો તમે ઘરે જ સ્ક્રબ બનાવી તેનો ઉપયોગ કરી  તમારા ચહેરાને ખીલવી શકો છો. કઈ રીતે તે જાણો આ લેખ દ્વારા.

🌱  ગ્રીન ટી સ્ક્રબ 🌱 

Image Source :

🌱 ગ્રીન ટી ત્વચા ચમકતી રાખવામાં મદદ કરે છે.

ગ્રીન ટી સ્ક્રબ બનાવવા માટે એક ચમચી ગ્રીન ટી પાંદડા, 2 ચમચી બ્રાઉન શુગર અને એક ચમચી મલાઈ જોઇશે.

ચાની પત્તીને થોડા પાણીમાં ઉકાળો જ્યારે તે રંગ છોડવા લાગે છે ત્યારે તેને ગેસ પરથી ઉતારી લો. હવે એક વાસણમાં બે ચમચી તે પાણી નાખો અને તેમાં બે ચમચી બ્રાઉન શુગર  નાખો. અને એક ચમચી મલાઈ નાખી તેને બરાબર મિકસ કરીને મિશ્રણ બનાવી લો. હવે તેને ચહેરા પર ગોળ ઘુમાવતા ઘુમાવતા લગાવી સ્ક્રબ કરો. ત્યાર બાદ મિશ્રણ જ્યારે સુકાઈ જાય ત્યારે ચહેરો ઠંડા પાણીથી ધોઈ લો.

🍚  રવામાંથી બનતું સ્ક્રબ 🍚 

Image Source :

🍚 રવો એક સામાન્ય ઉત્પાદન છે જે  તમને સરળતાથી મળી જશે. પરંતુ તેમને જાણીને આશ્વર્ય થશે કે ત્વચાની મૃત કોશિકાઓને દુર કરી ચહેરાને ચમકાવવામાં તે મદદ કરે છે.

ત્રણ ચમચી રવો લઇ તેમાં એક ચમચી દૂધ ઉમેરી તેને બરાબર હલાવીને મિક્સ કરી એક પેસ્ટ બનાવી લો અને હવે સ્ક્રબ કરો. ત્યાર બાદ તે સુકાય તેની રાહ જુવો. સુકાયા બાદ ચહેરાને ગરમ પાણીથી ધોઈ લો. તમને આ સ્ક્રબનું પરિણામ એક જ વારના પ્રયોગથી દેખાવાનું શરુ થઇ જશે.

🥑 પપૈયાનું સ્ક્રબ 🥑 

Image Source :

🥑 પાકા પપૈયામાં બીટા હાઇડ્રોક્સિલ એસિડ હોય છે.  તે ત્વચા પરથી તેલ અને ગંદકી સાફ કરે છે અને ચહેરાનું તેજ વધારે છે.

એક નાનું પાકેલું પપૈયું લો તેના નાના ટુકડા કરી લો. તેમાં એક ચમચી ચંદન પાવડર ઉમેરો. ત્યાર બાદ તેમાં એક ચમચી મધ ઉમેરો. આ બધું બરાબર મિક્સ કરી લો હવે તે પેસ્ટને તમારા ચહેરા અને ગળા પર લગાવો. 20 મિનીટ સુધી રહેવા દો ત્યાર બાદ ચહેરો થાડા પાણીથી સાફ કરી લો.

🍋  લીંબુનું સ્ક્રબ 🍋 

Image Source :

🍋 લીંબુનું સ્ક્રબ એવી વસ્તુ છે કે જે દરેક લોકોના ઘરમાં હોય જ છે. લીંબુમાં રહેલ citric એસિડ ચહેરાને લાઈટન કરે છે.

એક ચમચી લીંબુના રસમાં એક ચમચી મધ અને અડધી ચમચી ખાંડ ઉમેરો. આ સ્ક્રબને બરાબર મિક્સ કરી ચહેરા પર લગાવી મસાજ કરો. મસાજ કરવાથી ખાંડ ધીમે ધીમે ઓગળવા લાગશે. ખાંડ ઓગળી જાય ત્યાર બાદ ૩ થી 4 મિનીટ બાદ ચહેરો ઠંડા પાણીથી ધોઈ લો. આ સ્ક્રબથી કાળા ડાઘ પણ દુર થાય છે. અને ચહેરો ગોરો બને છે. આ સ્ક્રબ સૌથી સરળતાથી બનતું સ્ક્રબ છે.

🍌  કેળાનું સ્ક્રબ 🍌 

Image Source :

🍌 કેળાથી ચહેરાની ડ્રાઈનેસ દુર થાય છે. જે ચહેરાને મોઈચ્ચરાઈઝ  કરે છે.

સ્ક્રબ બનાવવા માટે 2 ચમચી દૂધ અને બે ચમચી ઓટ્સ ઉમેરો. તેમાં એક ચમચી મધ પણ ઉમેરો. બધાને મિક્સ કરી એક પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવી મસાજ કરો. દસ મિનીટ પછી ચહેરાને પાણીથી ધોઈ લો. ધીમે ધીમે મસાજ કરવાથી ચહેરાની ગંદકી અને ડેડ સ્કીન નીકળી જાય છે. જેની ત્વચા ખુબ જ સંવેદનશીલ હોય છે. તેના માટે આ સ્ક્રબ સર્વોતમ છે. આ સ્ક્રબને લગાવવાથી કોઈ પણ નુંકશાન કે એલર્જી નથી થતી.

🍉 તરબૂચનું સ્ક્રબ 🍉

Image Source :

🍉 ગરમીમાં મળતું તરબૂચ મિનરલ્સથી ભરપુર હોય છે. તે ગરમીમાં પાણીની ઉણપ દુર કરે છે. ગરમીમાં ચહેરો ખુબ જ ફિક્કો થઇ જતો હોય છે. તેવામાં તરબૂચનું સ્ક્રબ ચહેરાને નવી તાજગી આપે છે.

એક કપ તરબૂચનું જ્યુસ લો તેમાં બે ચમચી ચણાનો લોટ ઉમેરો. તે મિશ્રણને ચહેરા પર લગાવી મસાજ કરો. 2 થી ૩ મિનીટ બાદ ચહેરો પાણીથી સાફ કરી લો. આ સ્ક્રબ લગાવ્યા બાદ ચહેરાની રંગત વધી જશે અને બેજાન ત્વચા નહિ દેખાય.

👩‍⚕️ સ્ક્રબ કરતી વખતે આ વાતનું ધ્યાન રાખવું :

Image Source :
  1. એક અઠવાડિયામાં બે થી વધારે વખત સ્ક્રબ ન કરવું.

2. સ્ક્રબ કરતા પહેલા તમારા ચહેરાને પાણીથી બરાબર સાફ કરી લેવો.

3. ચહેરાને સ્ક્રબ કે મસાજ ૩ થી 4 મિનીટથી વધારે ન કરવું.

4. સ્ક્રબ કર્યા બાદ ચહેરા પર મોઈચ્ચરાઈઝર અવશ્ય લગાવવું.

5. આ સ્ક્રબના ઉપયોગ બાદ તમને તફાવત અવશ્ય જોવા મળશે.

Image Source :

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. 

Image
Source :

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

 

Leave a Comment