તમે 8 વાગ્યે ઉઠો છો…? આ પગલા અપનાવો પછી જુઓ, આલાર્મ વગર પણ બ્રમ્હમુર્હુતમાં ઉઠી શકશો..

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🌄 બ્રમ્હમુર્હુતમાં કેવી રીતે ઉઠી શકાય તેના માટે અપનાવો આ પગલા , ભલે આપ આત્યારે ૮ એ જાગો છો. પણ આ પગલા અપનાવ્યા બાદ તમે પણ બ્રમ્હ મુર્હુતમાં આલાર્મ વગર જાગી શકશો.🌄 

Image Source :

મિત્રો આજે આપને વાત કરવા જઈ રહ્યા છીએ સૌથી મહત્વના ટોપિક બ્રમ્હમુર્હુત પર, તો ચાલો આપને જાણીએ કે, આપને કેવી રીતે બ્રમ્હ મૂર્હુતમાં જાગી શકીએ. તેના માટે શું કરવું જોઈએ. અને તે અપનાવવા ક્યાં પગલા આપને રોજીંદી જીંદગીમાં લેવા જોઈએ.

બ્રમ્હમુર્હુતમાં જાગવાના ફાયદા કેવા છે અને તેનાથી શું લાભ થાય છે અને બ્રમ્હમુર્હુતમાં એવી કઈ ચીજ પણ છે જેનાથી તમે 125 વર્ષ સુધી જીવી શકો છો તેના વિશે આપણે આગલા આર્ટીકલમાં જોઈ ગયા….

Image Source :

જો આપે આગળનો આર્ટીકલ ના વાંચ્યો હોય તો વાંચી લો તેની લીંક નીચે આપેલી છે. તે આર્ટીકલ વાંચવા નીચેની લાઈન પર ક્લિક કરો.

બ્રમ્હમુર્હુતમાં જોવા મળતી આ ચીજ તમને 125 વર્ષ સુધીનું આયુષ્ય આપી શકે છે.

હવે આવીએ આપણે આજના ટોપિક પર કે કેવી રીતે આપણે બ્રમ્હમુર્હુતમાં જાગી શકીએ તેના માટે આપણે શું પગલા લેવા જોઈએ તે નીચે મુજબ જોઈએ.

🌄 શું પ્રથમ તમને જણાવવાનું કે આ આર્ટીકલ અહીંથી ખુબ ધ્યાનથી વાંચવો, કેમ કે નીચેના મુદ્દા પર જો તમને ના સમજાય તો ૨-૩ વાર વાંચી લેવા.
🌄 
અને તમને એ પણ જણાવી દઈએ કે આ કોઈ જાદુ નથી કે તમને એક વાર આ લેખ વાંચી લીધો કે આ પગલા એક વાર અપનાવી લીધા એટલે રોજ તમે બ્રમ્હમુર્હુતમાં જાગી શકશો.આ માટે નિયમિત થઇ થોડો સમય પણ દેવો પડશે, પછી તમે આલાર્મ વગર પણ બ્રમ્હ મુર્હુતમાં જાગી શકશો.

Image Source :

જો તમે હંમેશા બ્રમ્હમુર્હુતમાં જાગવા માટે ઈચ્છો છો તો પહેલા થોડું આપને તેની આજુ બાજુના પાસા પણ સમજવા પડશે, ત્યાર બાદ આપણે નીચેના પગલા અપનાવીશું, અને તેને વળગી રહેશું એટલે થોડા સમય બાદ વગર આલાર્મ પણ તમે બ્રમ્હમુર્હુતમાં જાગી શકશો.

તો ચાલો શરુ કરીએ, તેના અમુક પાસાઓ 🌄

દરેક લોકોને બ્રમ્હમુર્હુતમાં જાગવું છે પણ દરેક લોકોના સુવાનો અને અત્યારે વર્તમાનમાં ઉઠવાનો સમય પણ અલગ અલગ છે. કોઈ રાત્રે 11, 12, 1 કે 2 વાગ્યા સુધી પણ જાગતા હોય છે અને કોઈ તો એનાથી પણ વધારે સમય સુધી જાગતા હોય છે.

Image Source :

સૌ લોકોનો ઉઠવાનો સમય પણ અલગ અલગ હોય છે. કોઈ સવારે વહેલુ જાગતું હોય તો કોઈ 7,8,9 કે 10 વાગ્યે જાગવા વાળા લોકો પણ મળી રહેતા હોય છે.

એક વાત તમે એ પણ જાણતા હશો જ કે તમારા શરીરને 6-8 કલાકની ઊંઘની જરૂર હોય છે. અને તમે એ પણ જોયું હશે કે અમુક વ્યક્તિ 5 કલાક સુતા હોય તો પણ તે સ્ફૂર્તિ વાળા હોય છે અને અમુક લોકો 7-8 કલાક સુતા હોય તો પણ તે અસ્વસ્થ પુરા દિવસ દેખાતા હોય છે.

Image Source :

તો આ કારણે આપને એમ પણ કહી શકાય કે ઊંઘ કેટલા કલાક કરી તેના કરતા પણ ઊંઘ કેવી કરી એ બાબત વધુ મહત્વની છે. ઊંઘ પણ આમ સામાન્ય રીતે કહીએ તો બે પ્રકારની હોય છે. એક સામાન્ય ઊંઘ અને એક ગહન ઊંઘ (ઊંડી કે ગાઢ ઊંઘ).

સામાન્ય રીતે આપને 7-8 કલાકની ઊંઘ પછી પણ આપને અસ્વસ્થ રહેતા હોઈએ તો એમ કહી શકાય કે તમારી ઊંઘ સામાન્ય છે.પણ તમે ફક્ત 5 -6 કલાકની જ કે તેથી પણ ઓછી ઊંઘ લેતા હોય અને છતાં પણ તમારો પૂરો દિવસ સ્ફૂર્તિ વાળો પસાર થાય, અને બપોરે પણ તમને ઊંઘ ના આવે તો આ કારણથી એમ કહી શકાય કે તમે ગહન ઊંઘમાં હતા.

Image Source :

પણ અત્યારે મોટા ભાગના લોકો આ ઊંઘ લઇ શકતા નથી. તેના પણ ઘણા કારણો છે અને ઊંડી ઊંઘ લેવાના પણ અમુક ઉપાયો છે… જો તમે પણ એ ઉપાયો જાણવા માંગતા હોવ તો કોમેન્ટ માં “PART-3 ” લખજો. તેથી અમે બ્રમ્હમુર્હુત પાર્ટ- ૩ ઓછ સમયમાં ગહન ઊંઘ કઈ રીતે લેવાય તે પ્રકાશિત કરીએ.

🌄 બ્રમ્હમુર્હુતમાં જાગવા માટે આ પગલા સુતા પહેલા જ અપનાવો. 🌄

બ્રમ્હમુર્હુતમાં માં જાગવા માટે આ કેટલાક બીજી આ કેટલીક બાબતો પર પણ ધ્યાન દઈએ, ત્યાર બાદ આપને બ્રમ્હમુર્હુતમાં જાગવા માટે ના સ્ટેપ પર આવીએ. આ અન્ય બાબતો પર તમે યોગ્ય ધ્યાન દેશો તો બ્રમ્હમુર્હુતમાં જાગી શકવા માટેની શક્યતા પણ સામાન્ય કરતા વધી જશે.

Image Source :

બ્રમ્હમુર્હુતના આ પગલા સમજાવી વખતે અમે એમ માની લઈએ છીએ કે આપનો સુવાનો સમય રાત્રે ૧ વાગ્યાનો છે અને જાગવાનો સમય 8 વાગ્યાનો છે. મતલબ કે તમારી ઊંઘ કુલ 7 કલાકની છે.

🌄 હવે આ સમય મુજબ આપને બ્રમ્હમુર્હુત માં કેવી રીતે ઉઠી શકાય તે જોઈએ.🌄 

૧) ☀ સૌ પ્રથમ તો એ નક્કી કરો કે તમારે બ્રમ્હમુર્હુતમાં ક્યાં સમયે જાગવું છે. મતલબ કે, સવારે 4 – 5:30 સુધીમાં ક્યારે જાગવું છે. તો ચાલો એમ નક્કી કરીએ કે તમારો લક્ષ્ય 5:30 વાગ્યે જાગવાનું છે. અને હાલમાં તમે 8 વાગ્યે જાગી રહ્યા છો.

Image Source :

૨) ☀ હવે જો તમે 8 વાગ્યે સવારે જાગો છો તો બીજા દિવસે ડાયરેક્ટ 5 વાગ્યે ક્યારેય ઉઠવાની ભૂલ ના કરશો. કેમ કે, તેનાથી તમારા શરીરની ઇન્ટરનલ સિસ્ટમ પર અવળી અસર પડશે.

૩) ☀ તમે સુતા પહેલા તમારા શરીરને અને તમારા મગજને એવો વિશ્વાસ અપાવો કે આપણે રોજ કરતા 15 મિનીટ વહેલા જાગીશું… તો તમારું શરીર પર તમારા એ ઓર્ડરને મન આપીને તમને સવારે વહેલા ઉઠવા મદદ કરશે.

કારણ કે, આપણામાં અર્ધ જાગૃત મન (સબ-કોન્સીયશ મન) રહેલું છે તેને તમે  સુતા પહેલા “મારે વહેલું આ સમયે  જાગવું છે” તેમ 2 – 3 ઓર્ડર આપજો, એટલે તે તમને તમારા જાગવાના થોડા સમય પહેલા જ જગાવી દેશે… અર્ધ જાગૃત મન એ આપણે સુતા હોઈએ તો પણ તે કામ કરતુ જ હોય છે. તમે બસ તેને ઓર્ડર આપી દો અને નિરાંતે સુઈ જાવ તે તમને તમારા નક્કી કરેલા સમયે  જરૂર જગાવશે. કારણ કે તે આપના શરીરમાં રહેલું એક આલાર્મ જેમ જ કામ કરશે…. આ વસ્તુ આજે જ સુતી વખતે ટ્રાય કરજો. જરૂર તમને જાગવામાં મદદ મળશે.

Image Source :

૪) ☀ રાત્રે જયારે તમે સુવા માટે બેડ પર જાઓ ત્યારે કોઈ બુક વાંચીને સુવાની કોશિશ કરવી. કેમ કે બુક વાંચતી વખતે આપણા મન(અર્ધ જાગ્રત મગજ) અને મગજ બંને ને કલ્પના કરવી પડતી હોય છે. માટે આપનું મન અને મગજ બંનેને શ્રમ પડે છે પરિણામે આપણને ઊંઘ પણ સારી આવે છે.

પણ જો તમને રાતે મોબાઈલ પર વીડિઓ જોઇને સુવાની આદત છે તો તે છોડી દો, કેમ કે તેનાથી આંખોને તો નુકશાન થશે અને સાથે સાથે વીડિઓ જોવાથી મગજને કોઈ શ્રમ નથી પડતો તેનાથી ખાલી આંખોને જ શ્રમ થશે, અને તેનાથી તમે ગહન ઊંઘ નહિ લઇ શકો. પરિણામે તમે સવારે સારા મૂડ સાથે નહિ ઉઠી શકો.

Image Source :

૫) ☀ જો બની શકે તો રાત્રે સ્નાન કરીને સુવાની પણ આદત પાડો. આ પણ તમારા માટે ખુબ સારી બાબત કહેવાય. પણ જો તે શક્ય ના હોય તો હાથ પગ તો ધોવાની ટેવ અવશ્ય પાડો. તેનાથી પગના અને હાથના એવા પોઈન્ટ પર પ્રેશર આવશે જે તમારી ઉર્જા વધારશે.

૬) ☀ તમારે રાત્રે પણ થોડું વહેલું સુવાની ટેવ પાડવી, અને બને તો એકદમ વહેલું નહિ સુવાનું ફક્ત 15-20 મિનીટ વહેલા સુઈ જાઓ.

૭) ☀ હવે તમે રોજ કરતા વહેલા બેડ પર ૩૦ મિનીટ આવી જાઓ, કદાચ ઊંઘ આવવામાં તમને 15 મિનીટ લાગી શકે. તો પણ તમે રોજ કરતા ૧૫ મિનીટ વહેલા સુઈ ગયા કહેવાય. અને સવારે પણ તમે જો કદાચ 8 વાગ્યે ઉઠવાની ટેવ હોય તો ફક્ત 15 મિનીટ વહેલા જ જાગવાની કોશિશ કરો.

Image Source :

૮) ☀ બીજા દિવસે ડાયરેક્ટ ફરીથી 15 મિનીટ વહેલું જાગવાની કોશિશ નહિ કરતા. ગઈ કાલનું રૂટીન હતું તેને જ ફોલો કરજો. 30 મિનીટ વહેલા સુવાનું અને ફરીથી 7:45 એ જાગવાનું.

૯) ☀ આ ક્રિયા તમારે લગભગ 10 – 15 દિવસ સુધી તમારે ફોલો કરવો પડશે… 10 – 15 દરમિયાન તમારે આ ક્રિયાથી એક પણ દિવસ મિસ કર્યા વગર ફોલો કરવાનું છે. પછી તમે પણ ખુદ અનુભવવા લાગશો કે તમારો ઉઠવાનો સમય હવે 8 ના બદલે 7:45 નો થઇ ગયો છે.

૧૦) ☀ હવે 15 -20 દિવસ બાદ તમને એમ લાગે કે હા, હવે ફરીથી 10 કે 15 મિનીટ વહેલું જાગવું છે. તો હવે 7:45 ની જગ્યાએ 7:30 નો આલાર્મ મુકો.

Image Source :

૧૧) ☀  તેથી તમે હવે જોઈ શકશો કે 1 મહિનામાં જ 30 મિનીટ વહેલા ઉઠી જતા થઇ ગયા. જો તમારો વિલપાવર વધુ સારો બનશે. હા, પણ એક વાત ખાસ યાદ રાખવી કે તમારે આ શીડ્યુલમાં એક પણ દિવસ મિસ ના કરવો.

૧૨) ☀ આવી રીતે ધીમે ધીમે તમે આગળ વધીને ફક્ત ૩- 4 મહિનામાં જ તમે બ્રમ્હમુર્હુતમાં ઉઠવા માટે સક્ષમ બની જશો.

૧૩) ☀ બ્રમ્હમુર્હુતમાં ઉઠવા માટે આ જ બેસ્ટ રસ્તો છે ક્યારેય પણ બ્રમ્હમુર્હુતમાં ઉઠાવાની ફટાફટ તૈયારી ના કરવી. ક્યારેય પણ એક અઠવાડિયામાં બ્રમ્હમુર્હુતમાં જાગવાની કોશિશ ના કરવી અન્યથા તમારા શરીરમાં લાભ થવાને બદલે નુકશાન પણ થઇ શકે છે.

Image Source :

૧૪) ☀ બ્રમ્હમુર્હુતમાં ઉઠવા માટે કેટલી ઊંઘ તમે લ્યો છો તેના કરતા કેવી ઊંઘ લ્યો છો તે મહત્વનું છે. માટે તમે ગહન (ઊંડી) ઊંઘ લઇ શકો એ મુજબ સુવા માટેના પગલા લેવા.

હા, એક વાત એ પણ છે કે કોઈ જો એમ કહે કે બ્રમ્હમુર્હુતમાં 3 -4  દિવસમાં જ ઉઠી શકો એવી ટીપ્સ અમે આપીશું તો, એ વાત થી દુર રહેજો. કેમ કે આ ટીપ્સ તમારા મન અને શરીર પર નુકશાન પણ કરી શકે છે…. આપનું શરીર કોઈ પણ ચીજ ને ધીમે ધીમે આદત બનાવે છે, એકાએક કોઈ પણ વસ્તુને અપનાવી શકતું નથી…

Image Source :

ઉદાહરણ – તમે નાના હતા ત્યારે મમ્મી પરાણે તમારી પાસે બ્રશ કરાવતા… પણ હવે તમે જાતે જ ઉઠતા વેત બ્રશ પકડી લો છો, મમ્મીને હવે કહેવાની જરૂર નથી પડતી. કેમ કે એ વસ્તું છેલ્લા 20 વર્ષથી તમે તે ક્રિયા કરો છો, અને હવે તમારા મગજએ એ પ્રક્રિયાને પોતાનું રૂટીન બનાવી લીધું છે. માટે કોઈ તમને કહે કે ના કહે તો પણ બ્રશ તમે કરવાના જ…

આવી રીતે બ્રમ્હમુર્હુતનો આઈડિયા પણ એમ જ કામ કરશે, તમે તેને એક સાથે ના અપનાવો, રોજ ધીમે ધીમે તેને તમારૂ રૂટીન બનાવી લો, 3 -4 મહિના માં તમે ખુદ આલાર્મ વગર પણ બ્રમ્હમુર્હુતમાં ઉઠી જશો. કેમ કે, 3 -4 મહિના બાદ તમારું મગજ તેને પોતાનું રૂટીન બનાવી દેશે.

Image Source :

જો તમને ગહન ઊંઘ કઈ રીતે લેવી એ વિશે તમને કોઈ ખ્યાલ ના આવે તો કોમેન્ટમાં “PART-3” લખો જેથી અમે ગહન ઊંઘ કઈ રીતે લેવી તે વિશે પણ એક આર્ટીકલ લખીને તમને ટૂંકા સમયમાં વધુ આરામ મળે તેવી ઊંઘ કઈ રીતે લેવી તેના વિશે પણ એક આર્ટીકલ લખી તમને આપની મદદ કરી શકીએ.

બીજી પણ એક બાબત છે કે, બ્રમ્હમુર્હુતમાં ઉઠ્યા બાદ શું કરવું જોઈએ? કે કઈ રીતે બ્રમ્હમુર્હુતનો ઉપયોગ કરવો જેથી આપને આપના મગજ તેમજ આંતરિક મનનો વિકાસ થાય તે વિશે તમે કઈ જાણવા માંગવા હોવ તો તમે કોમેન્ટમાં PART- 4 એમ લખજો, જેથી અમે તમને એવી ટીપ્સ આપીશું કે બ્રમ્હમુર્હુતનો બેસ્ટ રીતે ઉપયોગ કઈ રીતે કરવો…

Image Source :

ભાઈઓ તથા બહેનો.
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. 

Image Source :

👉તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી 
Image Source: Google

5 thoughts on “તમે 8 વાગ્યે ઉઠો છો…? આ પગલા અપનાવો પછી જુઓ, આલાર્મ વગર પણ બ્રમ્હમુર્હુતમાં ઉઠી શકશો..”

Leave a Comment