અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
😷વરસાદમાં પાણી પીવામાં ભૂલ કરવાથી ફેલાય છે કોલેરા, જાણો તેમાંથી કઈ રીતે બચી શકાય.🤒
🤒 કોલેરા એટલે આંતરડામાં ઇન્ફેકશન. આ રોગ વિબ્રીઓ કોલેરી નામના બેકટેરિયાથી ફેલાય છે. સામાન્ય રીતે આ બીમારી શરૂઆત સામાન્ય ઝાડા, ઉલ્ટીથી થાય છે. પરંતુ જો યોગ્ય સમયે સારવાર લેવામાં ન આવે તો આ બીમારી જીવલેણ પણ સાબિત થઇ શકે છે.
Image Source :
🤒 લગભગ લોકો શરૂઆતમાં કોલેરાના લક્ષણ ઓળખી નથી શકતા. જેથી આગળ જતા આ સમસ્યા ગંભીર રૂપ ધારણ કરે છે. શરૂઆતમાં ઉલ્ટી અને ઝાડા થાય છે. તેથી લોકો તેને સામાન્ય સમસ્યા સમજી વાતને ટાળતા હોય છે. પરંતુ જો આ સમસ્યા એક બે વારથી વધારે થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો.
Image Source :
🤒 સંક્રમિત ખોરાક લેવાથી તથા પાણી પીવાથી કોલેરાના બેક્ટેરિયા શરીરમાં પ્રવેશે છે. ત્યાર બાદ તે બેક્ટેરિયા ઝડપથી આંતરડા પર હુમલો કરે છે. જેના લીધે પાતળા ઝાડા ઉલ્ટીની સમસ્યા શરુ થાય છે. આ બીમારી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં પ્રવેશી શક્તિ નથી. તેથી દર્દીના સંપર્કમાં રહેવાની બીમારી થવાનો કોઈ ખતરો નથી. કોલેરાનું ઇન્ફેકશન લગતા ૩ થી 6 કલાકમાં દરદીને વારંવાર ઝાડા ઉલટીઓ થવા લાગે છે. ખુબ જ થોડા સમયમાં આ બીમારી વિરાટ રૂપ ધારણ કરી શકે છે. તેથી જો યોગ્ય રીતે સમય પર તેનો ઈલાજ ન કરવામાં આવે તો ધીરે ધીરે આ સમસ્યા ઘટક રૂપ લઇ લે છે. જેના કારણે દર્દીનું બ્લડપ્રેશર પણ નીચું થવા લાગે છે.
Image Source :
🤒 કોલેરાના બેક્ટેરિયા શરીરમાં પ્રવેશી પોતાની સંખ્યા વધારતા રહે છે. અને જ્યારે પર્યાપ્ત સંખ્યામાં થઇ જાય છે. ત્યારે તે વિષ પેદા કરે છે. અને આ વિષ રક્ત દ્વારા શરીરના અન્ય ભાગોમાં પહોંચે છે. અને બીમારી શરુ થાય છે.
Image Source :
🤒 કોલેરા થવા માટે જવાબદાર કારણો !
વિબ્રીઓ કોલેરી નામના બેકટેરિયાથી ફેલાતો રોગ ખુલ્લી વસ્તુ ખાવા કે પીવાથી થાય છે. આ સમસ્યા ખાસ કરીને ગંદકીના કારણે ફેલાય છે. અને ચોમાસાની ઋતુમાં ગંદકી તેમજ ગંદકીથી થતા બેકટેરિયાનું પ્રમાણ વધી જાય છે. તેથી ચોમાસાની ઋતુમાં કોલેરા થવાની સંભાવના રહેલી છે. કોલેરા માટે નીચેના કારણો જવાબદાર છે.
Image Source :
🥛 ગંદા અને દુષિત વાતાવરણમાં રહેવાથી.
> દુષિત પાણી પીવાથી.
> અજીર્ણ રોગ હોવો તે પણ આ રોગનું એક કારણ છે.
> ખાન પાનમાં અસંયમ હોવાના કારણે.
Image Source :
😷 વધારે પડતું તડકામાં રહેવાથી પણ કોલેરાના લક્ષણો દેખાઈ શકે છે.
> જરૂરથી વધારે ભોજન કરવાથી પણ કોલેરા થવાની સંભાવના રહે છે.
> દુષિત ફળ તથા કાપેલું ફળ થોડી વાર ખુલ્લું પડ્યું રહે ત્યાર બાદ તેનું સેવન કરવામાં આવે તો પણ કોલેરા થઇ શકે છે.
> માનવ મળ દ્વારા ઉગેલા શાકભાજી ખાવાથી.
> કાચું તથા અડધું કાચું પાકું માંસાહારી ભોજન કરવાથી.
Image Source :
😷કોલેરામાં જોવા મળતા લક્ષણો :
– વારંવાર ઉલ્ટીના ઉબકા આવવા.
– પાણી જેવી ઉલ્ટી થવી ખાધેલું પેટમાં રહેતું નથી.
– જમ્યા બાદ ઉલ્ટી થઇ જાય છે.
– ઉલ્ટી સાથે ઝાડા પણ થવા.
– દર્દીની આંખો ઊંડી જતી રહે છે તેમજ દર્દીમાં નબળાઈ આવી જાય છે.
Image Source :
😷- વધારે તરસ લગાવી.
– પલ્સ ધીમી પડી જવી તેમજ શરીરનો ઉપરનો ભાગ ઠંડો પડી જવો.
– યુરીનમાં સમસ્યા થાય છે. યુરીનમાં ઘટાડો થાય છે તેમજ બેહોશી પણ અનુભવી શકાય છે.
– કોલેરાની તકલીફ વધી જાય ત્યારે દર્દીના હૃદયની ગતિ પણ વધી જાય છે.
Image Source :
😷 કંઈ રીતે સાવધાની વરતી બચી શકાય આ રોગથી :
> રાત્રે મોડે સુધી જાગવું નહિ.
> વધારે પડતું ભોજન ન કરવું. જરૂરિયાત મુજબ જ લેવું.
> સ્વચ્છ તેમજ ઉકાળેલું પાણી પીવું.
> ખુલ્લો તેમજ વાસી ખોરાક ન ખાવો.
Image Source :
👨⚕️ કોલેરાનો ઈલાજ :
– ઓ.આર.એસ. પાણીમાં મિક્સ કરી પિતા રહેવું.
– દર્દીને અડધા કપ ગુલાબજળમાં સ્વચ્છ તાજું લીંબુ નીચોવી તેમાં મિશ્રી મિક્સ કરી ત્રણ ત્રણ કલાકે પીવડાવું.
– અડધો કપ કારેલાના રસમાં બરાબર માત્રામાં પાણી ઉમેરી તેનું સેવન કરવું.
– એક ગ્રામ હિંગ અને બે લીલા મરચા પીસી તેની પેસ્ટ બનાવી બંને મિક્સ કરી ગોળી બનાવી લો. દિવસમાં ત્રણ વાર તે ઉકાળેલા ઠંડા પાણી સાથે પીવો.
Image Source :
👨⚕️ જો દર્દીને ઝાડા ઉલ્ટી રોકાતા જ ન હોય તો અડધો કપ ફુદીનાના રસમાં બરાબર માત્રામાં ડુંગળીનો રસ મિક્સ કરી થોડી થોડી વારે પિતા રહેવું.
– ઉપયુક્ત ઉપચારોથી દર્દીને જો કોઈ ફાયદો ન થાય અને ઝાડા ઉલ્ટી અટકે જ નહિ તો તરત જ હોસ્પિટલની મુલાકાત લેવી. આ સમસ્યાથી બચવા ડોક્ટર એન્ટીબાયોટીક દવા આપે છે. જે રોગનો ફેઅલાવો અટકાવે છે. રોગની હાલત જો ખુબ જ ગંભીર હોય તો તેને ઇન્જેક્શન દઈ આરામ આપવામાં આવે છે.
Image Source :
👨⚕️ મિત્રો વરસાદની ખુશીઓની સાથે સાથે બેક્ટેરિયા અને બીમારી પણ લાવે છે. તો યોગ્ય સાવચેતી રાખી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
ભાઈઓ તથા બહેનો.
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
Image Source :
👉તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ