જળ એ જ જીવન. એવું આપણે માનીએ છીએ. પાણી વગર માણસનું જીવન શક્ય નથી. જો પાણી હશે તો જીવન હશે. આમ પાણી એ માનવ જીવનનો મોટો ભાગ છે. પણ આ પાણી તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. તેનાથી તમારી અનેક બીમારીઓ દુર થઇ શકે છે. જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો તો તમારે અમુક જરૂરી માત્રામાં પાણી જરૂરથી પીવું જોઈએ.
હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા નજરઅંદાજ કરવી ખતરનાક સાબિત થઈ શકે છે. ખરાબ લાઇફસ્ટાઇલ હાઇ બ્લડ પ્રેશરમાં ઘણી મહત્વની ભૂમિકા ભજવે છે. માટે જ એક્સપર્ટ હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા વાળા લોકોને લાઇફસ્ટાઇલ સુધારવાની સલાહ આપે છે. સામાન્ય બ્લડ પ્રેશર 120/80 mmHg સુધી હોય છે. 120 થી 140 સિસ્ટોલિક અને 80 થી 90 ડાયસ્ટોલિકની વચ્ચે બ્લડ પ્રેશરને પ્રિ-હાઇપરટેન્શન ગણવામાં આવે છે અને 140/90 થી વધારે હાઇ બ્લડ પ્રેશરના રૂપમાં ગણવામાં આવે છે. ઉંમર મુજબ તેની રેન્જ બદલાતી રહે છે. રિસર્ચ મુજબ ભારતમાં લગભગ 30 ટકા યુવાઓને હાઇ બીપીની ફરિયાદ હોય છે. તેમાથી 34 ટકા શહેરી વિસ્તારોમાં રહે છે અને 28 ટકા ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. મહિલાઓની અપેક્ષાએ પુરુષોમાં હાઇ બ્લડ પ્રેશરની સંભાવના ત્રણ ટકા વધુ હોય છે. હાલમાં જ એક એક્સ્પર્ટે જણાવ્યુ કે, પાણી પીવાથી પણ હાઇ બ્લડ પ્રેશર ઘટાડી શકાય છે.
હાઇ બ્લડ પ્રેશર વિશે આ પણ જાણો:- હાઇ બ્લડ પ્રેશરનો મતલબ છે કે તમારું હાર્ટ શરીરની ચારે બાજુ બ્લડ તેનાથી વધારે તાકાતની સાથે પંપ કરે છે, જેટલી કે તેને કરવી જોઈએ. બ્લડનું આ વધારે દબાણ રક્ત વાહિકાઓથી પસાર થવા માટે હાર્ટ, મગજ, કિડની અને આંખો સહિત શરીરના અન્ય ભાગો પર પણ વધારે દબાણ નાખે છે. હાઈ બ્લડ પ્રેશરના કારણે આ સમસ્યાઓ પણ થઈ શકે છે:- હાર્ટ એટેક, હ્રદયની બીમારી, સ્ટ્રોક, ધબકારા અટકવા, ધમનીની બીમારી, ડિમેન્શિયા, કિડનીની બીમારી. હાઇ બ્લડ પ્રેશરથી પીડિત કોઈ પણ વ્યક્તિએ મીઠાનું સેવન સીમિત માત્રામાં કરવાની સલાહ આપવામાં આવે છે.
કેટલું પાણી પીવાથી ઘટી શકે છે હાઇ બીપી:- એક્સપર્ટ આ વિશે કહ્યું કે, ઓવનરઓલ ન્યૂટ્રીશન એક્સપર્ટ હોવા મુજબ, તે હંમેશા પોતાના પેશન્ટને દરરોજ આઠ ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. વાસ્તવમાં, પાણી લોહીને ડિટોક્સિફાઈડ કરવામાં મદદ કરે છે અને વધારાના સોડિયમને પણ શરીરની બહાર કાઢે છે કારણ કે, સોડિયમ બીપીને હાઈ કરવાના જોખમને વધારે છે. ઘણા લોકોને એ વાતની ખબર નહિ હોય કે, ક્રેનબરી જ્યુસ પણ હાઇ બીપી ઘટાડવામાં મદદ કરે છે.ક્રેનબરીનો રસ વિટામિન સી માં હાઇ હોય છે. તેમાં રહેલ એંટીઓક્સિડેંટ સોજાથી લડવામાં મદદ કરે છે, રક્ત પ્રવાહને વધારો આપે છે અને બ્લડ વેસલ્સને આરામ પહોંચાડે છે. આ બધાથી બ્લડ પ્રેશર લેવલ ઓછું થાય છે. જો તમે દરરોજ આઠ ગ્લાસ પાણી પીઓ છો તો, 24 કલાકમાં લગભગ 2 લિટર પાણી પિશો. તેનાથી બ્લડ પ્રેશર ઘટાડવામાં રાહત મળે છે.
ભોજન પર પણ ધ્યાન આપવું:- ડોક્ટરે જણાવ્યુ કે, એવી ઘણી વસ્તુઓ છે કે જે હાઇ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે. ફૈટ વાળી માછલી ઓમેગા-3 ફૈટી એસિડનો ખૂબ સારો સ્ત્રોત છે. જેનાથી બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ મળી શકે છે. નેશનલ હેલ્થ સર્વિસ મુજબ આ લોકોને બ્લડ પ્રેશરનું જોખમ વધારે હોય છે. જે વધારે વજન વાળા હોય, જે વધારે મીઠું ખાતા હોય, જે પર્યાપ્ત એકસરસાઈઝ ન કરતાં હોય, જે પર્યાપ્ત ઊંઘ ન લેતા હોય, જે વધારે દારૂ કે કોફી પીતા હોય, જે 65 થી વધુ ઉંમરના હોય.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી