મિત્રો આપણા દેશમાં ઘણા એવા કેસ છે જેમાં કરોડોની હેરફેર કરવામાં આવી છે. આ ધનને બ્લેક મની કહેવામાં આવે છે. આજે અમે તમને એક એવા કેસ વિશે વાત કરીશું જેમાં એક યુવતીના ઘરેથી નોટોના બંડલના ઢગલા જોવા મળે છે. જેમાં નોટ ગણવા માટે મશીનની મદદ લેવામાં આવી છે. આ કેસ બંગાળનો છે. જેમાં કરોડોનો ગોટાળો કરવામાં આવ્યો છે. જેમાં અપરાધીના ઘરે રેડ પાડવામાં આવી છે.
પ્રવર્તન નિદેશાલયે શુક્રવારના રોજ પશ્ચિમ બંગાળમાં છાપામારી કરી. ઉદ્યોગ મંત્રી પાર્થ ચેટરજીની એક નજીકની સહયોગી અર્પિતા મુખર્જીના પરિસરો પર છાપામારીમાં 20 કરોડ રૂપિયાની રકમ જપ્ત કરી છે. આ પૈસાનું એસએસસી ગોટાળાથી જોડાયેલા હોવાની શંકા છે. નોટ ગણવાના મશીનની મદદ લેવામાં આવી. 20 થી વધુ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા. શિક્ષા રાજ્ય મંત્રી પરેશ સી અધિકારી, વિધાયક માણિક ભટ્ટાચાર્ય અને અન્યના પરિજનો પર પણ છાપો મારવામાં આવ્યો. નોટ જપ્તીના જે ફોટા સામે આવ્યા તેને જોઈને તમે હેરાન રહી જશો. નોટોના પહાડ જેવા કરોડ રૂપિયા પડેલા જોઈને દરેક વ્યક્તિ દંગ રહી ગયા. ખડકપુર કેમ્પના સીઆરપીએફ કર્મીઓ સાથે ઇડીના 80-90 અધિકારીઓની ટીમે 14 જગ્યાએ એક સાથે રેડ પાડી. સાંજ સુધીમાં કરોડો રૂપિયાની જપ્તીના ફોટા સામે આવવા લાગ્યા. ચેટર્જી અને પરેશ સી અધિકારી સિવાય વિધાયક માણિક ભટ્ટાચાર્ય અને અન્ય પરિજનો પર પણ રેડ પાડવામાં આવી.
11 કલાકની રેડ બાદ જપ્તી:- અર્પિતા મુખર્જીના ફ્લેટ પર 11 કલાકની રેડ પછી બે બેગ જપ્ત થયા. આ બેગમાં ઠૂસિઠૂસીને રૂપિયા ભરેલા હતા. ઇડીએ ગણવા માટે પૈસા બહાર કાઢ્યા તો બધા 2000 અને 500ની નોટોના બંડલ હતા, એટલું જ નહીં આ નોટ એકદમ નવા અને કડક હતા. પહેલા રાજ્યના વાણિજ્યિક અને ઉદ્યોગ મંત્રી ચેટર્જીની પૂછપરછ કરવામાં આવી અને તેમના દક્ષિણ કોલકાતા સ્થિત ઘરની તપાસ કરવામાં આવી. વર્તમાન શિક્ષા અધિકારીના પરિજનોની પણ તપાસ કરવામાં આવી.મશીન લઈને પહોંચ્યા બેન્ક અધિકારી:- કોલકાતા હાઇ કોર્ટે હાલમાં જ સીબીઆઇને ગ્રૂપ સી અને ડીની ભરતીના ગોટાળાની તપાસ માટે મોકલ્યું અને પછી ઇડીએ મની લોન્ડ્રિંગની તપાસ શરૂ કરી. આ તપાસ મુજબ શુક્રવારે રેડ પાડવામાં આવી. નોટોની જપ્તી બાદ ઇડીએ બેન્કના અધિકારીઓને કરન્સી નોટોની ગણતરી અને સટીક રાશિનું નિર્ધારણ કરવા માટે બોલાવ્યા. ઇડીએ કહ્યું કે, રેડ દરમિયાન મહત્વના દસ્તાવેજ, રેકોર્ડ, સંદિગ્ધ કંપનીઓનું વિવરણ, ઈલેક્ટ્રોનિક ઉપકરણ, વિદેશી મુદ્રા અને સોનું પણ જપ્ત થયુ છે.
પાર્થ ચેટર્જીની પરિજન અર્પિતા:- ઇડીના અધિકારીઓએ જણાવ્યુ કે, આ જપ્તી સરકારી સ્કૂલોમાં નિયુક્ત ગોટાળાઓ અને કાઠી મની લોન્ડ્રિંગ પર પ્રકાશ પાડી શકે છે. ઇડીના સૂત્રો મુજબ, મંત્રી પાર્થ ચેટર્જીની સહયોગી અર્પિતા મુખર્જીના રહેઠાણે શરૂમાં રેડ કરવાની કોઈ તૈયારી ન હતી. તપાસ અધિકારીઓએ પછીથી ત્યાં રેડ પાડવાનો નિર્ણય કર્યો, જ્યારે તેમની ટીમે મુખર્જીના નામ અને સરનામા વાળા દસ્તાવેજો જપ્ત કર્યા.ઇડીની પૂછપરછમાં બીમાર પડ્યા પાર્થ:- ઇડીએ મુખર્જીના ઘરેથી 20 કરોડ રૂપિયાની રકમ જપ્ત કર્યા બાદ પૂર્વ શિક્ષા મંત્રીને તેમના રહેઠાણ પર પૂછપરછ કરી. ઇડીની સાત કલાકની પૂછપરછ બાદ પાર્થ ચેટર્જી બીમાર પડી ગયા.
કોની-કોની પર શક જુઓ નામ:- જે વ્યક્તિઓની તપાસ કરવામાં આવી રહી છે તેમાં વર્તમાન વાણિજ્ય ઉદ્યોગ મંત્રી પાર્થ ચેટર્જી, પરેશ સી અધિકારી, વિધાયક માણિક ભટ્ટાચાર્ય છે. તે સિવાય અર્પિતા મુખર્જી, પીકે બંદોપાધ્યાય, તત્કાલિન શિક્ષા મંત્રી સુકાન્ત આચાર્ય, પાર્થ ભટ્ટાચાર્યના જમાઈ કલ્યાણમય ભટ્ટાચાર્ય, ક્રુષ્ણ સી અધિકારી, ડો. એસપી સિંહા, કલ્યાણમય ગાંગુલી, સૌમિત્ર સરકાર અને આલોક કુમાર સરકારનું નામ સમાવિષ્ટ છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી