આપણા જીવનમાં કોઈપણ પ્રકારનું વાહન એ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે આજે કોઈપણ વ્યક્તિ વાહન વગર અધૂરો ગણાય છે. જો તમારી પાસે વાહન હશે તો તમે સહેલાઈથી કોઇપણ જગ્યાએ જઈ શકો છો. વાહનની વાત કરીએ તો ટુ વ્હીલર લગભગ દરેક લોકો પાસે હોય જ છે. કારણ કે તેનાથી તમારો સમય અને પૈસા બંનેની બચત થાય છે. ચાલો તો એક એવી કંપની વિશે વાત કરીએ જેણે ભારતમાં લોન્ચ કર્યા છે 3 ઈ-સ્કુટર.
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બજારમાં ગ્રાહકોને પોતાની તરફ વધુ આકર્ષિત કરવા માટે કંપનીએ ત્રણેય મોડેલમાં મોબાઈલ એપ કનેક્ટીવીટી, ફાઈન્ડ માઈ વ્હીકલ ફીચર, રીયલ ટાઈમ ટ્રેકિંગ, ઓવર સ્પીડ સહીત ઘણા શાનદાર ફીચર આપ્યા છે. જેમ કે તમે જાણો છો તેમ દેશમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર વાહનની માંગ સતત વધી રહી છે. જેના કારણે ઘણી કંપનીઓ એ આ સેગમેંન્ટ માં પોતાના પ્રોડક્ટ રજૂ કર્યા છે. મંગળવારે એક મોટી કંપનીએ એકસાથે 3 ઇલેક્ટ્રિક સ્કુટર ભારતમાં લોન્ચ કર્યા છે. તેને હાઈ સ્પીડ કેટેગરીમાં રજૂ કરવામાં આવ્યા છે.કોસ્મો કોમેટ અને સીજર મોડલ:- ટેગરીમાં કોસ્મો, કોમેટ અને સીજર નામથી પોતાના ત્રણ નવા ઇલેક્ટ્રિક સ્કુટર લોન્ચ કરી દીધા છે.
ભારતમાં તૈયાર થયેલ ત્રણ સ્કુટર:- સૌથી ખાસ વાત છે કે આ ત્રણેય ઇલેક્ટ્રિક સ્કુટર ને ભારતમાં જ બનાવવામાં આવ્યા છે. કંપની અનુસાર ભારતીય ગ્રાહકોની પસંદ અનુસાર આ સ્કુટર્સમાં શાનદાર ફીચર્સ પણ આપવામાં આવેલ છે. જે તેને ચલાવનાર વ્યક્તિને આરામદાયક રાઈડ નો અનોખો અનુભવ આપશે. આ સિવાય રેંજ અને ચાર્જીંગની બાબતે પણ આ સેગ્મેન્ટને બજારમાં પહેલેથી રહેલ અન્ય ઇલેક્ટ્રિક સ્કુટર્સને જોરદાર ટક્કર મળશે.
આટલી કિમતમાં લઇ આવો ઘરે:- કંપનીએ ત્રણેય સ્કુટર ની કિંમત 1.44 લાખ રૂપિયા થી લઈએ 2.16 લાખ રૂપિયા સુધીની નક્કી કરેલ છે. ભારતમાં એક્સ શોરૂમ કિંમતની વાત કરીએ તો ઇવીયમ કોસ્મોની કિંમત 1.44 લાખ રૂપિયા, ઇવીયમ કોમેટની કિંમત 1.92 લાખ રૂપિયા અને ઇવીયમ સીજરની કિંમત 2.16 લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવેલ છે. જો તમે ઇવીયમની આ ત્રણેય મોડેલ માંથી કોઈપણ ઇલેક્ટ્રિક સ્કુટર પોતાનું બનાવવા માંગો છો તો માત્ર 999 રૂપિયાનું પેમેન્ટ આપીને તેનું બુકિંગ કરાવી શકો છો.આ છે બેસ્ટ ફીચર્સ:- ઇવીયમના આ સ્કુટર્સમાં ગ્રાહકો ને આકર્ષિત કરવા માટે ઘણા સારા ફીચર્સ આપવામાં આવ્યા છે. તેને કીલેસ સ્ટાર્ટ, એન્ટી-થેક્ટ ફીચર, શાનદાર એલસીડી સિસ્પ્લે, રિજેમરેટીવ બ્રેકીંગ અને મલ્ટીપલ સ્પીડ મોડસ (ઇકો, નોર્મલ અને સ્પોર્ટ) ની સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. આ સિવાય કંપનીએ તેમાં મોબાઈલ એપ કનેક્ટીવીટી, ફાઈન્ડ માઈ વ્હીકલ ફીચર, રીયલ ટાઈમ ટ્રેકિંગ, ઓવર સ્પીડ ફીચર પણ આપ્યું છે. કોમેટ અને સીજરમાં રીવર્સ ગીયર ફીચર પણ આપ્યું છે.
કોસ્મો મોડલમાં આ છે ખાસિયતો:- કોસ્મો મોડલ ની વાત કરીએ તો તેની બેટરી એક વખત ફૂલ ચાર્જ થયા પછી 80 કિલોમીટર થી વધુ સફર નક્કી કરવામાં સક્ષમ છે. તેની રેંજ ની વાત કરીએ તો તે 65 કિમી/કલાક ની રેંજ પકડી શકે છે. તેમાં લીથીયમ આયન 72V અને 30Ah ની બેટરી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ચાર કલાક માં ફૂલ ચાર્જ થઇ જાય છે. તેને બ્રાઈટ બ્લેક, ચેરી રેડ, લેમન યેલો, વ્હાઈટ, બ્લુ અને ગ્રે કલર માં રજૂ કરવામાં આવી છે. કોમેટ આ રંગોમાં મળે છે:- કોમેટ ઈ સ્કુટર ને કંપનીએ શાઈની બ્લેક, મેટ બ્લેક, વાઈન રેડ, રોયલ બ્લુ, બેજ અને વ્હાઈટ કલરમાં ભારતીય બજારમાં રજૂ કરી છે. કોસ્મોની તુલનામાં આ સ્કુટર 85 કિમી/કલાક ની રેંજ પકડી શકે છે. ૩૦૦૦ વોટ ની મોટર વાળા કોમેટમાં લીથીયમ આયન 72V અને 50Ah ની બેટરી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ચાર કલાકમાં ફૂલ ચાર્જ થઇ જાય છે. રેન્જની વાત કરીએ તો ફૂલ ચાર્જ પર તમે તેને 150 કિલોમીટર ની સફર નક્કી કરી શકો છો.
સીજર સૌથી મોઘું મોડલ:- ત્રણેય સ્કુટરમાં સૌથી મોઘું મોડલની વાત કરીએ તો તે છે સીજર. એક વખત ફૂલ ચાર્જ થયા પછી આ 150 કિલોમીટરની સફર કરવામાં સક્ષમ છે. તેની રેંજ 85 કિમી/કલાક છે. કંપનીના આ મોડલમાં 4000 વોટની મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જયારે બેટરી EV લીથીયમ આયન 72V અને 42Ah ની છે. કલર રેન્જની વાત કરીએ તો તેમાં ગ્લોસી બ્લેક, મેટ બ્લેક, ગ્લોસી રેડ, લાઈટ બ્લુ, મીંટ ગ્રીન, અને વ્હાઈટ કલર ના ઓપ્શન આપવામાં આવ્યા છે. આમ કંપનીએ આ ત્રણ ઇલેક્ટ્રિક સ્કુટર ભારતીય બજારમાં રજૂ કર્યા છે. હાલ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની વધતી જતી માંગને જોતા આ સ્કૂટરની માંગ પણ વધશે એવી કંપનીને આશા છે. તેમાં આપેલ આધુનિક ફીચર ગ્રાહકોનું ધ્યાન વધુ આકર્ષે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી