મિત્રો આપણે પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે અમુક વસ્તુઓનું સેવન કરવ જરૂરી બની જાય છે. ખજૂર એ અનેક ગુણોનો ખજાનો માનવામાં આવે છે. તેના સેવનથી તમારા શરીરને અનેક ફાયદાઓ મળે છે. પણ અમુક વસ્તુઓને કોઈ ચોક્કસ સમયે જો ખાવામાં આવે તો વધુ ફાયદાઓ મળી શકે છે. તેવી જ રીતે ખજૂરને પણ તમે સવારે કે રાત્રે ક્યાં સમયે ખાવાથી વધુ ફાયદાઓ મળે છે. તે જાણી લેવું જોઈએ.
ખજૂર એ એનર્જીથી ભરપુર એક મહત્વનું નાસ્તો છે. ખજૂર એ કાર્બોહાઈડ્રેટસથી ભરપુર હોય છે. તેમાં કુદરતી શુગર હોય છે. જેનાથી તે હેલ્દી હોવાની સાથે ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે. ખજૂર એ પોષક તત્વોનો પાવર હાઉસ છે. તેમાં ડાઈટ્રી ફાઈબર, પ્રોટીન, આયરન, મેગ્નેશિયમ, સિવાય ઘણા અન્ય જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ રહેલા છે. સાથે જ ખજૂર એન્ટી ઓક્સીડેંટસથી પણ ભરપુર છે. જેનાથી તે શરીરને પર્યાપ્ત પોષણ આપે છે અને ઘણી ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપે છે. લોકો સવારે, સાંજે, બપોરે, રાત્રે અલગ અલગ સમયે ખજૂરનું સેવન કરે છે. પણ શું તમે ક્યારેય એ જાણવાની કોશિશ કરી છે ખજૂર ક્યાં સમયે ખાવા જોઈએ. ક્યાં સમયે ખજૂર ખાવાથી વધુ ફાયદા મળે છે. આ વિશે આપણે વિસ્તારથી જાણી લઈએ.
ખજૂર ખાવાથી મળતા ફાયદાઓ:- ખજૂરમાં આયરન ની માત્રા સારી હોય જેનાથી તે શરીરમાં લોહીની કમી દુર કરવામાં મદદ કરે છે. ખજૂરમાં ખજૂર ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, જેવા જરૂરી પોષક તત્વ હોય છે. જેનાથી તેને ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ માં રહે છે. કોલેસ્ટ્રોલ વધતું નથી અને હૃદય સંબંધી બીમારીઓનું જોખમ ઓછુ રહે છે. ખજૂરમાં ફોસ્ફરસ, કેલ્શિયમની સારી એવી માત્રા હોય છે. જેનાથી આ હાડકાઓ અને દાંતને મજબુત કરવામાં મદદ કરી શકે છે. ફાઈબરની સારી માત્રા હોવાથી ખજૂરનું સેવન પેટ માટે પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે દુધમાં ખજૂર ઉકાળીને ખાવ છો તો તેનાથી જલદી અને સારી નીંદર લાવવામાં મદદ મળે છે. ખજુર ખાવાથી ઈમ્યુંનીટી મજબુત બનાવવામાં મદદ મળી શકે છે.
ક્યાં સમયે ખજૂર ખાવા વધુ ફાયદાકારક છે:- એક્સપર્ટ અનુસાર રાતની તુલનામાં સવારના સમયે ખજૂર ખાવાથી વધુ ફાયદા મળે છે. એવું એટલા માટે કે ખજૂર ફાઈબરથી ભરપુર હોય છે. સાથે જ કાર્બોહાઈડ્રેટેસ નો સારો સ્ત્રોત છે. જેનાથી તે તમને આખા દિવસની એનર્જી પ્રદાન કરે છે અને તમને લાંબો સમય સુધી પેટ ભરેલું હોવાનો અનુભવ કરાવે છે. આ રીતે તમને જલદી ભૂખ નથી લાગતી અને તમે ઓછી કેલરીનું સેવન કરો છો. આ સિવાય જયારે તમે ખજૂર ખાવ છો તો તેનાથી પેટના કીડાને મારવામાં પણ મદદ મળે છે અને આંતરડાની સફાઈ થાય છે. તે કબજિયાતથી છુટકારો અપાવે છે. પાચનને મજબુત બનાવે છે અને વજન ઓછુ કરવમાં મદદ કરે છે.આ બાબતનું ધ્યાન રાખો:- જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છે તો તેણે ડોક્ટરની સલાહ અનુસાર જ ખજૂરનું સેવન કરવું જોઈએ. ખજૂરમાં પ્રાકૃતિક શુગર હોય છે. આથી ખજુર ખાવાની યોગ્ય માત્રા અને સમય જાણવા માટે ડોકટરનો સંપર્ક કરવો જોઈએ. આમ ખજૂરનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે લાભકારી છે. પણ તેનું યોગ્ય પ્રમાણ અને સમય પણ નિશ્ચિત કરવો જોઈએ. સવારે ખજૂરનું સેવન તમારા આખા શરીર માટે એનર્જીનું કામ કરે છે. તેનાથી કબજિયાત અને પેટના કીટાણું પણ નાશ પામે છે. આથી ખજૂર એક રૂપે તમારા પેટની સફાઈ કરવાનું કામ કરે છે. તેમજ તેનું સેવન જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પણ પ્રદાન કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી