મિત્રો આપણું સ્વાસ્થ્ય સારું હોય તો આપણે દરેક કામ સહજતાથી કરી શકીએ છીએ અને જીવનનો આનંદ પણ માણી શકીએ છીએ પરંતુ સ્વાસ્થ્ય ને લગતી કોઈપણ નાની મોટી સમસ્યા હોય તો જીવનમાં ઉદાસી છવાઈ જાય છે, અને આ ઉદાસીને દૂર કરવા માટે આપણે આપણા શરીરનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. શરીરનાં અન્ય અંગોની જેમ ઘૂંટણો પણ આપણા શરીરના મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. શરીરનો ભાર ઊંચકવામાં આપણા ઘૂંટણો પણ મુખ્ય ભૂમિકા ભજવે છે.
આ દિવસોમાં ઘણા લોકો ઘૂંટણથી જોડાયેલી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વધતી ઉંમરની સાથે ઘૂંટણો કમજોર થવા દુખાવો વગેરે સમસ્યાઓ થવી ઘણીજ સામાન્ય છે. પરંતુ આજકાલમાં ઓછી ઉંમરના લોકો પણ ઘૂંટણની સમસ્યાથી સંઘર્ષ કરી રહ્યા છે. ખાણીપીણી વ્યવસ્થિત ન હોવી, શારીરિક પ્રવૃત્તિ ન હોવી, ખોટા ચંપલ પહેરવા, ખોટી સ્થિતિમાં બેસવું જેવા બીજા અનેક કારણો છે જેના કારણથી ઘૂંટણો કમજોર થાય છે અને દુખાવો થાય છે. હવે પ્રશ્ન એ ઉઠે છે કે ઘૂંટણોને સ્વસ્થ રાખવા અને મજબૂત બનાવવા માટે તમે શું કરી શકો? આ લેખના માધ્યમથી અમે તમને એકદમ સરળ એવી 4 રીત જણાવીશું જેનાથી તમે ઘૂંટણોને સ્વસ્થ રાખી શકશો.ઘૂંટણો ને સ્વસ્થ રાખવાના ઉપાયો:-
1) ટુવાલની મદદથી ઘૂંટણોની માલીશ:- ઘૂંટણની નીચે એક ટુવાલ કે કમલ ને લપેટીને રાખો. ટુવાલ કે કમલમાં નીચેની તરફ દબાવો અને ઉઠાવો. તમારે તમારા બંને પગની સાથે આને 50 થી 100 વાર પુનરાવર્તિત કરવાનું છે.
2) ફ્લેક્સ ફુટ અને ની પ્રેસ:- તમારે જમીન પર બેસવાનું છે. અને તમારા પગને સીધા જમીન પર ફેલાવવાના છે. ત્યાર બાદ તમારા પગના પંજાને આગળની તરફ ખેંચીને ત્યારબાદ ફરીથી ઘૂંટણો ની તરફ ખેંચો. એવું બંને પગ સાથે પાંચ થી દસ વાર કરો.3) ક્લેમશેલ્સ:- આંતરિક અને બાહ્ય ઘૂંટણોના ક્ષેત્ર ને મજબૂત બનાવવા માટે ખૂબ સારો વ્યાયામ છે. તમે આનો અભ્યાસ પથારી પર, સોફા કે ફર્શ પર ક્યાંય પણ કરી શકો છો. આ માટે તમે પડખું ફરીને સૂઈ જાઓ અને તમારા પગની ઉપર પગ રાખો. તમારા ઘૂંટણને વાળીને રાખો. હવે એક પગ ઉપર તરફ ઉઠાવો અને પાછા નીચે કરો અને તેને ઘૂંટણ સાથે જોડો. તમારા બંન્ને પગ સાથે આ 10 થી 15 વાર પુનરાવર્તન કરો.
4) ઘૂંટણોની માલિશ કરો:- તમારા ઘૂંટણોની દરરોજ માલિશ કરો. તમારી આંગળીઓ વડે ઘૂંટણની કેપની આસપાસ મસાજ કરો. રાત્રે પથારીમાં જતા અને વર્કઆઉટથી પહેલા તમે ઘૂંટણોની માલીશ કરી શકો છો. સર્ક્યુલેશન કરતા કરતા ઘૂંટણોની પાછળ વાળા ભાગની માલિશ કરો. રાત્રિના સમય દરમિયાન માલિશ કરવા માટે તમે તલના તેલનો ઉપયોગ કરી શકો છો. આ સરળ વ્યાયામ તમારા ઘૂંટણોની આસપાસ બ્લડ સર્ક્યુલેશનને સારું બનાવવામાં મદદ કરશે. ઘૂંટણના સાંધા ને મજબૂત બનાવશે સાથે જ ઘૂંટણની સમસ્યામાં રાહત પ્રદાન કરશે. તમે આનો દરરોજ અભ્યાસ કરી શકો છો. ત્યાં સુધી કે વૃદ્ધ લોકો પણ આ અભ્યાસને પોતાના ડેઇલી રૂટિનનો ભાગ બનાવી શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી