મિત્રો જયારે આપણા પેટમાં કોઇપણ પ્રકારની ગરમી થઇ જાય છે ત્યારે શરીર પર તેની અસર જોવા મળે છે. જયારે મોઢામાં ચાંદા પડે છે ત્યારે તે આપણને કેટલીક બીમારીઓ વિશે સંકેત આપે છે. પણ અમુક વસ્તુઓનું સેવન કરીને આવી ગંભીર બીમારીથી છુટકારો મેળવી શકો છો.
મોઢામાં ચાંદા પડવા એ એક પ્રકારની ઈજા હોય છે. તે તમારા પેઢા, જીભ, આંતરિક ગાલ, હોઠ અથવા તાળવાની નરમ સપાટી પર થાય છે. તેનો રંગ સામાન્ય રીતે પીળો અથવા લાલ હોય છે. જો કે તે ખુબ જ દુખાવા દાયક હોય છે. પણ સંક્રામક નથી હોતા. તેનાથી પીડિત વ્યક્તિ ગરમ અને તીખી વસ્તુઓ પ્રત્યે સંવેદનશીલ હોય છે. મોઢાના ચાંદા આકારમાં ભિન્ન હોય છે અને મોઢાના ચાંદાના સટીક લક્ષણ એ વાત પર આધાર રાખે છે કે કોઈ વ્યક્તિને કોઈ ખાસ પ્રકારનું અલ્સર છે. તે સામાન્ય રીતે બે અઠવાડિયામાં ઠીક થઇ જાય છે. પણ લાંબા સમયે રહેવાથીત એ કોઈ ગંભીર બીમારીનો સંકેત આપે છે. મોઢાના ચાંદાનું કોઈ સચોટ કારણ નથી હોતું. પણ તે દરેક વ્યક્તિમાં અલગ અલગ કારણે થતા હોય છે. સામાન્ય રીતે તે હાર્મોનલમાં અસંતુલન, એસીડીટી, કબજિયાત, વિટામીન બી અને સી ની કમી, આયરન અને અન્ય પોષક તત્વોની કમીને કારણે થાય છે. આ સિવાય ધુમ્રપાન, મસાલેદાર ભોજન, દાંતથી જીભ અથવા ગાલનો અંદરનો ભાગમાં બટકું ભરાવું, તનાવ અને ગર્ભાવસ્થા અને જેનેટિક કારકોને કારણે થાય છે. પણ તેનો ઈલાજ કરી શકાય છે. ઘણી દવાના પ્રભાવથી તેને દુર કરી શકાય છે. તેમજ કેટલાક ઘરેલું ઉપાયો દ્વારા પણ તેનો ઈલાજ કરી શકાય છે.
આ ગંભીર બીમારીઓનો સંકેત હોય છે મોઢાના ચાંદા:- મોઢાના ચાંદા દરેક ઉંમરની વ્યક્તિને પ્રભાવિત કરે છે. વધુ સમય માટે મોઢાના ચાંદા રહેવાથી તે ખતરનાક થઇ શકે છે. પણ તે કેટલીક ગંભીર બીમારીનો પણ સંકેત આપે છે. ડાયાબિટીસ, ઈમ્યુન ડીસઓર્ડર, આંતરડામાં સોજા, સીલીએક ડીસીઝ, બેહેટ ડીસીઝ, એડ્સ.1) તુલસીના પાન:- તુલસીના પાન પોતાના ઔષધીય ગુણોને કારણે ઓળખાય છે અને સદીઓથી તેનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમને મોઢામાં ચાંદા પડ્યા છે તો તેનાથી છુટકારો મેળવવા માટે તુલસીના તાજા પાનને ચાવો, સાથે થોડા પાણીમાં મિક્સ કરો. આમ થોડા દિવસો સુધી કરવાથી લાભ થાય છે.
2) એલોવેરા જ્યુસ:- જો તમને મોઢામાં ચાંદા પડ્યા છે તો રાહત મેળવવા માટે આખા દિવસમાં થોડા થોડા પ્રમાણમાં એલોવેરા જ્યુસનું સેવન કરો. એલોવેરા માં પણ સોજા વિરોધી ગુણ હોય છે અને એલોવેરાનો રસ પેટના અલ્સરના ઈલાજ માટે પણ ફાયદાકારક છે. 3) જેઠી મધ:- જેઠીમધ પેટની સમસ્યાઓના કારણમાં થતા મોઢાના ચાંદા દુર કરવામાં મદદ કરે છે. તેને તમેં પીવાના પાણી અને મધની સાથે મિક્સ કરી શકો છો. આ તમારા પેટને સાફ કરવા અને અલ્સરના કારણ બનવા વાળા વિષાક્ત પદાર્થોને કાઢવામાં મદદ કરે છે.
4 ) ખાટા ફળો:- મોઢામાં અલ્સરનું કારણ વિટામીન સી ની કમી હોઈ શકે છે. શરીરમાં તેના પૂર્તિ માટે સંતરા જેવા વિટામીન સી યુક્ત ફળ સેવન કરવા જોઈએ. તમે દિવસ દરમિયાન બે સંતરાનું સેવન કરી શકો છો.
5 ) દહીં:- સામાન્ય રીતે મોઢામાં ચાંદા પેટમાં થતી ગરમીને કારણે થાય છે. જો કે અલ્સરથી જલન થાય છે. આથી આ રીતે મસાલેદાર અને ગરમ ભોજનથી દુર રહેવું જોઈએ. તમે અલ્સરમાં રાહત મેળવવા માટે ઠંડા દહીનું સેવન કરી શકો છો. દહીંમાં રહેલ ગુણ એસીડીટીની સમસ્યાને ઓછી કરીને પેટને ઠંડુ કરવાનું કામ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી