મિત્રો આપણને કબજિયાત એક સામાન્ય સમસ્યા લાગે, પરંતુ કબજિયાત એક ગંભીર સમસ્યાનું પણ રૂપ લઇ શકે છે. તો મિત્રો કબજિયાત ઘણા કારણોથી થાય છે. જેના પ્રબળ કારણ છે જીવનશૈલીમાં જ્યારે બદલવા આવે અથવા તો યોગ્ય સમય અનુસાર ભોજન ન લેતા હોઈએ. પરંતુ ઘણા લોકો હોય છે જેને કબજિયાતની સમસ્યા સતત રહેતી હોય છે. તો તેવા લોકોએ ખાનપાનમાં ખુબ જ ધ્યાન આપવું જોઈએ. પરંતુ મિત્રો ઘણા એવા ખોરાક પણ છે જે કબજિયાતમાં આપણને મદદરૂપ થાય. કબજિયાત દરમિયાન જો તે ખોરાકનું સેવન કરવામાં આવે તો કબજિયાતમાં ખુબ જ રાહત મળે છે.
પરંતુ ઘણા ખોરાક એવા પણ હોય છે જેનું સેવન કબજિયાત હોય ત્યારે આપણે બિલકુલ પણ ન કરવું જોઈએ. કેમ કે કબજિયાત દરમિયાન જો તે ખોરાકનું સેવન કરવામાં આવે તો આપણી સમસ્યામાં વધારો થઇ શકે છે. તો આજે આ લેખમાં અમે તમને અમુક એવા ખોરાક જણાવશું જેનું સેવન કબજિયાત સમયે બિલકુલ ન કરવું જોઈએ. તો ચાલો જાણીએ ક્યાં ક્યાં છે એ ખોરાક વિશે, જેનું કબજિયાત સમયે ક્યારેય ન કરવું જોઈએ.
સૌથી પહેલા છે ડેરી પ્રોડક્ટ્સ : ડેરી દ્વારા ઉત્પાદન કરવામાં આવેલ ચીજવસ્તુનું સેવન કરવાથી કબજિયાત થવાની સંભાવના વધી જાય છે. કેમ કે ડેરીના ઉત્પાદનમાં લેક્ટોઝ હોય છે જે કબજિયાત થવાનું કારણ બની જાય છે. સાથે સાથે ડેરી ઉત્પાદનોમાં ફેટનું પ્રમાણ પણ હોય છે અને તે પણ કબજિયાતનું કારણ બને છે. મોટાભાગે કબજિયાત થઇ હોય ત્યારે દુધની બનેલી વસ્તુનું સેવન ટાળવું જોઈએ.
ત્યાર બાદ છે કુકીઝ : મિત્રો કુકીઝમાં ફાયબરની માત્રા પણ ઓછી હોય છે અને સાથે તેમાં ફેટ પણ હોય. કેમ કે કુકીઝમાં રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટનો સ્ત્રોત પણ રહેલો હોય છે. તો બને ત્યાં સુધી કબજિયાત હોય ત્યારે કુકીઝ અને કોઈ પણ પ્રકારના બિસ્કિટ ન ખાવા જોઈએ. કેમ કે બિસ્કિટ અને કુકીઝ આપણી કબજિયાતને વધારે છે. ચોખા : મિત્રો ચોખા સામાન્ય રીતે પણ પચવામાં સરળ નથી હોતા. કોઈ સફેદ ચોખા હોય તે પચવામાં ભારે હોય છે તેના બદલામાં બ્રાઉન રાઈસ થોડા જલ્દી પચે છે. તો બને ત્યાં સુધી કબજિયાત રહેતી હોય તેવા લોકોએ વ્હાઈટ રાઈસનું સેવન ન કરવું જોઈએ. તેમાંથી બનેલી પણ કોઈ વસ્તુના સેવનથી દુર રહેવું જોઈએ.
તો મિત્રો હવે જાણીએ કે શા માટે થાય છે કબજિયાત : કબજિયાત ઘણા કારણોથી થાય છે, પરંતુ સામાન્ય અને પાયાના કારણો આ છે, તેમાં પાણી ઓછું પીવું, તળેલો ખોરાક વધારે લેવો, વજનને ઓછું કરવા માટે ડાયટ કરવું, મેટાબોલિઝમનું પ્રમાણ નીચું હોવું, સતત કોઈ એક જ જગ્યા પર બેસી રહેવું અથવા તો બેઠાડું જીવન હોવું અને રોજ એક સરખો ખોરાક જમવામાં લેવો. આં બધા કારણો આપણને સામાન્ય લાગે, પરંતુ આ મુખ્ય કારણો છે કબજિયાતના. કબજિયાતથી છુટકારો મેળવવાનો ઉપાય :કબજિયાત હોય ત્યારે સંપૂર્ણ તળેલો ખોરાક ન લેવો જોઈએ. ત્યાર બાદ દ્રાક્ષનું સેવન કરવું જોઈએ, કેમ કે દ્રાક્ષમાં ફાયબરનું પ્રમાણ ભરપુર હોય છે. તેના માટે એક મુઠ્ઠી દ્રાક્ષને રાત્રીના સમયે પાણીમાં પલાળી દેવાની અને સવારના સમયે તેનું ખાલી પેટ સેવન કરવાનું. આ ઉપાય તમને કબજિયાતમાં ખુબ જ રાહત આપે છે. દ્રાક્ષ પેટ ફૂલવાની સમસ્યામાં પણ રાહત આપે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google