નાળિયેરના તેલથી બનાવો રસોઈ…થઇ જશે હદયથી લઈને પાચનતંત્ર સુધીની બધી બીમારી દુર.

મિત્રો આજના સમયમાં લોકો ભાગદોડ ભર્યા જીવનમાં પોતાની સેહ્દને નજરઅંદાજ કરી નાખે છે. જેના કારણે ઘણી બધી બીમારીઓ લોકોને ઝકડી લેતી હોય છે. આજે કોઈ પાસે સમય નથી, પરંતુ સ્વસ્થ જીવનશૈલી દરેક વ્યક્તિને જોઈએ છે. પરંતુ ખરાબ ખાનપાનના કારણે કોઈ પણ વ્યક્તિની સેહ્દ સારી ન રહે. તો આજે અમે તમને આ લેખમાં નાળિયેર તેલ વિશે જણાવશું. આમ પણ નાળિયેર તેલ આપણી સેહ્દ માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તો મિત્રો જો આજના સમયમાં આપણે સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માંગતા હોઈએ તો નાળિયેર તેલને આપણા ડાયટનો હિસ્સો બનાવવો જોઈએ.

આપણા સ્વાસ્થ્ય માટે નાળિયેર તેલ ખુબ જ મદદરૂપ થાય છે. આપણા હૃદયથી લઈને પાચનતંત્ર સુધીની ઘણી બધી બીમારીમાંથી નાળિયેર તેલ રાહત આપે છે. પરંતુ જો નાળિયેર તેલમાં જમવાનું બનાવવામાં આવે તો આ બધી બીમારીઓ ખતમ થઇ જાય છે. એટલું જ નહિ શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ નાળિયેર તેલ મજબુત બનાવે છે. તેના સિવાય શરદી અથવા ઉધરસમાં પણ નાળિયેર તેલ ખુબ જ ફાયદાકારક હોય છે. દાંત અને હાડકાને પણ નાળિયેર તેલ મજબુત બનાવે છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે નાળિયેર તેલમાં રસોઈ બનાવવામાં આવે તો તેનાથી શું શું ફાયદા થાય છે. માટે આ લેખને અંત સુધી વાંચો.

આજના સમયમાં વજન વધવાની સમસ્યા ઘણા બધા લોકોને થઇ ગઈ છે. તેવામાં નાળિયેર તેલનું સેવન કરવામાં આવે તો વજનને કંટ્રોલ પણ કરી શકાય છે અને ઘટાડી પણ શકાય છે. મેટાબોલિક રેટ શરીરમાં નાળિયેર તેનું સેવન કરવાથી વધે છે. શરીરમાં મેટાબોલિઝમ સારું હોય તો તે તેજીથી ફેટને બર્ન કરે છે. નાળિયેર તેલ ખાવા અને ઉપયોગમાં લેવામાં આવે તો વજન ઓછું થાય છે.

પાચનતંત્ર પણ નાળિયેર તેલનું સેવન કરવાથી મજબુત બને છે. જો તમારું પાચનતંત્ર કમજોર હોય તો તેના માટે તમારે આજથી જ નાળિયેર તેલમાં જમવાનું બનાવવું જોઈએ. નાળિયેર તેલમાં ખાવાનું બનાવવામાં આવે તો અપચા જેવી સમસ્યાથી પણ છુટકારો મળે છે.તેની સાથે નાળિયેર તેલમાં બનેલ રસોઈનું સેવન કરવામાં આવે તો કફ અને પેટને સંબંધિત પરેશાની માંથી રાહત મળે છે.

શરીરની રોગપ્રતિકારક શક્તિને નાળિયેર તેલ વધારે છે. શરીરમાં રહેલા બેક્ટેરિયાથી નાળિયેર તેલ લડે છે. અને પેટને સંક્રમણનો સામનો કરતા બચાવે છે. વાયરલથી પણ નાળિયેર તેલ આપણને બચાવે છે.

શરીરમાં ફીટોન્સને નાળિયેર તેલ બનાવે છે. શરીરમાં સ્વાસ્થ્ય સેલ્સને ફીટોન્સ ઉર્જા આપે છે. શરીરમાં કેન્સર સેલ્સ સિવાય ફીટોન્સ બાકી સેલ્સને ઉર્જા આપે છે. ખાવામાં નાળિયેર તેલનો ઉપયોગ કરવાથી શરીર સ્વસ્થ્ય બને છે અને કેન્સર જેવી ખતરનાક બીમારીથી બચાવે છે.

હૃદયની સમસ્યા હોય તો પણ નાળિયેર તેલનું સેવન કરવું જોઈએ. તેનાથી હૃદયને લગતી દરેક સમસ્યા દુર થાય છે. લોરિક એસીડ નાળિયેર તેલમાં જોવા મળે છે. તે એક સારો કોલેસ્ટ્રોલ છે. શરીરમાં નાળિયેર તેલથી સારા કોલેસ્ટ્રોલની માત્રા વધે છે અને તે હૃદયની પરેશાનીને દુર કરે છે.

દાંત અને હાડકાઓને ન નાળિયેર તેલ મજબુત બનાવે છે. નાળિયેર તેલમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમની માત્રને પણ આપણા શરીરમાં વધારે છે. જેનાથી શરીરના હાડકા મજબુત બને છે અને દરેક પ્રકારના રોગથી હાડકાઓને બચાવે છે.

એન્ટીબેક્ટેરીયલ અને એન્ટીવાયરલના ગુણ નાળિયેર તેલમાં જોવા મળે છે. રોગપ્રતિકારક શક્તિ નાળિયેર તેલનું સેવન કરવાથી વધે છે. એટલું જ નહિ શરદી અને ઉધરસમાં પણ નાળિયેર તેલથી રાહત મળે છે.

વાળો માટે પણ નાળિયેર તેલ પણ ખુબ જ ફાયદાકારક હોય છે. વાળને ઘાટા અને લાંબા બનાવવા માટે ખુબ જ ઉપયોગી થાય છે. સાથે સાથે ત્વચા માટે પણ લાભકારી હોય છે. નાળિયેર તેલથી મસાજ કરવાથી ત્વચામાં ચમક આવે છે. એન્ટીઓક્સીડેન્ટનો ગુણ હોવાથી નાળિયેર તેલ ચહેરાની કરચલી પણ દુર કરે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment