સામાન્ય એવા મસાલાથી આ મહિલાએ પોતાનું વજન ઓછુ કર્યું… જાણો તેનો અનુભવ અને ડાયટ આ લેખમાં

મિત્રો આપણા શરીરનું વજન ઉતારવું એ ખુબ જ મુશ્કેલી વાળું કામ હોય છે. કેમ કે એક વાર શરીર વધવા લાગે ત્યાર બાદ તેને ઉતારવું ખુબ જ મુશ્કેલ બની જાય છે. પરંતુ જો કોઈ મહિલા હોય તો તેના માટે શરીરનું વજન ઉતારવું તે ખુબ જ મુશ્કેલ હોય છે. કેમ કે તેના પર જવાબદારી ખુબ જ હોય છે. કેમ કે એક પરણિત મહિલા તેના બાળકો અને પરિવારમાંથી પરવારી ન શકે. એટલા માટે વજન ઉતારવું એ ખુબ જ મુશ્કેલ બની જાય છે.

પરંતુ આજે અમે તમને એક 30 વર્ષની મહિલા વિશે જણાવશું, તેણે જીમ કે અન્ય કોઈ પણ કસરત વગર જ પોતાના વજનને ઓછું કરી નાખ્યું છે. તે પોતાના વજનને લઈને ખુબ જ ચિંતામાં રહેતી. પરંતુ તેણે પોતાના વજનને મૂળમાંથી અટકાવવાનું નક્કી કર્યું. તે મહિલાનું નામ છે શિખા શર્મા. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે કેવી રીતે  શિખાએ પોતાનું વજન ઘટાડ્યું તેના વિશે. તેનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. મિત્રો શિખા જણાવે છે કે, “મારો વજન વધારે હતો ત્યારે મારો આત્મવિશ્વાસ પણ ઓછો થતો ગયો. કોઈ જાહેર પ્રસંગ, ફેમેલી ફંક્શન હોય તો તેમાં જવા માટે હું ખુબ જ શરમનો અનુભવ કરતી. હું મોટાભાગે વેસ્ટર્ન કપડાં પહેરતા શરમ આવતી અને મને ખુબ જ ખચકાટ થતો. મને એવું હતું કે હું પરત મારા શેફમાં આવી શકીશ કે નહિ ? આવા પ્રશ્નો થતા હતા. ત્યાર બાદ મેં નક્કી કર્યું અને મારા જીવનમાં બદલાવ આવ્યો.”

શિખા જણાવે છે કે, મારા શરીરના વજનને ઉતારવા માટે જીમ જવા કરતા મારા ખોરાક પર વધારે આપ્યું. જેમાં સવારના સમયે અડધી ચમચી ધાણા પાવડર સાદા પાણી સાથે, અડધી ચમચી અશ્વગંધાનો પાવડર સાદા પાણી સાથે, ત્યાર બાદ રાયના દાણા અડધી ચમચી નોર્મલ પાણી સાથે લેવાનું શરૂ કર્યું. ત્યાર બાદ નાસ્તામાં એક જ રોટલી અને તે ચા અથવા કોફી સાથે. પરંતુ ચા અથવા કોફી ખાંડ વગર જ લીધી હતી. મારા વેઇટ લોસનું મોટું સિક્રેટ છે મારા રસોડામાં રહેલા મસાલાઓ.

ત્યાર બાદ બપોરના ભોજનમાં મને પસંદ હોય તેવા એક શાક સાથે બે રોટલીનું સેવન કરતી. તમને જણાવી દવ કે કોઈ પણ શાક હોય તે આપણને ચરબી નથી આપતું. પરંતુ આપણા રોજના ભોજનમાં લીલા મરચાનો સમાવેશ અવશ્ય હોવો જોઈએ. તે આપણી ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. ત્યાર બાદ નાની બે એલચી અને અડધી ચમચી ધાણાનો પાવડર સાદા પાણી સાથે લીધો.

ત્યાર બાદ સાંજના સમયે એક કપ ચા અથવા કોફી લેવાની અને તેની સાથે બિસ્કિટનું સેવન કરવાનું. રાતના ડિનરમાં લીલા શાકભાજીનું કોઈ પણ શાકનું સેવન કરવાનું અને સાથે બે રોટલી. ઘણી વાર હું રાત્રે ડિનરમાં ઈડલીનું પણ સેવન કરતી. સાથે એક વાટકો સાંભાર સાથે શાકનો વાટકો પણ સેવનમાં લેવાનો છે.

પરંતુ હું દર 15 દિવસમાં એક દિવસ એવો નક્કી કરતી કે તે દિવસે હું કોઈ પણ વસ્તુ છૂટથી ખાઈ શકું. જેમાં મને જે ઈચ્છા હોય તે ખોરાકનું સેવન કરતી. તો એક માતા તરીકે હું જીમ માટે અલગથી સમય કાઢી ન શકતી. મારી પાસે એવો સમય જ ન હતો કે હું જીમ જઈ શકું. પરંતુ મેં જીમ ગયા વગર જ મારા વજનને સંપૂર્ણ ઉતારી નાખ્યું. મેં મારા આહાર પર ધ્યાન આપ્યું. જેનું પરિણામ મને ચોક્કસ રીતે મળ્યું. સાથે સાથે રસોઈમાં ઘી અને સરસવના તેલનો ઉપયોગ પણ કર્યો.

આપણા ભારતમાં આપણે જુના ખોરાક પર આધાર રાખવો જોઈએ. તેનાથી આપણું વજન કંટ્રોલમાં રહે છે. પરંતુ મિત્રો આજે શિખા શર્મા પોતાને કાચમાં જુવે છે ત્યારે ખુબ જ ગર્વ અનુભવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment