મિત્રો આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવશું જે લોકોને બચાવવા માટે ભગવાન જેવું કાર્ય કરે છે. મિત્રો અમે વાત કરી રહ્યા છીએ પશ્વિમ બંગાળના કરીમુલ હક વિશે. જેમણે 30 વર્ષ પહેલા તેની માતાને ગુમાવી હતી. કરીમુલની માતાનું નિધન એ કારણે થયું હતું કે, તે સમયસર હોસ્પિટલ ન પહોંચી શક્યા. કરીમુલની માતાનું નિધન એમ્બ્યુલન્સનો ખર્ચ ન કરી શકવાના કારણે થયું હતું. કેમ કે તે સમયે તેની મદદ કરવા માટે કોઈ તૈયાર ન હતું.
આ વાત કરીમુલને ખુબ જ ખટકતી હતી, જેના કારણે કરીમુલ ખુબ જ દુઃખ રહેતા હતા. પરંતુ મહત્વની અને જરૂરી વાત એ છે કે, કરીમુલે પોતાના દુઃખને જ પોતાની તાકાત બનાવી લીધી. ત્યાર બાદ કરીમુલે પોતાની બાઈકને એમ્બ્યુલન્સ બનાવીને લોકોની સેવામાં જોડી દીધું. તો ખુદ જ આ સેવા માટે જાય છે. એક વાર કરીમુલનો મિત્ર ખુબ જ બીમાર પડી ગયો હતો. ત્યારે કરીમુલે પોતાના મિત્રને કમર પર બાંધીને 50 કિલોમીટર સુધી બાઈક ચલાવીને લઇ ગયા અને હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યારે તેમણે વિચાર્યું કે ન જાણે દુનિયામાં કેટલા એવા ગરીબ લોકો હશે જે સમયસર હોસ્પિટલ ન પહોંચી શકવાના કારણે પોતાના જીવને છોડવો પડે.
મિત્રો આ દુનિયામાં સૌથી મોટું જો કોઈ દર્દ હોય તો એ છે પોતાના સ્વજનને ખોવાનું. આ એક એવું દર્દ છે જે ખુબ જ લાંબા સમય સુધી વ્યક્તિને અંદરથી કમજોર કરી નાખે છે. પરંતુ ઘણા બધા એવા લોકો હોય છે જે ખુબ જ પરેશાની ઉઠાવતા હોય છતાં ખુદને બેબસ અને લાચાર સમજતા હોય છે. જેમણે ઘણા બધા દુઃખોને માત આપી હોય છતાં પોતે એકલા હોય તેવું મહેસુસ કરતા હોય છે.
ઘણા બધા એવા લોકો હોય છે જે આવા દુઃખને પાછળ છોડીને જિંદગીમાં કંઈક નવું કરવાનું નક્કી કરી લેતા હોય છે. તો આવા લોકો ઘણી વાર બીજા લોકો માટે એક મિસાલ બનીને સામે આવતા હોય છે. તો કરીમુલ દ્વારા પણ એવું જ કરવામાં આવ્યું. તેનું કાર્ય ખુબ જ ઉમદા પ્રકારનું છે. કરીમુલે એવું નક્કી કર્યું કે, આજ પછી મારા રહેતા કોઈ પણ વ્યક્તિને કંઈ નહિ થવા દવ. ત્યાર બાદ કરીમુલ દ્વારા બાઈક પર જ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી દીધી. પરંતુ મિત્રો પહેલા તેમની પાસે બાઈક ન હતી. પરંતુ કરીમુલને સમાજ સેવા માટે સૌથી પહેલા તેમણે બાઈક ખરીદ્યું અને તેને જ કરીમુલે એમ્બ્યુલન્સ બનાવી દીધું. તો હવે પોતાની બાઈક પર દર્દીને બેસાડીને કમર પર પટ્ટો બાંધીને હોસ્પિટલસુધી લઇ જાય છે.
એક રીપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું કે કરીમુલ દ્વારા લગભગ 5 હજાર લોકોના જીવા બચાવ્યા હશે. કરીમુલ એટલા બધા ફેમસ બની ગયા છે કે, ત્યાંના લોકો તેણે એમ્બ્યુલન્સ દાદા કહીને બોલાવે છે. કરીમુલને લોકો એમ્બ્યુલન્સ દાદાના નામથી પણ ઓળખે છે.
કરીમુલે પોતાના આ સેવાના કાર્યમાં પોતાની સેલેરીમાંથી 4 હજાર રૂપિયા ખર્ચ કર્યા છે. તેને સેવાના આ કાર્ય માટે પદ્મશ્રીથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો કરીમુલનું એક હજુ એવું સપનું છે કે એક સારી હોસ્પિટલ બનાવવામાં આવે અને ત્યાં ગરીબ લોકોનો ઈલાજ ખુબ જ સારી રીતે થાય. મિત્રો આ દુનિયામાં ઘણા બધા એવા લોકો છે કે જે સેવાનું કાર્ય પોતાના ખર્ચથી કરે છે. તેમનો હેતુ માત્રને માત્ર લોકોની સેવાનો જ હોય છે, તો આવા લોકો માટે મિત્રો કોમેન્ટ કરીને ખાસ જણાવો. અથવા તમે પણ જો કોઈ આવા સેવાભાવી વ્યક્તિ વિશે જાણતા હોવ તો કોમેન્ટમાં અવશ્ય જણાવો… અમે જરૂરથી તેમના પર તમામ માહિતી મેળવીને લેખ બનાવીશું.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google