ભારતીય નૌકાદળનો યુનિફોર્મ શા માટે સફેદ હોય છે….. જાણો તેની પાછળનું વિશેષ કારણ.

ભારતીય સૈનિકોનો યુનિફોર્મ એ દરેક લોકો માટે સમ્માનિય છે. જમીન પર દેશની રક્ષા કરતાં સૈનિકોમાં ખાખી રંગનો યુનિફોર્મ હોય છે. જ્યારે હવાઈ માર્ગે દેશની રક્ષા કરતાં સૈનિકો માટે પણ યુનિફોર્મ હોય છે. તેમ જ દરિયાઈ માર્ગે દેશની રક્ષા કરતાં સૈનિકો માટે સફેદ રંગનો યુનિફોર્મ હોય છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે નેવી આર્મીનો યુનિફોર્મ કેમ સફેદ હોય છે ? તો આ લેખમાં અમે તમને જણાવશું કે

જેમ તમે જાણો જ છો કે ભારતીય નેવી દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. ભારતીય નૌકાદળ પણ પૃથ્વી પરની એક મોટી શક્તિ છે. ભારતીય નૌકાદળના સૈનિકો સફેદ રંગનો યુનિફોર્મ પહેરે છે. એવું કહેવામાં આવે છે કે નૌકાદળમાં શક્તિ અને વર્ચસ્વ સફેદ રંગ ધરાવે છે. આથી નૌકાદળનો યુનિફોર્મ અલગ અને સુંદર હોય છે. આમ સફેદ યુનિફોર્મ ભારતીય નૌકાદળના સૈનિકો માટે ગૌરવ સમાન છે.આ સિવાય નેવીના વ્હાઇટ યુનિફોર્મ પર સુવર્ણ પટ્ટાઓ પણ હોય છે. જે દૂરથી ખુબ જ ચમકતા હોય છે. 1948 માં રોયલ નેવી યુનિફોર્મનો વિકાસ થયો. તે સમયે અધિકારીઓ માટે પ્રથમ યુનિફોર્મ નિયમ જાહેર કરવામાં આવ્યો. મુખ્ય રંગ નેવી બ્લૂ અને સફેદ રોયલ નેવીનો યુનિફોર્મ છે. નેવી વ્હાઇટ રંગના યુનિફોર્મ પાછળ પણ એક મોટું કારણ છે.

પ્રાચીન સમયમાં કપાસ વ્યાપક રીતે કપડાં બનાવવા માટે સફેદ રંગની સામગ્રી ઉપયોગમાં લેવાતી હતી. સૌથી જૂનો વૈશ્વિક વ્યવસાય નૌસેના છે. આ જ કારણ છે કે નૌકાદળના સૈનિકો જે કપડાં પહેરે છે તે સફેદ રંગના હોય છે.

રંગોની રંગાવલી સફેદ નથી. પરંતુ સાત રંગો મળીને સફેદ રંગ બનાવે છે અને સાત સમુદ્રના સંકલનનો સંકેત નૌસેનાનો સફેદ યુનિફોર્મ આપે છે. સફેદ એ સપ્તરંગી રંગોનું સંયોજન છે.

આ ઉપરાંત ઇલેક્ટ્રિકલ પાવરની નિષ્ફળતા, બ્લેકઆઉટ્સ અને સંકટ સમયનો સંકેત આ શિપ હોય છે. આ દરમિયાન સફેદ યુનિફોર્મ શોધ અને બચાવ માટે તેમજ ઓળખ માટે મદદ કરે છે. સફેદ યુનિફોર્મ સરળતાથી અંધારામાં દેખાય છે. ઉપરાંત, આ સફેદ યુનિફોર્મ પ્રકાશના સમયે સમુદ્રના વાદળી રંગથી પણ જુદો પડે છે.આ સિવાય વધુમાં આ વિષય અંગે ચર્ચા કરીએ તો ગરમીનું મોટું પરાવર્તક સફેદ રંગ છે. સૂર્યના તાપને સફેદ રંગ દૂર રાખે છે. જ્યારે ઘાટા કપડાં વધુ ગરમીને સહેલાઇથી શોષી લે છે. આમ નૌકાદળના જવાનોને ઉનાળામાં મુસાફરી કરવાની હોય છે અને તે સમયે આ યુનિફોર્મ તેમને ગરમીને બદલે ખુબ જ ઠંડક આપે છે.

આ સિવાય દરિયાઇ મુસાફરીમાં આરોગ્ય અને સ્વચ્છતાને અગ્રતા આપવામાં આવી છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફેદ યુનિફોર્મ ખુબ જ મદદરૂપ થાય છે. સફેદ રંગ એ તમામ રેડિયેશનથી બચાવે છે તેમજ સફેદ રંગ ગંદકી અને એક નાના એવા રંગને પણ બતાવે છે. આમ સફેદ યુનિફોર્મ સૈનિકોને સારું સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રોત્સાહિત કરે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment