ચાર અનાજ કરો આ ચાર દેવતાને અર્પણ… તેના ફળ સ્વરૂપે થશે આ મનોકામનાઓ પૂર્ણ..

આપણા સનાતન ધર્મમાં અન્નનું ખુબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કેમ કે આપણે એવું પણ માનવામાં આવે છે કે અન્નનો બગાડ એ પાપ સમાન છે. તો મિત્રો તમને જણાવી દઈએ કે અનાજનું મહત્વ આપણા જ્યોતિષ શાસ્ત્રમાં પણ ખુબ જ દર્શાવવામાં આવ્યું છે. કોઈ ધાર્મિક કાર્ય હોય અથવા તો કોઈ પૂજાનું કાર્ય હોય, બંનેમાં અનાજને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આપણે ત્યાં પહેલા ખેડૂતોને ત્યાં પહેલો પાક આવે ત્યારે તે ભગવાનને ચડાવતા. તેની પાછળ પણ ઘણા મહત્વના કારણો છે.

પરંતુ આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ પણ પૂજા હોય તેમાં અનાજનું મહત્વ રહેલું હોય છે. કોઈ પણ પૂજામાં અનાજનું સ્થાન ચોક્કસ અને નિશ્વિત રૂપે હોય છે. પરંતુ મિત્રો આજે અમે તમને ચાર એવા અનાજ વિશે જણાવશું જે ભગવાનને અર્પણ કરવામાં આવે તો આપણે ચાર મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. મોટાભાગની પૂજામાં મિત્રો ચોખાનું સ્થાન અવશ્ય હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, ચોખા સિવાય પણ અન્ય ત્રણ અનાજ એવા હોય છે જે અલગ અલગ ભગવાનને અર્પિત કરી શકાય. પરંતુ અમે ચાર અનાજ વિશે તમને જણાવશું, તેમાં અલગ અલગ મનોકામના પૂર્ણ કરવાની શક્તિ પણ રહેલી હોય છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે એ ચાર અનાજ ક્યાં ક્યાં ભગવાનને અર્પણ કરવા જોઈએ, અને તેના ફળ સ્વરૂપે આપણી શું શું મનોકામના પૂર્ણ થાય. માટે આં લેખને અંત સુધી અવશ્ય વાંચો.

સૌથી પહેલા છે ચોખા : મિત્રો ચોખાનો ઉપયોગ કરીને આપણે આપણા જીવનમાંથી આર્થિક સંકટને દુર કરી શકીએ છીએ. તો તેના માટે ઉપાય કરવાનો રહેશે, સાત વાર ચોખાને ધોઈને ભગવાન શિવજીને ચડાવવા જોઈએ. આ ઉપાય કરવાથી તમાર જીવનમાં ધનને લગતી કોઈ પણ સમસ્યા હોય તો દુર થાય છે. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પણ તમારા પર ખુબ જ કૃપા કરશે.

ત્યાર બાદ છે ઘઉં : મિત્રો એક દંપત્તિનું લગ્નજીવન લગભગ ત્યારે જ સફળ ગણાય જ્યારે તેના જીવનમાં એક બાળકનું આગમન થાય. તો તેના માટે ઘઉંનો એક ઉપાય તમારે કરવો જોઈએ. કોઈ ઉંચ્ચ પ્રકારના ઘઉં હોય તે ભગવાન વિષ્ણુને સમર્પિત કરવા જોઈએ. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ તમારા પર પ્રસન્ન થાય છે, અને તમને સંતાન પ્રાપ્તિ માટે આશીર્વાદ આપે છે. તેનાથી તમારી મનોકામના પૂર્ણ થશે.

આખા મગ : ઘણા લોકો બેરોજગારીથી કંટાળી ગયા હોય, અથવા તો કોઈ નોકરી કરતું હોય તો તેના જીવનમાં નોકરીને લઈને વારંવાર સંકટ આવતું હોય, તો તેના માટે માતા દુર્ગાને આખા મગ અર્પણ કરવા જોઈએ. આવું કરવાથી તમારા જીવનમાં રોજગાર માટેના બધા જ રસ્તાઓ ખુલી જશે અને નોકરી પર જો સંકટ આવતા હોય તો એ પણ દુર થવા લાગશે.

ચોથું અનાજ છે જુવાર : જો કોઈ વ્યક્તિના લગ્ન ન થતા હોય, અથવા સગાઈ થઈને તૂટી જતું હોય, તેના માટે તમારે ગુરુવારના દિવસે ભગવાન ગણપતિજીને હળદર અને જુવાર સમર્પિત કરવું જોઈએ. આ ઉપાય કરવાથી તમારા વિવાહનો યોગ ખુબ જ જલ્દી બની જશે.

પરંતુ મિત્રો દીકરીના લગ્નમાં થતી વિદાય સમયે આ ઉપાય કરવો જોઈએ. આ ઉપાયથી એવું માનવામાં આવે છે કે, દીકરીના ઘરમાં હંમેશા સૌભાગ્ય બની રહે છે. તો તેના માટે જ્યારે દીકરીના લગ્ન થઇ જાય અને ત્યાર બાદ દીકરીની વિદાય થતી હોય ત્યારે દીકરીના પાલવમાં થોડી દક્ષિણા રાખી દેવાની. તેનાથી દીકરીના ઘરમાં હંમેશા સૌભાગ્ય રહે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment