બ્રેઈનને રીલેક્સ કરતા આ 5 નિયમ, એક વાર અપનાવી જુઓ, થાકેલું મગજ તરત જ પાવરમાં આવી જશે.

દરેક લોકો અથવા તો પેરેન્ટ્સ પોતાના બાળકોને ખુબ જ તેજ અને સફળ બનાવવા માંગે છે અને તે માટે તેઓ ઘણા ઉપાયો પણ કરતા હોય છે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે, લોકો પોતાનું કામ સારી રીતે નથી કરી શકતા અથવા તો ઘણા વિદ્યાર્થી પણ પોતાનું હોમવર્ક બરાબર નથી કરી શકતા, તેમજ હાઉસવાઈફ પણ પોતાનું કામ સારી રીતે ન કરી શકતી, તે લોકો માટે આ 5 નિયમો ખુબ અસરકારક નીવડશે.

આ પાંચ ઉપાય એક પુસ્તકમાંથી લેવામાં આવી છે. ‘brain rules’ નામની Johan Medina ની આ બુક જેમાં તેમણે દરેક ઉંમરના લોકો તેમજ કોઈ પણ પ્રકારનું કામ કરતા લોકોને અનુરૂપ માનસિક નિયમો અંગે વાત કરી છે. ચાલો તો આ અંગે વિગતે વાત કરીએ.

> મગજ એક survival organ છે : જ્યારે આ પૃથ્વી પર મોટા મોટા જાનવરો હતા, તે સમયે માણસ પોતાનો બચાવ કરવા માટે શારીરિક રીતે નહિ, પરંતુ માનસિક રીતે એટલે કે પોતાના મગજનો ઉપયોગ કરીને તેનાથી બચવાનો રસ્તો કાઢતો હતો. તેવી જ રીતે એટલે આપણે પણ પોતાની ભૂલો દ્રારા શીખવાનું છે કે, હવે આગળ તેનાથી સારું કરવું પડશે. આવી રીતે જો કોઈ વિદ્યાર્થી સ્કુલ કે કોલેજમાં અથવા તો કોઈ વ્યક્તિ ઓફિસમાં પોતાના બોસ સાથે તાલમેલ નથી બાંધી શકતો, તે હંમેશા એક ઉણપની ભાવના અનુભવે છે. તે ક્ષેત્ર તેના માટે અનુકુળ નથી. આથી હંમેશા એવું ગ્રુપ ચોઈસ કરો જ્યાં તમારા વિચારોની કદર હોય, સમ્માન હોય.

> કસરત હંમેશા તમારા બ્રેઈન પાવરને વધારે છે : કસરત  મગજને શાંતિ તેમજ એનર્જી પ્રદાન કરે છે. એટલે કે, જો તમે કસરત કરો છો તો તેનાથી તમારું આખું બોડી ક્રિયાશીલ રહેશે. તેના કારણે મગજ સુધી એનર્જી પહોંચે છે. એક રીસર્ચમાં એ વાત સામે આવી છે કે, જો તમે કસરત કરો છો તો તે તમારા મગજને વધુ મજબુત બનાવે છે. ખાસ કરીને જો તમે ચાલવું, સ્વીમીંગ કરવું, સાયકલ ચલાવવી વગેરેથી તમારા દરેક અંગો ક્રિયાશીલ રહેશે.

> પુરતી નીંદર કરવી બ્રેઈન માટે ખુબ જરૂરી છે : દરેક લોકોએ ઓછામાં ઓછી 7 કલાકની નીંદર લેવી જોઈએ. કારણ કે પુરતી નીંદર જ તમને માનસિક રીતે સ્વસ્થ રાખે છે. ઘણા લોકોને જ્યારે રાતના સમયે પુરતી નીંદર નથી થતી તો તેને બપોરના સમયે ખુબ જ નીંદર આવે છે. તો આવા સમયે તમારે 15-20 મિનીટ સુધીની ઝપકી જરૂર લેવી જોઈએ. આમ મગજને તંદુરસ્ત રાખવા માટે જરૂરી છે કે મગજને પુરતો આરામ અપાવો.

> આપણું મગજ લાંબા સમય માટે ટેન્શન લેવા માટે નથી બન્યું : જો તમે તમારા મગજને વધુ પડતું ટેન્શન આપો છો, નકામા વિચારો કરીને મગજમારી કરો છો તો તમારી બધી જ એનર્જી વેસ્ટ જાય છે. આ ટેન્શન તમારા લોહીના કણોને શીથીલ કરે છે. તેના કારણે પછી હાર્ટએટેક જેવી સમસ્યા થાય છે. કોઈ ભયજનક સ્થિતિમાં તમે હો ત્યારે તમારા શરીરમાંથી એક વિશેષ પ્રકારના હોર્મોન નીકળે છે, જે સ્થિતિ સ્થિર થતા ઓછા થવા લાગે છે. પરંતુ આ હોર્મોન ટેન્શનના લીધે શરીરને નુકસાન પણ કરે છે.

> દરેકનું મગજ એક યુનિક પીસ છે :  એટલે કે દરેક લોકો એક જ વિષયને લઈને એક સરખું જ વિચારતી હોય તેવું જરૂરી નથી. દરેક લોકો દરેક વસ્તુને લઈને અલગ અલગ વિચારે છે. રીસર્ચ મુજબ એવું જાણવા મળ્યું છે કે, જ્યારે કોઈ એક વ્યક્તિને કોઈ એક્ટ્રેસની ફોટો દેખાડવામાં આવી ત્યારે તેના મગજમાંથી એક વિશેષ પ્રકારની તરંગ જોવા મળી હતી. પણ જ્યારે તેને અન્ય વસ્તુ દેખાડવામાં આવી તો એવું કશુય ન થયું. આથી તમે પણ વિચારો કે તમારું મગજ દરેક વસ્તુ માટે યુનિક વિચાર ધરાવે છે.

Leave a Comment