જાણો ભારતના વીર શહીદ જવાન વિશે મેજર શેતાન સિંહ વિશે, જેનાથી યુદ્ધ પછી પણ ડરતું રહ્યું ચીન.

સરહદની વાત આવે એટલે સ્વાભાવિક છે કે, બધા લોકોમાં વીરતાની ભાવના ઉદ્દભવી જાય છે. એક એવો વીરરસ જેમાં લોકો આનંદ સાથે જંપલાવી દુશ્મનોને હારનો સ્વાદ ચખાડે છે. આ વીરતા આપણા ભારતીય સૈનિકોમાં કૂટ કૂટ ભરેલી છે. દુશ્મનોને માત આપી જ્યારે એક જવાનનું મસ્તક ઉચું થાય છે, ત્યારે ખરેખર તેમાં સમગ્ર દેશનું મસ્તક ગર્વથી ઉચું થઈ જાય છે.

આપણા પાડોશી દેશો જેમ કે પાકિસ્તાન અને ચીનની સરહદ ભારતને મળે છે. આ બંને સરહદ એવી છે જ્યાં અવારનવાર દુશ્મનો દ્રારા ઘુસણખોરી કરવામાં આવતી રહે છે. પરંતુ ભારત હંમેશા શાંતિ ઈચ્છનારો દેશ રહ્યો છે. તેથી જ દુશ્મનોને ક્યારેય પલટીને જવાબ નથી આપ્યો. પરંતુ તેનો મતલબ એવો નથી કે, ભારતીય જવાન ડરપોક છે. આજે પણ ભારતીય ફોજમાં એવા મહાન અને પરાક્રમી જવાનો છે જે દુશ્મનોને ક્ષણમાં જ મિટાવી શકે છે.

જેમ તમેં એ જાણતા જ હશો કે લદ્દાખની ગલવાન ઘાટીમાં આપણા સૈનિકો પર ચીની ફોર્જે પત્થર મારો કર્યો છે. જે બિલકુલ ગેરરીતીનું પ્રદર્શન કરે છે. તે ચીની સરકારનું શરમ ભરેલું કાવતરું કહી શકાય. આ હુમલામાં ભારતના ઘણા જવાન શહીદ થઈ ગયા. જો કે શહીદોના બલિદાન પર પ્રધાનમંત્રીએ પણ શોક વ્યક્ત કર્યો અને તેનો જવાબ આપવા તૈયારી બતાવી છે. પરંતુ આજે અમે જણાવશું કે 1962 માં થયેલા યુદ્ધમાં એક જવાન એવો હતો, જેનાથી ચીની ફોજ ખુબ જ ભયભીત હતી. ચાલો તો અંગે વધુ વિગતે જાણી લઈએ. લગભગ 45 વર્ષ પછી ભારતીય સૈનિક ચીનની સીમા પર સશસ્ત્ર બળ દ્રારા શહીદ થયા છે. જ્યારે 1962 ના યુદ્ધમાં એક સૈનિકથી આ જ ચીની સેના ડરતી હતી.

જ્યારે 1962 નું યુદ્ધ થયું તે સમયે થોડા જ દિવસો પછી ત્યાંથી બરફમાં દટાયેલા ભારતીય સૈનિકોની લાશ મળી હતી. આ જવાનોમા ખુબ જ બહાદુર અને પરમવીર રાજસ્થાન નિવાસી મેજર શેતાન સિંહનો પણ સમાવેશ થાય છે અને આ શેતાન સિંહના નામથી જ ચીની સેના ડરતી હતી. 1962 ના યુદ્ધમાં તે જ હીરો હતા. તેમનું આખું નામ શેતાન સિંહ ભાટી હતું. તેમના આ જ યુદ્ધમાં કરેલા પરાક્રમને જોઈને તેમણે મરણ ઉપરાંત પરમવીર ચક્રથી બિરદાવવામાં આવ્યા હતા.

18 નવેમ્બર 1962 ના દિવસે જ્યારે ચીની સેનાએ ભારત પર પોતાના સૈનિકો સાથે હુમલો કર્યો હતો. આ સમયે તે સરહદ પર માત્ર 120 જવાન જ હતા, જ્યારે ચીને 2000 સૈનિકો સાથે આક્રમણ કર્યું હતું. ત્યારે શેતાન સિંહને હુમલાનો અંદાજ આવી ગયો, ત્યારે તેણે રેડિયો સંદેશ મોકલી મદદ માટે અપીલ કરી હતી. પરંતુ દુઃખની વાત એ હતી કે, ત્યારે એવું કહેવામાં આવ્યું કે હાલ કોઈ મદદ પહોંચી શકે તેમ નથી. ત્યારે શેતાન સિંહે પોતાના જવાનોને કહ્યું કે, ‘આપણી પાસે શસ્ત્રો ઓછા અને દુશ્મનો વધારે છે અને પ્રયત્ન કરીએ કે એક પણ ગોળી વ્યર્થ ન જાય. આ યુદ્ધ પૂરું થયા પછી લગભગ 3 મહિનાનો સમય વીતી ચુક્યો હતો. જ્યારે શેતાન સિંહ વિશે કોઈ જાણકારી મળતી ન હતી. આ સિવાય ત્યાં રેજાંગમાં બરફ વધુ હોય પ્રમાણમાં હોય છે. તેથી જ્યારે રેજાંગનો બરફ પીગળી ગયો ત્યાર પછી જવાનોએ તેમને ગોતાવાના શરૂ કર્યું.

આ સમય દરમિયાન એક ભરવાડ પોતાના ઘેંટાને ચરાવવા માટે રેજાંગમાં જાય છે. તે સમયે એક મોટી શીલા સાથે વર્દી પહેરેલા થોડા જવાનો દેખાઈ રહ્યા હતા. આ વિશેની સુચના તેણે ત્યાંના અધિકારીને આપી. આમ ભરવાડના કહેવાથી જ્યારે સેના ત્યાં ઘટના સ્થળે પહોંચી તોએ દ્રશ્ય જોઈ બધા જ અધિકારીના હોશ ઉડી ગયા. સૈનિકો હજી પણ એ જ હાલતમાં હતા જેમ તેઓ જાણે યુદ્ધ લડી રહ્યા હોય અને તેમના હાથમાં હથિયાર હોય…એટલા માટે ચીની સેના ડરતી હતી.

Leave a Comment