મિત્રો, દુનિયામાં બધા લોકોની આદત અલગ અલગ હોય છે અને તેઓ પોતાની આદત મુજબનું વર્તન કરતા હોય છે. ઘણા લોકોને પોતાની દરેક વસ્તુઓ, અથવા તો પોતાના દરેક કામ પરફેક્ટ રૂપે જ કરવા ગમે છે. જ્યારે ઘણા એવા લોકો હોય છે જેની વસ્તુઓથી માંડીને દરેક કામમાં અવ્યવસ્થા હોય છે. આ વાત થોડી તમને અલગ લાગશે કે, શા માટે આપણું દરેક કામ વ્યવસ્થિત રૂપે થવું જોઈએ ? તેની પાછળ તાર્કિક તેમજ અલૌકિક શક્તિઓ રહેલી છે. જે મહદંશે તમને વૈજ્ઞાનિક લાગશે.
આ વાતને એક ઉદાહરણ દ્રારા સમજીએ. તમે રુદ્રાક્ષને જોયો હશે. રુદ્રાક્ષ માટે કહેવાય છે કે હિમાલયમાં 6500 થી લઈને 12,000 ફૂટ ઉંચે ઉગે છે. તેની વિશેષતા એ છે કે, જો આ રુદ્રાક્ષ પાસે સકારાત્મક વસ્તુ લઈ જવામાં આવે તો તે ઘડિયાળની દિશામાં ફરવા લાગે છે. પરંતુ જો તેની પાસે નકારાત્મક વસ્તુ લઇ જવામાં આવે તો તે ઘડિયાળની ઉલટી દિશામાં ફરે છે.
આ માટે એક પ્રયોગ કરી જુઓ. જો તમરી પાસે રુદ્રાક્ષ છે, તેને કોઈ પણ વ્યવસ્થિત સંકેલા કપડાની પાસે લઇ જાવ, તો તરત જ રુદ્રાક્ષ ઘડિયાળની દિશામાં ફરશે. પરંતુ જ્યારે આ જ કપડાને અવ્યવસ્થિત કરી નાખો પછી જો તમે તેની પાસે રુદ્રાક્ષ લઇ જશો તો રુદ્રાક્ષ ઘડિયાળની ઉલટી દિશામાં ફરશે.
આ પ્રયોગ દ્રારા અમે તમને એટલું જણાવવા માંગીએ છીએ કે, તમે પણ તમારી વસ્તુઓને વ્યવસ્થિત રાખતા શીખો. કદાચ નાનપણથી તમારા માતા-પિતાએ તમને તમારા કપડા વ્યવસ્થિત રાખતા શીખવ્યું હશે. આ સિવાય તમારી પથારી વાવાસ્થિત રાખવી જોઈએ, કપડાની ઘડી કરવી જોઈએ. આપણા દેશમાં આપણને એવું કહેવામાં આવે છે કે, જ્યારે તમે સુઈને ઉઠો ત્યાર પછી પોતાની પથારી સંકેલીને વ્યવસ્થિત મૂકી દો. જો તેવું ન કરો તો તમારી પથારી પર શેતાન આવીને નાચશે.
આપણે જીવનમાં જેને શેતાન કે પ્રેત કહીએ છીએ વાસ્તવમાં તે જીવનની નકારાત્મક ઉર્જા છે, જ્યારે આપણે જેને દિવ્ય શક્તિ કહીએ છીએ તે જીવનનું સકારાત્મક રૂપ છે. આમ જીવનમાં દરેક વસ્તુને તેની સાચી જગ્યા પર રાખવાનો આગ્રહ રાખવો જોઈએ.
તમે જોતા હશો કે વડીલોની વસ્તુઓ રાખવાની આદત એકદમ જુદી જ હોય છે. તેની પાછળ પણ ઘણું જ્ઞાન રહેલું છે. જેમ કે પહેલાંના સમયમાં આંબલી અને મીઠા હંમેશા એક સાથે રાખેલા હોય છે. કારણ કે તેની ઉર્જાની અસર પણ મનુષ્યના જીવન પર પડે છે.
આ કહેવા પાછળનું કારણ એ જ છે કે માનવ કંઈ રીતે પોતાની ઉચ્ચ સ્પંદન શક્તિ દ્રારા કોઈ પણ કામ કરી શકે છે. આ દેશનો દરેક ખેડૂત પણ બૌદ્ધિક રીતે બધું કરે છે અને તે જાણ્યા વગર કોઈ પણ કાર્ય નથી કરતો.
હવે આપણે યોગની વાત કરીએ તો, યોગ એ જીવન માટે જરૂરી છે. અન્ય લોકો એ જોયું હશે કે કોઈ પણ માણસને કંઈક શીખવવામાં આવે તો તેમાં તેનું ડહાપણ વધુ જોવા મળે છે. ત્યારે તે લોકો આ યોગને એક સંસ્કૃતિક રૂપ આપી દીધું. જેમ કોઈ માતા પોતાના બાળકને દાંત સાફ કરવા માટે બ્રશ કરતા શીખવે છે તેવી જ રીતે દરેકના જીવનમાં યોગ આવી જાય.
જ્યારે અગત્સ્ય મુનીએ આખા દક્ષિણ દ્રીપને એ સમજ આપી હતી કે, મનુષ્યએ પોતાનું શુભ કાર્ય સંપન્ન કરવાનું છે, ત્યારે દરેકને ખબર હતી કે યોગ જરૂરી છે. ઘણા લોકો ઘણા સમયથી યોગ દ્વારા અનેક આસનો કરતા શીખી ગયા હશે. તો તેમને ખ્યાલ હશે કે એક ઉદાહરણ દ્રારા સમજીએ. તમે બે શર્ટ લો, તેમાંથી એકને ગોળ ગોળ વીટોલી લો અને 3 દિવસ માટે એક જગ્યા પર મૂકી દો, જ્યારે બીજી શર્ટને એકદમ સંકેલી, વ્યવસ્થિત રીતે એક જગ્યા પર મૂકી દો. હવે 3 દિવસ પછી વારાફરતી બંનેને પહેરો અને અનુભવો કે શું થાય છે.
આમ દરેક વસ્તુઓને તેની સાચી જગ્યા પર મુકવાથી એક સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે અને આનંદનો અનુભવ થશે. જ્યારે અવ્યવસ્થિત રહેલી વસ્તુની નકારાત્મક ઉર્જા પણ તમારા પર પ્રભાવ નાખશે.