ચીનના વિરોધમાં સુરતમાં ચાઇનીઝ કંપનીનું ટીવી બાલ્કનીમાંથી ઘા કરી દીધું, વાયરલ થયેલ વિડીઓ જુઓ.

લગભગ કોરોનાનું સંક્રમણ આપણા દેશ અને દુનિયામાં ફેલાયું ત્યાર બાદથી લઈને આજ સુધીમાં ચીન દુનીયાન દરેક દેશોની આંખે ચડી ગયું છે. તો ચીન અને અમેરિકા વચ્ચે ઘણા સમયથી દુશ્મની ચાલી આવે છે. અમેરિકા મહાસત્તા હોવાથી ચીનને આ વાત લગભગ ખુબ જ લાંબા સમયથી ખટકી રહી છે. તો હાલ ભારતના સંબંધો દુનિયાના મોટાભાગના દેશો સાથે ખુબ જ સારા જોવા મળી રહ્યા છે તેમાં અમેરિકા પણ શામિલ છે. તો આ બાબતને લઈને ચીનને ભારત સાથે પણ દુશ્મની રાખી છે.

તો ચીના ભારત વચ્ચે ઝપાઝપી થઈ હતી. તેમાં આપણા ઘણા સૈનિકો શહીદ થયા છે. તો તેને લઈને હાલ ભારત અને ચીન વચ્ચે ગરમાવો ઉભો થયો છે. પરંતુ તેની સાથે આપણા દેશની અંદર પણ લોકો ચાઈનાની વસ્તુનો ખુબ જ વિરોધ કરી રહ્યા છે. તો ચાઈનાના વિરોધ માટે તેની વસ્તુઓને તોડતો એક વિડીયો વાયરલ થયો છે. લદ્દાખની ગલવાન ઘાટી પર ચીની સૈનિકો સાથે હિંસક ઝપાઝપી થઈ હતી. તેમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. તેના કારણે દેશમાં ચીન દ્વારા જે વસ્તુનું નિર્માણ કરવામાં આવ્યું હોય તેનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. તેની વચ્ચે સોશિયલ મીડિયામાં એક વિડીયો ખુબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે. તો તે વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, એક વ્યક્તિએ તેના ઘરની બાલ્કનીપરથી મેડ ઇન ચાઈનાનું ટીવી નીચે ફેંકી દીધું હતું.

આ વિડીયો સુરતનો છે. સુરતમાં એક આવાસીય સોસાયટીના નિવાસીઓએ મળીને ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનું બીડુ ઉઠાવ્યું છે. સાથે જ તેમણે પાડોશી દેશ વિરુદ્ધ રોષ પ્રગટ કરવા માટે પત્રકારોની સામે ચીન દ્વારા બનાવવામાં આવેલ એલસીડી ટીવી તોડી નથી નાખ્યું હતું. સુરત શહેરના વરાછામાં પંચરત્ન ગાર્ડન સોસાયટીની બહાર એક નોટીસ ચિપકાવેલી છે. તેના પર લખ્યું છે કે, આજથી અમે ચીન દ્વારા નિર્મિત બધી જ વસ્તુઓના ઉત્પાદનનો બહિષ્કાર કરીએ છીએ. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો.

તમને જણાવી દઈએ કે, પૂર્વીય લદ્દાખમાં સોમવારની રાત્રે ગલવાન ઘાટીમાં ચીની ચીની સૈનિકો સાથે હિંસક ઝપાઝપીમાં આપણા ભારતીય સેનાના એક કર્નલ સહિત 20 સૈનિકો શહીદ થયા છે. છેલ્લા ઘણા સમયથી ચીની સાથે ટકરાવ થયો ન હતો. પરંતુ હાલ ચીનનો વિરોધ આખા વિશ્વમાં થઈ રહ્યો હતો. પરંતુ ભારતમાં હાલ ચીન પર આખો દેશ રોષે ભરાયો છે.

Leave a Comment