એક એવી પરંપરા જ્યાં દુકાનદાર નહિ, માત્ર પૈસાના ડબ્બો અને દુકાન જ હોય છે.

મિત્રો આપણે જાણીએ છીએ કે આખો દિવસ દુકાનનો માલિક દુકાન પર હાજર હોય છે અને રોજ રાત્રીનો સમય થાય એટલે દુકાનો બંધ થઈ જતી હોય છે. તો આવા એ સ્વાભાવિક છે કે કોઈ પણ દુકાન હોય તે માલિક વગર ક્યારેય નથી ચાલવાની. કેમ કે કોઈ પણ વસ્તુનું સંચાલન કરવું ખુબ જ આવશ્યક હોય છે, જો સંચાલન કરવામાં ન આવે તો એ વસ્તુ હોય કે દુકાન અસ્તવ્યસ્ત થઈ જાય છે. પરંતુ આજે એક રાજ્યની એક એવી દુકાન વિશે આ લેખમાં જણાવશું જ્યાં, દુકાનમાં તેના માલિક હાજર જ નથી હોતા અને તેમ છતાં પણ એ દુકાન ચાલે છે. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી.

તે રાજ્યનું નામ છે મિઝોરમ. મિઝોરમ રાજ્યની એક એવી અદ્દભુત પરંપરા છે, જેને જાણીને લગભગ દરેક વ્યક્તિને આશ્વર્ય થાય, અને જાણ્યા બાદ તમને પણ થશે. મિઝોરમ રાજ્યની રાજધાની આઈઝોલથી થોડા અંતર પર સેલિંગ નામનું એક શહેર આવેલ છે. તો ત્યાં જે સ્થાનીય સમુદાય રહે છે, તેમાં ખુબ અદ્દભુત અને અનોખી પરંપરા જોવા મળી છે. તે લોકો એ પરંપરાનું પાલન પણ કરી રહ્યા છે. તે પરંપરા એવી છે કે, ત્યાં કોઈ પણ દુકાનદાર વગર જ દુકાનો ચાલે છે. 

જો કે આ વાતની જાણ ટ્વિટર દ્વારા થઈ હતી. ટ્વિટરમાં ‘માય હાઉસ ઇન્ડિયા’ નામના એક ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ દ્વારા આ પરંપરા અને દુકાનનો ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો. ટ્વિટરની આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, ‘અહિયાં દુકાનદાર પોતાની દુકાન ખોલે છે અને પૈસા રાખવા માટે એક ડબ્બો દુકાનમાં મૂકી દે છે. આ દુકાનો વિશ્વાસના સિદ્ધાંત પર ચાલે છે, લોકો જે કંઈ પણ ઈચ્છે એ લઈ શકે અને પૈસાને આ ડબ્બામાં મૂકી છે.’

તો મિત્રો આ એક સંસ્કૃતિ છે, જેને ‘નગહા લો ડાવર સંસ્કૃતિ’ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પરંપરાના ચાલતા કોઈ પણ દુકાનદાર વગર જ દુકાન ખોલવામાં આવે છે. દુકાનમાં દુકાનદારની હાજરી જ નથી હોતી. તો આ પરંપરાનો વિડીયો અને ફોટો ઘણી વાર સોશિયલ મીડિયામાં જોવા મળે છે. તેવી જ આ ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

તો ટ્વિટર પર ટ્વિટ કરવામાં આવેલા આ પોસ્ટ યુઝર ખુબ જ વાયરલ કરી રહ્યા છે. લોકો આ પોસ્ટને ખુબ જ પસંદ કરી રહ્યા છે અને પોતાનો અભિપ્રાય પણ જણાવી રહ્યા છે. તો આ બાબતને લઈને એક યુઝર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, ‘આપણા ભારતમાં “વિભિન્નતામાં એકતા” લગભગ આ કારણે જ કહેવામાં આવ્યું છે.’ તો મિત્રો મિઝોરમની આ પરંપરા આપણને શીખ આપી જાય છે. 

Leave a Comment