કેળાની ખરીદી કરતા સમયે આટલી વસ્તુઓ પર ખાસ ધ્યાન કરવું, થશે તેનો ફાયદો.

મિત્રો સામાન્ય રીતે કેળાની સિઝન હવે ચાલુ થઈ છે. પરંતુ આપણા જોઈએ છીએ કે હવે કેળા સામાન્ય રીતે બજારમાં 365 દિવસ મળી રહે છે. કેમ કે કેળાનું ઉત્પાદન હવે બારે માસ થઈ રહ્યું છે. તો આજે અમે તમને આ લેખમાં કેળાની એક ખાસ વાત વિશે જણાવશું. જે સામાન્ય રીતે દરેક લોકોને ખરબ હોવી જોઈએ. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. 

ઉપર જણાવ્યું તે અનુસાર કેળા એક માત્ર એવું ફળ છે જે, બારે માસ માર્કેટમાં સામાન્ય રીતે મળી રહે છે. આમ તો કેળા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. કેમ કે ડોક્ટરો પણ રોજ એક કેળાનું સેવન કરવા માટે જણાવે છે.  તમને જણાવી દઈએ કે કેળાનું સેવન કરવામાં આવે તો આપણને તુરંત એનર્જી મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ જ આવશ્યક પણ હોય છે. તો આ બધું તો સાચું જ છે, પરંતુ કેળાની ખરીદી કરતા સમયે પણ અમુક ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે કેળા ખરીદવાની સાચી પદ્ધતિ શું હોય છે ?  

જો કેળા ખરીદવા સમયે અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો, કેળાના ગુણ અને સ્વાદમાં ખુબ જ લાભ મળે છે. માટે તમે પણ આ લેખને વાંચો અને જાણો કેળા ખરીદવા સમયે કંઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 

સૌથી પહેલા કેળાનો રંગ : સૌથી પહેલા કેળા ખરીદતા સમયે એ ધ્યાન રાખવાનું કે, જે કેળા તમે ખરીદો એ સંપૂર્ણ પીળા રંગના હોવા જોઈએ. જો તેમાં લીલા અડધું લીલા રંગનું જોવા મળે તો એ કેળા ખરીદવા ન જોઈએ. પરંતુ તમને જણાવી દઈએ કે અમુક લીલા કેળા પણ આવે છે. પરંતુ પીળા કેળામાં જો લીલા રંગની છાંટ જોવા મળે તો ન ખરીદવા. માત્ર પીળા રંગના કેળા જ ખરીદવા. 

કાળા નિશાન વાળા કેળા ન ખરીદવા : જે કેળા પર કાળા નિશાન કે દાગ પડી ગયા હોય તેને પણ ન ખરીદવા જોઈએ. કેમ કે કાળા દાગ વાળા કેળા ખુબ જ જલ્દી ખરાબ એટલે કે બગડી જાય છે. ત્યાર બાદ તેને ફેંકી દેવા પડે છે. માટે કેળા બહુ દાગ વાળા ન ખરીદવા.

વધુ સંખ્યામાં કેળા ન ખરીદવા : મિત્રો આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, એક સાથે વધુ પ્રમાણમાં કેળાની ખરીદી ન કરવી જોઈએ. જેટલા કેળાનું સેવન તમારા ઘરમાં થઈ શકે એટલી સંખ્યામાં જ કેળા ખરીદવા જોઈએ. 

સાઈઝ જોઈને કેળા ખરીદવા : કેળા ખરીદતા સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે કેળાની સાઈઝ મોટી હોવી જોઈએ. મોટી સાઈઝના કેલા એટલા માટે ખરીદવા કહેવામાં આવે છે કેમ કે, મોટા કેળા સ્વાદમાં ખુબ જ મીઠા હોય છે અને તે પૂરી રીતે પાકી પણ જાય છે. 

એક ખાસ ધ્યાન એ પણ રાખવાનું કે, કેળા હંમેશા પાકી ગયેલા જ ખરીદવા, કેમ કે કાચા કેળા આપણને પેસ સંબંધી અને કફની સમસ્યા કરાવી શકે છે. માટે યોગ્ય પાકી ગયેલા કેળાનું જ સેવન કરવું જોઈએ. તો જે કેળાની છાલ લીલા રંગની હોય તે બરોબર પાકેલા ન હોય. તો એ પ્રકારના કેળાનું સેવન ન કરવું જોઈએ. જો કેળાની છાલ લીલા કલરની હોય અને તમે કેળા ખરીદી લો, તો તેને સંપૂર્ણ પીળા ન થાય ત્યાં સુધી પડ્યા રહેવા દો. અને સંપૂર્ણ પીળા થાય ત્યાર બાદ તેનું સેવન કરો. 

Leave a Comment