આપણા દેશની 10 જૂની કંપનીઓ, જે વર્ષો પહેલા બની છે અને આજે બનાવી લીધું છે મોટું નામ.

આપણા દેશ અને દુનિયામાં સ્ટાર્ટઅપ ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. કેમ કે આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિને ખુબ પર નિર્ભર રહેવું પસંદ છે. પરંતુ અમુક એવા પણ વ્યક્તિઓ છે જેમણે ભવિષ્યની ચિંતા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખતા વર્ષો પહેલા જ અમુક કંપનીઓના નિર્માણ કરી ચુક્યા છે. તો આજે અમે તમને આ લેખમાં દેશની 10 એવી કંપની વિશે જણાવશું જે ભારતની સૌથી જૂની કંપનીઓ છે અને આજે પણ તેનું વર્ચસ્વ દેશમાં જોવા મળી રહ્યું છે. તો આજે અમે તમને જે કંપની વિશે જણાવશું તે દેશની સૌથી જૂની કંપની છે, અને તેના વિશે ખુબ જ ઓછા લોકો જાણતા હોય છે. તો ચાલો જાણીએ કંઈ છે એ 10 કંપનીઓ.

જેસોપ એન્ડ કંપની : 1788 માં એક બ્રિટીશ એન્જિનિયર વિલિયમ જેસોપે  જેસોપ એન્ડ કંપનીની સ્થાપના કરી હતી. પરંતુ એ પહેલા આ કંપનીને બ્રિન એન્ડ કંપનીના નામથી ઓળખવામાં આવતી હતી. તમને જણાવી દઈએ કે કોલકત્તાનો હાવડા પુલ બનાવવાનો સંપૂર્ણ શ્રેય આ કંપનીને જાય છે. પરંતુ હવે જેસોપ એન્ડ કંપની રુઈયા સમુહમાં શામિલ થઇ ગઈ છે.

બોમ્બે ડાઈંગ કંપની : ડાઈંગ કારોબારમાં વધારે નુકશાન આ કંપનીએ ટેક્સટાઈલમાં પોતાના બિઝનેસને તબદીલ કરી નાખ્યો હતો. તો બોમ્બે ડાઈંગ કંપનીની શરૂઆત વર્ષ 1879 માં થઈ હતી. મશહુર અભિનેત્રી પ્રીતિ જિંટાની સાથે અફેર બાદ નેસ વાડિયા ચર્ચામાં આવ્યા અને તેઓ 2011 સુધી બોમ્બે ડાઈંગ કંપનીમાં જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટરના પદ પર ફરજ નિભાવી ચુક્યા છે. ડાબર : ડાબર કંપનીના માલિક વ્યવસાયે ડોક્ટર છે. તેમનું નામ છે એસ. કે. બર્મન. એસ. કે. બર્મને આ કંપનીની શરૂઆત 1884 માં કરી હતી. બજારમાં પોતાની ઓળખ બનાવવા માટે આ કંપનીએ ખુબ જ લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. વર્ષ 1990  પછી કંપનીએ સાચી ઓળખ મળી હતી. તમને જણાવી દઈએ કે આજે આ કંપનીમાં 7 હજાર કરતા પણ વધારે કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

કિર્લોસ્કર બ્રધર્સ : લક્ષ્મણરાવ કિર્લોસ્કરે આ કંપનીનો પાયો વર્ષ 1888 માં નાખ્યો હતો. શરૂઆત તો આ કંપનીની લગભગ ટ્રેડિંગના રૂપે થઈ હતી. પરંતુ હવે આ કંપની આપણા દેશમાં વોલ્વ અને પંપ બનાવે છે. તે કંપની 1.4 અરબ ડોલરની બની ગઈ છે. હાલ આ કંપનીના ચેરમેન સંજર કિર્લોસ્કર છે.

બ્રિટાનીયા : કોલકત્તાના ગુપ્તા પરિવારે 295 માં રૂપિયામાં બિસ્કિટ બનાવતી દુકાનનો આરંભ વર્ષ 1829 માં કર્યો હતો. પરંતુ હવે તે કંપની ભારતમાં મશીનથી બિસ્કિટ બનાવતી પહેલી કંપની બની ગઈ છે. જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે સેનાને આ બિસ્કિટ કંપની દ્વારા બિસ્કિટ મોકલવામાં આવ્યા હતા. ચેન્ચ્યુરી ટેક્સટાઈલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ : નૌરોસજી એન. વાડિયા દ્વારા આ કંપનીની શરૂઆત વર્ષ, 1897 માં કરવામાં આવું હતી. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, નૌરોસજી, બોમ્બે ડાઈંગ કંપનીના માલિક નુસ્લી વાડિયાના દાદાની હતી. અમેરિકી ગૃહ ઉદ્યોગના ચાલતા કોટનની વધારે માંગને જોઇને આ કંપનીનો શુભારંભ કર્યો હતો. પરંતુ ચુન્નીલાલ મહેતાએ ખરીદી લીધી હતી. ત્યાર બાદ તેને આરડી બિરલાએ ખરીદી હતી.

ગોદરેજ : આર્દેશર ગોદરેજ એ તેના ભાઈ પિરોજશા ગોદરેજે વર્ષ 1897 માં આ કંપનની સ્થાપના કરી હતી. આર્દેશર પ્રોડક્ટ્સમાં અમુક નવીન વસ્તુ લાવવા માટે તેમણે વિદેશોમાં ખુબ જ યાત્રા કરી અને નવી ટેકનીકોનો ઉપયોગ કંપનીમાં કર્યો. આજે આ કંપની દેશની અન્ય મોટી કંપનીઓ માંથી એક છે.

શાલીમાર પેન્ટ્સ : દક્ષિણ એશિયાની સૌથી જૂની કંપનીની શરૂઆત વર્ષ 1902 માં થઈ હતી. આજના સમયમાં બધી જ સરકારી કંપનીઓ તેના નિયમિત ગ્રાહકો છે. ટાટા સ્ટીલ લિમિટેડે : જમશેદજી ટાટા દ્વારા વર્ષ 1907 માં આ કંપનીની શરૂઆત કરી હતી. દેશની પહેલી પાંચ વર્ષીય યોજના અંતર્ગત આ કંપનીએ ઘણા નિર્માણ કર્યો માટે સ્ટીલની આપૂર્તિ કરી હતી. આજના સમયમાં આ સ્ટીલ કંપની દુનિયાની 12 મી સૌથી મોટી સ્ટીલ કંપની છે.

ટીવીએસ : મોટરસાયકલ બનાવતી ટીવીએસ મોટર કંપની ભારતની ત્રીજી સૌથી મોટી કંપની બની ગઈ છે. આ કંપનીની શરૂઆત 1911 માં ટીવી સુંદરમ અયંગરે કરી હતી. પરંતુ 1912 માં આ કંપનીએ સુવ્યવસ્થિત કામ શરૂ કર્યું.

Leave a Comment