શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવા પાર જોવા મળે છે આ સંકેતો, ઓળખો આ સંકેતો નહીં તો હાર્ટ એટેક આવતા વાર નહીં લાગે

મિત્રો આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. એક સારું અને બીજું ખરાબ. પણ જયારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય ત્યારે તે તમારા સ્વાસ્થ્ય  પર ખરાબ પ્રભાવ પાડે છે. આથી જો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ વધુ છે, તો તમને ઘણી ગંભીર બીમારી થઈ શકે છે. જો તમારું કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય છે, તો હાર્ટ એટેક, સ્ટ્રોક અને હૃદયને લગતી બીમારીઓ થઈ શકે છે.

કોલેસ્ટ્રોલ એ એક મીણબતી જેવો પદાર્થ હોય છે, જે લીવરમાંથી થાય છે. આપણી અસ્વસ્થ જીવનશૈલી અને ખરાબ ખાનપાનના કારણે ઘણી બીમારી થાય છે, એમાંથી જ એક છે કોલેસ્ટ્રોલની બીમારી. પાણીમાં અઘુલનશીલ હોવાના કારણે, કોલેસ્ટ્રોલને લીપોપ્રોટીન નામનું એક કણ મળે છે, તેના માધ્યમથી તે શરીરના વિભિન્ન ભાગોમાં મળે છે. શરીરમાં જો કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય છે, તો હૃદયને લગતા અનેક ગંભીર રોગો થાય છે.

આ કોલ્સટ્રોલના લક્ષણો જલ્દી દેખાતા નથી, તે ઘણા સમય પછી ધ્યાનમાં આવે છે. નુ નિદાન એ છે કે તમારે નિયમિત રીતે લોહીની તપાસ કરાવવી જોઇ, ત્યારે જ તમે સમય રહેતા તેનો ઈલાજ જલ્દી કરી શકો છો.

પગમાં જોવા મળતા કોલેસ્ટ્રોલના લક્ષણો : જ્યારે પણ તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધી જાય છે, ત્યારે પગમાં એચ્લિસ ટેંડલને તે પ્રભાવિત કરે છે અને તેથી પગમાં સખત દુખાવો થવા લાગે છે તથા પગમાં બીજા નેક લક્ષણો પણ જોવા મળે છે. પગનો દુખાવો સતત રહે છે, સોજો ચડે છે, ચાલવા અને બેસવામાં તકલીફ થાય છે.

પગમાં દુખાવો થવો : જ્યારે તમારા પગની નસો બંધ થઈ જાય છે, ત્યારે તમારા પગમાં પૂરતા પ્રમાણમાં લોહીનો પ્રવાહ વહેતો નથી અને ઑક્સીજન પણ પૂરતા પ્રમાણમાં પહોચતું નથી, આજ કારણે તમારા પગમાં દુખાવો થાય છે તથા પગ ભારે લાગે છે અને પગમાં થાક લાગે છે. જે પણ વ્યક્તિને કોલેસ્ટ્રોલ હોય છે, તેને નીચેના ભાગમાં વધારે બળતરા થતી હોય છે. પગના કોઈપણ ભાગમાં દુખાવો થાય છે, જેમકે, જાંધ અને પગની પિંડીમાં દુખાવો થાય છે. આ સિવાય ચાલવામાં પણ મુશ્કેલી થાય છે.

પગમાં એઠન : એઠન લગભગ પગની એડી, તર્જની અથવા પગની આંગળીઓમાં થતું હોય છે. રાત્રે સૂતા પહેલા કોલેસ્ટ્રોલનું વધી જવું એ એક સામાન્ય લક્ષણ છે. કોલેસ્ટ્રોલ વધી જવાથી રાત્રે તબિયત વધારે ખરાબ થઈ જાય છે. આમાંથી રાહત મેળવવા માટે તમે પલંગ પર પગને લટકાવી શકો છો અને આ એક સારો વિકલ્પ છે. ગુરુત્વાકર્ષણબળના કારણે લોહીને નીચેની તરફ વહેવામાં મદદ મળે છે.

નખ અને ત્વચાના રંગમાં બદલાવ થવો : લોહીમાં ખામી હોવાના કારણે ત્વચા અને નખના કલરમાં પણ ફેરફાર થઈ જાય છે અને આવું એટલા માટે થાય છે કારણ કે લોહીમાં જવા વાળા પોષકતત્વો અને ઑક્સીજનમાં ખામી આવી જાય છે અને આ કારણે નસોને પૂરતું પોષણ મળતું નથી. તેથી તમારી ત્વચા પણ કડક થવા લાગે છે અને નખ પણ મોટા થવા લાગે છે. 

કોલ્ડ ફિટ : તમે યાદ રાખો કે શિયાળાની ઋતુમાં તમારા પગ કેવા ઠંડા થઈ જાય છે. પરંતુ જેને કોલેસ્ટ્રોલ છે તે લોકોના પગ પૂરા વર્ષ દરમિયાન ઠંડા જ રહે છે. તે લોકોના પગ ગરમીના દિવસોમાં પણ ઠંડા જ રહે છે. આ એક અગત્યનું નું સૂચક છે. તેને નજરઅંદાજ ન કરો અને તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લો. આમ પગમાં જો તમે સતત દુખાવો થતો હોય તો તમારે એક વખત કોલેસ્ટ્રોલની તપાસ જરૂર કરાવવી જોઈએ. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment