મિત્રો ઘણી મહિલાઓનું ગર્ભાવસ્થા પછી વજન ખુબ જ વધી જતું હોય છે. જેને ઉતારવું ખુબ જ મુશ્કેલ છે. પણ જો તમે યોગ્ય ડાયેટ અને કસરતને નિયમિત રીતે અપનાવો છો તો શરીરની વધારાની ચરબી ઘટાડી શકાય છે.
પ્રીતિ ચૌધરી નામની 29 વર્ષની એક સોફ્ટવેર એન્જીનીયર મહિલા જેનું વજન ગર્ભાવસ્થા પછી 94 કિલો થઇ ગયું હતું. તેણે પોવર યોગા, વેટ ટ્રેનીંગ, અને 10 હજાર સ્ટેપ્સ વર્ક આઉટ કરીને 1 વર્ષમાં 32 કિલો જેટલું વજન ઓછુ કર્યું. પ્રીતિ ગર્ભાવસ્થા પહેલા કદમ ફીટ અને હેલ્દી હતી. જો કે તેણે ઘણા લોકો પાસેથી એવું સંભાળ્યું હતું કે ગર્ભાવસ્થા પછી મહિલાઓનું વજન વધે છે પણ ત્યાર પછી તેને ઓછુ કરવું ખુબ જ મુશ્કેલ છે.
લોકોને ખોટા પાડવા માટે પ્રીતિએ માત્ર વર્ક આઉટ અને ડાયેટના આધારે 1 વર્ષમાં 32 કિલો વજન ઓછુ કર્યું. આ સિવાય તેણે મેરેથોનમાં પોતાની દીકરી સાથે દોડવાની યોજના પણ બનાવી. આમ માતા બન્યા પછી વજન ઓછુ કરવા માંગતી મહિલા માટે પ્રીતિ એક પ્રેરણા બની છે. ચાલો તેની ડાયેટ અંગે વધુ જાણીએ.
ટર્નીંગ પોઈન્ટ : આ વિશે પ્રીતિ જણાવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન મારો વજન ખુબ જ વધી ગયો હતો. જયારે આ મારા જીવનનો ટર્નીંગ પોઈન્ટ હતો. હું પ્રેગ્નેન્સી પહેલા ખુબ જ ફીટ રહેતી હતી અને તેના લાભો વિશે પણ જાણતી હતી. આથી ગર્ભાવસ્થા પછી જેમ જેમ નિશાન ઓછા થવા લાગ્યા તેમ તેમ હું વેટ્લોસ માટે આગળ વધવા લાગી. જો કે મને બીએમઆર અને તેના કારકો વિશે જાણ હતી આથી મારું ધ્યાન કેલેરી ઓછી કરવા પર કેન્દ્રિત કર્યું.
ડાયેટ : 1) સવારનો નાસ્તો : એકદમ સામાન્ય નાસ્તો જેમ કે રોટલી, પૌઆ અને ઉપમા 2) બપોરનું ભોજન : બપોરના ભોજનમાં ડાળ, રોટલી અને છાશનું સેવન કયું છે.
3) રાતનું ભોજન : મેં ક્યારેય રાતનું ભોજન નથી છોડ્યું, પણ એ વાતનું હંમેશા ધ્યાન રાખ્યું કે યોગ્ય પ્રમાણમાં જ ભોજન લઉં. મારા ભોજનમાં રોટલી, ઓછી કેલેરી વાળા શાકભાજી જ સામેલ રહેતા હતા. 4) લો કેલેરી રેસીપી : લો કેલેરી માટે તમે મારી જેમ જ કોઈપણ લીલોતરી શાકભાજી પસંદ કરી શકો છો.
વર્ક આઉટ અને ફિટનેસ સિક્રેટ : વર્ક આઉટ માટે મેં સૌથી પહેલા એક દિવસમાં 10 હજાર સ્ટેપ્સ ચાલવાનું શરુ કર્યું. ત્યારપછી યોગની શરૂઆત કરી. 6-7 મહિના પછી મેં પોવર યોગા સાથે દોડવાનું શરુ કર્યું. મારી સી-સેક્શન ડીલીવરીને લગભગ દોઢ વર્ષ થઇ ગયું છે. હવે હું જીમમાં વેટ લીફ્ટ આરામથી કરી શકું છુ. હું હજી પણ જીમમાં વેટ ટ્રેનીંગ કરું છુ અને બે થી ત્રણ વખત પાર્ક કે સડક પર 5-6 થી કિલોમીટર દોડવા જાવ છું. ફિટનેસ માટે મેં હંમેશા કેલેરી ઇન્ટેક પર ધ્યાન આપ્યું છે.
ઓવરવેટ હોવાથી થતી મુશ્કેલી : પ્રીતિ કહે છે કે બીજા લોકો મારા માટે શું કહે છે એ મારા મહત્વનું નથી. પણ વજન વધારાના કારણે મારે અનેક કામો કરવામાં મુશ્કેલી થતી હતી. હું થોડું કામ કરીને થાકી જતી હતી. આ સમસ્યાઓનો સામનો મારે ઘણો સમય કરવો પડ્યી હતો.
લાઈફ સ્ટાઈલમાં શું ફેરફાર કર્યો : વજન ઓછુ કરવા માટે મેં સૌથી પહેલા સવારે વહેલું ઉઠવાનું શરુ કર્યું. આખા દિવસની યોજના પહેલા જ કરી લેતી હતી. સોશિયલ મીડિયા પણ ઓછો સમય પાસ કરતી હતી. માતા હોવાના કારણે એક જ રૂટીનને દરરોજ કરવું થોડું મુશ્કેલ હતું. આથી મારા વર્ક આઉટને લઈને થોડું લેટ ગો કરવું પડતું હતું.
વેટ્લોસથી શું શીખવા મળ્યું : સ્વસ્થ મગજ માટે સ્વસ્થ શરીરની જરૂર હોય છે. આથી જયારે આપણે વજન ઓછો કરવાનું નક્કી કરીએ છીએ તો આપણને પોતાની શક્તિ શોધવામાં ખુબ જ મદદ મળે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી