લવિંગમાં આયર્ન, પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફોરોસ, વિટામિન-સી, વિટામિન-કે, ફાઈબર, આયોડિન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. જો તમે લવિંગનો લેપ બનાવીને સાંધામાં લગાવો છો, તો તમારો દુખાવો દૂર થાય છે. ઘણી બીમારીને ઠીક કરવા માટે લવિંગને એક ઔષધિના રૂપમાં લેવામાં આવે છે. તમે લવિંગના લેપનો ઉપયોગ દાંતના દુખાવામાં, સાંધાના દુખાવામાં, કાનના દુખાવામાં, અંદરનો ઘા અને માથામાં દુખાવો થવા પર પણ કરી શકો છો. આ લેખમાં અમે લવિંગનો લેપ કઇ રીતે બનાવાય છે તે જણાવીશું અને તેના ફાયદાઓ વિશે જણાવીશું.
સાંધાના દુખાવાને દૂર કરે છે લવિંગનો લેપ : જે પણ વ્યક્તિને અર્થરાઇટીસ છે અથવા તો ગાંઠ જેવી બીમારી છે, તે લોકોને લગભગ સાંધાના દુખાવાની સમસ્યા રહે છે. લવિંગનો લેપ સાંધાના દુખાવાને દૂર કરે છે. લવિંગમાં કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે અને દુખાવાથી આરામ પણ આપે છે તથા લવિંગમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે દુખાવાને દૂર કરે છે.
લવિંગનો લેપ બનાવવાની સામગ્રી અને રીત : લવિંગ, નિલગિરીનું તેલ, હળદર, ચંદન.
લવિંગનો લેપ બનાવવા માટે સૌથી પહેલા તમે લવિંગ લો અને તેને મિકચરમાં નાખીને પાવડર બનાવી લો. હવે પાવડરને સાફ કન્ટેનરમાં કાઢી લો. હવે આ પાવડરમાં નિલગિરીનું તેલ મિક્સ કરો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો અને એક ચમચી હળદર મેળવી લો. જો અંદરના ઘા માટે લેપ તૈયાર કરો છો, તો તેમાં થોડું ચંદન પણ મિક્સ કરી લો. હવે લેપ તૈયાર છે, તેને એક એર ટાઈપ કન્ટેનરમાં નાખીને સ્ટોર કરી લો.
અન્ય પ્રકારના દુખાવાને પણ લવિંગનો લેપ દૂર કરે છે : 1) કાનના દુખાવાને દૂર કરે છે : કાનના દુખાવાને દૂર કરવા માટે લવિંગનો લેપ ખુબજ ઉપયોગી છે. આ માટે, તમે લવિંગના તેલમાં તલનું તેલ મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરી લો, હવે તેને નવશેકું ગરમ કરી લો, પછી તમે આ લેપને કાનના બહારના ભાગમાં રૂ ની મદદથી લગાવી લો. આમ કરવાથી દુખાવો દૂર થાય છે. તમે આ તેલને ડ્રોપરની મદદથી કાનની અંદર પણ નાખી શકો છો, પરંતુ આવું કરતાં પહેલા તમારે ડોકટરની સલાહ જરૂર લેવી જોઇએ.
2) માથાના દુખાવાને દૂર કરે છે : ઘણા લોકોને માઈગ્રેનના કારણે માથામાં લગભગ દુખાવો રહે છે અને આ દુખાવાને દૂર કરવા માટે તમે લવિંગના લેપને લગાવી શકો છો. આ સિવાય તણાવના કારણે જો માથામાં દુખાવો થતો હોય, તો પણ લવિંગનો લેપ લગાવવાથી દૂર થાય છે. લવિંગમાં રહેલ અરોમાથી તણાવ દૂર થાય છે અને માથાનો સખત દુખાવો પણ દૂર થાય છે. આ માટે તમે લવિંગના લેપને માથા પર લગાવીને મસાજ કરો, પછી અડધો કલાક સુધી લેપ લગાવીને રહેવા દો. આમ, કરવાથી તમને જલ્દી આરામ મળશે.
3) દાંતનો દુખાવો દૂર થાય છે : દાંતના દુખાવાને દૂર કરવા માટે લવિંગનો લેપ ખુબજ ઉપયોગી સાબિત થયો છે. લવિંગને દાંત માટેનું પેનકીલર માનવામાં આવે છે. લવિંગમાં એન્ટિ-ઇફ્લેમેટરી ગુણ હોય છે, જે સોજો અને દુખાવાને દૂર કરે છે. આ માટે, તમે દાંતના કોઈપણ સ્થાનમાં દુખાવો થતો હોય ત્યાં લવિંગનો લેપ લગાવીને થોડીવાર સુધી રહેવા દો અને 15 મિનિટ પછી કોગળા કરી લો. આમ, કરવાથી તમને આરામ મળશે.
4) ઘા નો દુખાવો દૂર થાય છે : લવિંગ એ એક એન્ટિસેપ્ટિક પણ છે, જે લોકોને ઘા લાગવાથી ચેપ થઈ જવાનો ભય છે, તો લવિંગનો લેપ ચેપ થતાં અટકાવે છે અને ઘા પર લવિંગનો લેપ લગાવવાથી દુખાવો પણ ઓછો થાય છે.
જો તમને લવિંગના લેપ લગાવવાથી બળતરા અને સોજો થઈ જાય છે, તો તરત લેપને લગાવવાનું બંધ કરી દો. લવિંગથી એલર્જી હોય, તો તમારે લવિંગનો લેપ ન લગાવવો જોઇએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી