એકટીવા ચલાવતી દરેક મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, જાણો અમદાવાદમાં સામે આવેલી આ ચોંકાવનારી ઘટના… ખોલી દેશે તમારી આંખ…

મિત્રો આપણે જાણીએ છીએ કે આજકાલ જ્યાં જોઈએ ત્યાં અવનવા અને સમાજમાં ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં ઘણી વાર તો આપણે કલ્પના પણ ન કરી હોય એવા કિસ્સા બનતા હોય. તો આજે અમે પણ દરેક મહિલાઓ માટે એક લાલબત્તી સમાન એક ઘટના જણાવશું, જેના વિષે દરેક લોકોએ જાણવું ખુબ જ જરૂરી છે, માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

અમે જે ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ એ અમદાવાદના રામોલ વિસ્તારમાં બની છે. જ્યાં એક મહિલા પોતાની એકટીવાને રોડ પર પાર્ક કરીને પછી ગરમ કપડા લેવા ગઈ હતી. પરંતુ એ મહિલાને ગરમ કપડા લેવા જવું ખુબ મોંઘુ અને ભારે પડ્યું હતું. કેમ કે પોતાની એકટીવા પાર્ક કરીને ગરમ કપડા લેવા ગઈ અને પરત આવી જોયું તો એકટીવાની ડેકી ખુલ્લી જોવા મળી.

ખુલ્લી ડેકીમાં મહિલા એ તપાસ્યું તો જાણવા મળ્યું કે ડેકીમાં મુકેલો મોબાઈલ ફોન, રોકડા 10 હજાર રૂપિયા અને એટીએમ કાર્ડ હતું એ બધું જ ગાયબ થઇ ગયું હતું. એટલું જ નહિ એવું પણ જાણવા મળ્યું હતું કે એટીએમ કાર્ડ માંથી રોકડા રૂપિયા 61 હજાર પણ ઉપાડી લીધા હતા.

અમદાવાદ શહેરમાં આવેલ નિકોલ વિસ્તારમાં રહેતી મહિલા અશ્મિતા કાછડિયા સાથે બન્યો છે, જે ધ ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ બેંકમાં ટેકનિકલ આસિસટન્ટ તરીકે નોકરી કરે છે. અશ્મિતા કાછડિયા નામની આ મહિલા 16 ડિસેમ્બરે સાંજના સમયે 5 વાગ્યા આસપાસ નોકરી પરથી છૂટીને પોતાના ઘર તરફ પરત આવી રહી હતી. એ સમયે એક મોટું પર્સ તેમની પાસે હતું.

એ પર્સમાં તેણે બેંક વોલ્ટની તેમજ બેંકની તિજોરીની ચાવીનો ઝૂડો પણ હતો. જયારે નાના પર્સમાં રોકડા રૂપિયા 10 હજાર હતા. ઓરિજિનલ પાનકાર્ડ, આધારકાર્ડ, બેંકના બે એટીએમ કાર્ડ અને મોબાઈલ ફોન ડેકીમાં રાખેલા હતા.

રસ્તામાં નિરાંત ચાર રસ્તા પાસે રોડ પર લોકો ભેગા થયા હોય એવું જોવા મળ્યું અને ગરમ કપડાનું વેચાણ થઇ રહ્યું હતું. એ જોઇને મહિલા પણ પોતાનું એકટીવા રોડ પર પાર્ક કરીને ગરમ કપડા જોવા માટે ગઈ. ગરમ કપડા જોઈને પર આવીને જોયું તો એકટીવાની ડેકી ખુલ્લી જોવા મળી. જેમાં રાખેલું પર્સ અને પર્સમાં રાખેલો તમામ સમાન ગાયબ હતો.

પરંતુ જયારે 1 કલાક પછી એડીસી બેંકના ખાતા માંથી રોકડા રૂપિયા 35 હજાર અને જીએસસી બેંકના ખાતામાંથી રૂપિયા 26 હજાર રોકડા ઉપડી ગયા, ટોટલ 61 હજાર રૂપિયા ઉપડી ગયા હતા. પછી આસપાસમાં તપાસ કરતા મહિલાને પર્સ મળી આવ્યું હતું. ત્યાર બાદ મહિલા દ્વારા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. તે અનુસાર પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment