મિત્રો આપણે જાણીએ છીએ કે ઘણી વાર બસ સ્ટેશન કે રેલ્વે સ્ટેશન પર કોઈ વસ્તુ ખરીદીએ તો તેની મૂળ કિંમત કરતા વધુ કિંમત વસુલવામાં આવતી હોય છે. જેની લગભગ લોકોને વારંવાર ફરિયાદ રહે છે. એવી જ રીતે રેલ્વે સ્ટેશનમાં વેચાતી વસ્તુઓની ગુણવત્તા અને કિંમતને લઈને લોકો અનેક વાર ફરિયાદ કરતા હોય છે. તો આ પ્રકારની ફરિયાદોને ધ્યાનમાં લઈને રેલ્વે તંત્ર પગલા લેતું હોય છે.
તો આવી જ એક ઘટના તાજેતરમાં સામે આવી છે. જે આપણી આંખો ખોલી દેશે. રેલ્વેના અંબાલા ડિવિઝન ખાતે જેને કેટરિંગનો કોન્ટ્રાક્ટ હતો એને પેક્ડ પાણીની બોટલ માટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અંબાલા ડિવિઝનમાં કેટરિંગ કોન્ટ્રાકટર પેક્ડ પાણીની બોટલ એમઆરપી કરતા 5 વધુ વસૂલતો હતો. જેની રેલ્વે તંત્રને જાણ થતા તેને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એક દિવસ પહેલા ટ્રેનના એક મુસાફરે આ ફરિયાદ કરેલી હતી, અને તેના આધારે જ બીજા દિવસે રેલ્વે તંત્રએ પગલા લઈને આ દંડ કર્યો હતો.
અહેવાલ અનુસાર, અંબાલા રેલ્વે ડિવિઝનની વાણિજ્યિક શાખા દ્વારા ઉત્તર પ્રદેશના ગોંડા મેસર્સ ચંદ્રમૌલી મિશ્રાને ટ્રેન નંબર 12231/32 જે (લખનૌ – ચંડીગઢ – લખનૌ) માટે ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનના લાયસન્સ પ્રાપ્ત કોન્ટ્રાક્ટને આ દંડ આપવામાં આવ્યો છે. તમને જણાવીએ તો આ ટ્રેનમાં પેન્ટ્રી કાર નથી અને તેને IRCTC દ્વારા અધિકૃત ઓન બોર્ડ વેન્ડર્સ પર નિર્ભર રહેવું પડે છે. મિશ્રાને IRCTC દ્વારા આ વર્ષે જ 1 ડીસેમ્બરના રોજ કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
એક અહેવાલ પ્રમાણે ચંડીગઢ થી લખનૌ (12232) જતી ટ્રેનમાં શિવમ ભટ્ટ નામનો મુસાફર ગુરુવારે ચંડીગઢથી શાહજહાંપુર જઈ રહ્યો હતો. તેણે ટ્વીટર પર એક વિડીયો અપલોડ કરીને પોસ્ટ કર્યું અને એવો દાવો કર્યો કે, પાણી બોટલમાં લાગેલા કિંમતના લેબલ પર 15 રૂપિયાની એમઆરપી છે. પરંતુ દિનેશ નામના વ્યક્તિએ પેક કરેલી એ પાણીની બોટલ 20 રૂપિયામાં મને વેચી હતી.
શિવમ ભટ્ટ દ્વારા કરેલ ફરિયાદ બાદ દિનેશના મેનેજર, જેનું નામ છે રવિ કુમાર તેને લખનૌમાં રેલ્વે એક્ટની કલમ 144(1) અનુસાર ગિરફતાર કરવામાં આવ્યો હતો. વાણિજ્યિક શાખા દ્વારા ડિવિઝનલ રેલ્વે મેનેજર મનદીપસિંહ ભાટિયા દ્વારા પર તેમના પર દંડ કરવાની ભલામણ કરી હતી. તેમજ સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર હરિ મોહન દ્વારા જણાવ્યામાં આવ્યું કે, RCTC ના રિજનલ મેનેજરને અંબાલામાં સમન્સ પાઠવવામાં આવેલ કેસ અંગે જાણ કરવામાં આવી હતી. ટ્રેન સાઈડ વેન્ડિંગ અને ઓવરચાર્જીંગ ફરિયાદોને ધ્યાનમાં લઈને કેવી રીતે બધી જગ્યાએ સુધારો કરવો તેના વિષે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ડીઆરએમ ભાટિયા દ્વારા એચટીને જણાવવામાં આવ્યું હતું કે, લાઇસન્સના દસ્તાવેજની બરોબર તપાસ કર્યા પછી કોન્ટ્રાકટરને રૂપિયા 1 લાખનો દંડ આપવામાં આવ્યો હતો અને IRCTC ના આરએમને આ વિશેની સમગ્ર જાણ કરવામાં આવી હતી.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી