ગંદો અને કાળો થઈ ગયેલો લાઈટનો બલ્બ ફક્ત 1 મિનીટમાં થઇ જશે નવા જેવો સાફ… જાણો સાફ કરવાની રીત અંજવાળું ફેંકશે ડબલ…

મિત્રો આપણે ઘરની સફાઈ તો કરીએ જ છીએ સાથે સાથે ઘરની દરેક વસ્તુઓની પણ સાફ-સફાઈ કરતા હોઈએ છીએ. તેવી જ રીતે મિત્રો ઇલેક્ટ્રીક બલ્બને પણ ઘરના અન્ય ઉપકરણોની જેમ સાફ-સફાઈની જરૂર હોય છે. ગંદો અને ધૂળ લાગેલો બલ્બ ઘરની સુંદરતાને ઘટાડે છે. અહીંયા લાઈટ બલ્બને સાફ કરવા માટે ખૂબ જ સરળ રીતો જણાવવામાં આવી છે.

વીજળીનો બલ્બ ઘરને પ્રકાશિત કરવા માટેનું એક સાધન છે. આ આપણી જિંદગીનો એક એવો મહત્વપૂર્ણ ભાગ છે જે ન હોય તો રાત અંધારી થઈ જાય છે. બલ્બ દિવાલના હોલ્ડર પર લાગેલો રહે છે, પરંતુ આપણુ ધ્યાન ક્યારેય પણ તેની સફાઈ તરફ નથી જતું. કેટલીક વાર ઊંચાઈ પર હોવાના કારણે પણ આપણે તેને સાફ કરવામાં આળસ કરી લઈએ છીએ. જેથી તે દિન પ્રતિદિન ગંદો થતો રહે છે અને તે ધૂંધળો થઈ જાય છે.

જો તમે ઈચ્છતા હોવ કે બલ્બ તમારા ઘરને મહિનાઓ કે વર્ષો સુધી પ્રકાશિત કરે તો તેની નિયમિત રૂપે સફાઈ કરવી જરૂરી છે. અહીંયા કેટલીક ખૂબ જ સરસ રીતોની મદદથી તમે ઇલેક્ટ્રીક બલ્બને સાફ કરીને તેની રોશની અને તેની કાર્યક્ષમતા બંને વધારી શકો છો. 1) લાઈટ નો બલ્બ કેવી રીતે સાફ કરવો:- જો તમારી પાસે હેલોજન લાઈટ છે તો, બલ્બને સાફ કરવા માટે કરતા પહેલા તેને ઠંડો થવાની રાહ જુઓ. હવે એક સૂકા કપડા ની મદદથી હોલ્ડરમાંથી બલ્બને કાઢી લો. હવે સાફ કપડાથી બલ્બ પર જામેલી ધૂળ અને ગંદકીને સાફ કરો. ત્યારબાદ બલ્બને લગભગ 15 મિનિટ સુધી સુકાવા માટે હવા માં રાખી દો. તેનાથી બલ્બને નુકસાન નહીં થાય. 

2) એલઈડી ને કેવી રીતે સાફ કરી શકાય:- આજના સમયમાં બલ્બો ની જગ્યા એલઇડી લાઇટે લઈ લીધી છે. બલ્બ કરતા એલઈડી બલ્બ ઠંડા રહે છે. જુના પીળા રંગના બલ્બોની તુલનામાં તેની સેલ્ફ લાઈટ પણ વધારે હોય છે. તેથી આને વર્ષ બે વર્ષમાં બદલી શકાય છે. પરંતુ નિયમિત રૂપે સાફ-સફાઈ આની પણ જરૂરી છે નહિતર ધુળ અને ગંદકીથી બલ્બ રોશની ને ઝાંખી કરી દેશે અને ઘર પ્રકાશિત નહીં થઈ શકે.

બલ્બ સાફ કરતી વખતે રાખો આટલી સાવધાની:- બલ્બ સાફ કરતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે. તેનાથી તમે અનિચ્છનીય અકસ્માતોથી બચી શકો છો. તેથી બલ્બને સાફ કરતા પહેલા તેની સ્વીચ કે મેન સ્વીચ બંધ કરી દો. ઉતાવળમાં ગરમ બલ્બને સાફ કરવાની કોશિશ તમને નુકસાન પહોંચાડી શકે છે, તેથી એ સારું રહેશે કે તેને ઠંડો થવા દો.બલ્બને સાફ કરતા પહેલા તેને હોલ્ડરમાંથી કાઢી લો, જેથી તમારું કામ વધારે સરળ બની જશે. સાથે જ તમે કોઈપણ પ્રકારની ઘટનાથી બચી જશો. બલ્બને ક્યારેય પણ ભીના કપડાથી સાફ ન કરો. તેને ભીનો કરતા પણ બચવું જોઈએ. તે ફૂટી પણ શકે છે. જો એકદમ થોડા ભીના કપડાથી તેને સાફ કરી રહ્યા હોય તો તેને સુકાવા સુધી હોલ્ડરમાં બીજી વાર ન લગાવો.

જ્યારે બલ્બ પૂરી રીતે સાફ થઈ જાય તો તેને ફરીથી હોલ્ડરમાં લગાવી દો. આ એકદમ પહેલા જેવો જ પ્રકાશ આપશે. ધ્યાન રાખવું કે ફોલ્ડરમાં ફિક્સ કર્યા બાદ જ તેની સ્વીચ ઓન કરો. નહીંતર તમને કરંટ પણ લાગી શકે છે. ઘરમાં લાગેલા લાઇટ બલ્બને તમે આ રીતે સરળતાથી સાફ કરી શકો છો, પરંતુ તેની સફાઈ કરતી વખતે ઉપર જણાવવામાં આવેલી બાબતો પર જરૂર ધ્યાન આપવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment