જાણો ઘરે બેઠા લોહીને ફિલ્ટર કરવાની આ ટીપ્સ… તમારા લોહીનું એક એક ટીપું થઇ જશે એકદમ કાચ જેવું સાફ… ગંદકીને સાફ કરી ચમકાવી દેશે શરીરનું એકેએક અંગ…

મિત્રો માનવ શરીર સિસ્ટેમેટિક રીત થી કામ કરે છે. આમાં દરેક વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે. શરીરના દરેક અંગ, નર્વસ સિસ્ટમ, મસ્ક્યુલર સિસ્ટમ, હાડકા અને કોશિકાઓ વગેરે મળીને શરીરને ચલાવે છે. આ બધા જ અંગોને જરૂરી પોષક તત્વો પહોંચાડવાનું કામ લોહી કરે છે. લોહી શરીરને જરૂર પ્રમાણે ઓક્સિજન, હોર્મોન, ફેટ, શુગર પહોંચાડવાનું કામ કરે છે. તેથી શરીરમાં લોહીનું શુદ્ધ હોવું ખૂબ જ જરૂરી છે.

અનહેલ્ધી લાઈફ સ્ટાઈલ અને ડાયટમાં હાજર ઝેરીલા પદાર્થોના કારણે લોહીમાં અશુદ્ધિઓ પેદા થઈ જાય છે. સ્વસ્થ જીવન માટે લોહીને પૂરા શરીરમાં અટક્યા વગર તેનો પ્રવાહ જળવાયેલો રહેવો ખૂબ જરૂરી છે. લોહી જ્યારે ગંદુ થઈ જાય છે તો આ પ્રક્રિયા સારી રીતે નથી થઇ શકતી. તેથી ઇમ્યુનિટી કમજોર થવા લાગે છે અને અનેક પ્રકારની ગંભીર સ્વાસ્થ્ય બીમારીઓનું જોખમ ઊભું થઈ જાય છે. લોહી ગંદુ થવાથી ત્વચાથી જોડાયેલી અનેક સમસ્યાઓ જેમકે ચકામાં, એલર્જી, ખંજવાળ વગેરે થવું સામાન્ય વાત છે.લોહીને સાફ કરવામાં સૌથી મુખ્ય ભૂમિકા ડાયટની હોય છે. લોહીને ટોક્સિન ફ્રી રાખવા માટે વધુ મહેનત કે મોંઘા ફૂડ ખાવાની જરૂરત નથી. લીવર અને કિડની લોહીમાંથી ગંદા પદાર્થોને દૂર કરીને તેને શુદ્ધ કરે છે. તેથી જરૂરી છે કે આપણે આ અંગોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ. જો આ અંગો બરાબર રહેશે તો સ્વાભાવિક છે કે લોહી શુદ્ધ રહેશે. અહીંયા કેટલાક એવા ફૂડ વિશે જણાવવામાં આવ્યું છે જે કુદરતી રીતે લોહીને શુદ્ધ કરવામાં મદદ કરશે.

લોહી શુદ્ધ કરવાના ઉપાય:-

1) બીટનું સેવન:- એક અધ્યયન પ્રમાણે બીટમાં બીટા સાઇનિન ઉપલબ્ધ હોય છે, જે એક પાવરફુલ એન્ટિઓક્સિડન્ટ છે. આ લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે. બીટને તમે સલાડની જેમ કાચું ખાઈ શકો છો કે પછી તેનું જ્યુસ કાઢીને પણ પી શકો છો. આ લોહીને શુદ્ધ કરવા સિવાય લોહી વધારવાનું પણ કામ કરે છે. સાથે જ કિડની ને પણ સ્વસ્થ રાખે છે.2) ગોળ:- ગોળ પણ એક કુદરતી પ્યુરીફાયરની જેમ કામ કરે છે. આનું સેવન કબજિયાતને રોકે છે અને લીવર ને સાફ કરીને શરીરમાંથી ગંદકી બહાર કાઢે છે.ગોળમાં જોવા મળતું ઉચ્ચ આયર્ન તત્વ હિમોગ્લોબિન વધારવામાં પણ મદદ કરે છે. અને રેગ્યુલર સેવન કરવાથી શરીરમાં હેલ્ધી લોહીનો પ્રવાહ વધારી શકાય છે

3) હળદર:- NCBI ના એક અધ્યયન પ્રમાણે હળદરમાં ઉપલબ્ધ એન્ટિસેપ્ટિક ગુણ લોહીને પણ શુદ્ધ કરે છે. આ લીવર ના કાર્યો સારી રીતે કરવામાં મદદ કરવાની સાથે તેને મજબૂત બનાવે છે. હળદરમાં ઉપલબ્ધ કર્કયુમીન કમ્પાઉન્ડ શરીરની મોટાભાગની સમસ્યાઓથી લડવામાં મદદ કરે છે. હળદરવાળા દૂધનું સેવન કરવાથી લાલ રક્ત કોષિકાઓને વધારવામાં મદદ કરે છે. સાથે જ આ લોહીને પણ કુદરતી રીતે શુદ્ધ કરે છે.4) તુલસી:- તુલસી એ આપણા શરીરમાં જડીબુટ્ટી નું કામ કરે છે. તુલસીના પાનનું સેવન અનેક રીતે સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. ખાલી પેટે કેટલાક પાનનું સેવન કરવાથી લોહી સાફ થાય છે. તુલસીના પાનમાં પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન ઉપલબ્ધ હોય છે જે લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ પણ પહોંચાડે છે. તેથી રોગપ્રતિકારક ક્ષમતા પણ વધે છે અને ડાઈજેસ્ટ સિસ્ટમ પણ સારી રહે છે.

5) લીમડો:- લીમડો એક કુદરતી પ્યુરીફાઈ માનવામાં આવે છે. આ લોહીમાં હાજર અશુદ્ધિઓને સારી રીતે સાફ કરી દે છે. લીમડાના પાન ખાલી પેટે ચાવો અને ત્યારબાદ પાણી પી લો. તેના સિવાય આને પીસીને તેનો ઘોળ બનાવીને પણ પી શકાય છે. આમાં એન્ટીઇમ્ફલેમેટ્રી, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હાજર હોય છે, જે લોહીમાં ટોક્સિન્સને બહાર કાઢવામાં અસરદાર છે.6) લસણ:- લસણ એ લોહી સાફ કરવાની આયુર્વેદિક દવા છે. ખાલી પેટે લસણનું સેવન કરવું પણ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. આ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાની સાથે લોહી પણ સાફ કરે છે. દરરોજ લસણની કળીઓ ખાવાથી લીવરને અનેક પ્રકારે ફાયદો થાય છે. આનાથી ફંગલ ઇન્ફેક્શન થવાની સંભાવના ઓછી રહે છે. લસણની સૌથી જરૂરી વાત એ છે કે આને ખાવાથી લોહીમાં હાજર અશુદ્ધિઓ દૂર થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment