મિત્રો ખાવા પીવાની ખોટી આદતો, ગતિવિહીન જીવનશૈલી અને વધતા પ્રદૂષણના કારણે ફેફસા અને કિડની પર ખરાબ અસર પડે છે. આ જ કારણે ઘણા બધા લોકો ફેફસા થી જોડાયેલા રોગો જેવા કે અસ્થમા, સીઓપીડી, એન્ફલૂએંજા, ન્યુમોનિયા અને ટીબી જેવા સંક્રમણ ફેફસાના કેન્સર અને અન્ય શ્વાસ સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
તેવી જ રીતે ઘણા બધા લોકો કિડની થી જોડાયેલા રોગો જેમકે કિડની ખરાબ થવી, કિડનીમાં ઇન્ફેક્શન, કિડનીમાં પથરી વગેરેનો સામનો કરી રહ્યા છે. જોકે સ્વાભાવિક છે કે ફેફસા અને કિડની શરીરના મુખ્ય અંગ છે જેના કામમાં કોઈ પણ પ્રકારનો અવરોધ તમારા સ્વાસ્થ્યને ભારે પડી શકે છે.કિડની અને ફેફસાને સ્વસ્થ તથા મજબૂત બનાવવાના ઉપાય શું છે?:- એક્સપર્ટ માને છે કે હેલ્દી ડાયટ અને એક્ટિવ લાઈફ સ્ટાઈલ અપનાવીને આ અંગોને સ્વસ્થ રાખી શકાય છે ખાવા પીવાની કેટલીક વસ્તુઓ તમને કિડની અને ફેફસાથી જોડાયેલા રોગોથી રાહત અપાવે છે. કેટલીક એવી રેસીપી છે જેને તમે ઘરે જ બનાવી શકો છો.
ફેફસા ને કેવી રીતે મજબૂત બનાવાય – સફરજન અને અખરોટ નું સલાડ ખાઓ:- એક અધ્યયન પ્રમાણે સફરજન માં ફેફસાને સાફ, સ્વસ્થ અને મજબૂત કરવાની ક્ષમતા હોય છે. ફેફસાના પ્રભાવિ કામકાજ માટે તમારે વિટામિન સી, ઈ, બીટા કેરોટીન, સફરજન, ફળોનો રસ અને ખાટા ફળોથી ભરપૂર ખાદ્ય પદાર્થોની જરૂર હોય છે.
કેવી રીતે બનાવવું સફરજન અને અખરોટનું સલાડ:-
સામગ્રી:- 1 કપ પાતળું કાપેલું સફરજન, 1 કપ કાપેલું સલાડ, 1 કપ દાડમ, ½ કપ અખરોટ, 2 મોટા ચમચા ઓલિવ એક્સ્ટ્રા વર્જીન ઓઇલ, 1 નાની ચમચી મીઠું, ¼ નાની ચમચી કાળા મરી પાવડર.
રીત:- એક બાઉલમાં આ બધા ફ્રુટ્સ નાખો એક અલગ કપમાં જૈતુન નું તેલ, મીઠું, કાળા મરીને ઘટ્ટ થાય ત્યાં સુધી મેળવો. ત્યારબાદ આ મિશ્રણને ફ્રૂટ્સ ના બાઉલમાં રેડી દો.કિડનીની પથરી ના ઘરેલુ ઉપાય-ઓટમીલ ખાઓ:- કિડની ની પથરીના જોખમને ઘટાડવા માટે તમે ઓક્ષાલેટ લેવલને ઓછું કરવું જોઈએ. તેના માટે તમે ખાવામાં કેલ્શિયમનું પ્રમાણ વધારી શકો છો. ચોખા અને ઓટ્સમાં ઓક્ષાલેટ ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. NCBI ના એક રિપોર્ટ પ્રમાણે નિયમિત રૂપે ઓટ્સનું સેવન કરવાથી કિડની ના કાર્ય પર અનુકૂળ પ્રભાવ પડે છે.
ઓટમીલ કેવી રીતે બનાવવું:-
સામગ્રી:- ⅓ કપ દૂધ, ¼ કપ રોલ્ડ ઓટ્સ, ¼ કપ ગ્રીક યોગર્ટ, 1 નાની ચમચી ચીયા બીજ, 1 નાની ચમચી મગફળી નું બટર, ¼ કપ તાજા ફળ ( કેળા, પીચીસ, કેરી, સ્ટ્રોબેરી અથવા બ્લુબેરી)
રીત:- એક પેન માં દૂધ, ઓટ્સ, ગ્રીક દહીં, ચિયા સીડ્સ, મગફળીનું બટર ભેગું કરો. તેને ધીમી આંચ પર રાખીને પકાવો. થઇ જાય એટલે તેને ઢાંકીને આખી રાત રેફ્રિજરેટ માં મુકો. સવારે નાસ્તામાં તેને ખાઓ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી