મહિલા હોવાના કારણે કોઈ નોકરી નહોતું આપતું, આજે છે 50 હજાર કરોડની કંપની.

મિત્રો, ક્યારેય કોઈને નીચા ન માનવા જોઈએ. કારણ કે તેનો સમય આવે ત્યારે તે વ્યક્તિ એવું કરી જાય છે કે પછી અફસોસ સિવાય કશું હાથમાં નથી આવતું. આવું જ એક મહિલા સાથે બન્યું. જેના વિશે જાણીને તમે હેરાન થઈ જશો. એક મહિલા કે જેને એક સમયે નોકરી ન મળી, કારણ કે તે એક સ્ત્રી હતી. પરંતુ આજે એ જ મહિલા 50 હજાર કરોડની કંપનીની માલિકીન છે. તો ચાલો જાણીએ કોણ છે એ મહિલા. જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

મિત્રો એ મહિલા છે કિરણ મજુમદાર. આ મહિલાને ફોબર્સ મેગેઝીને દુનિયાની 100 સૌથી વધુ શક્તિશાળી મહિલાઓના લીસ્ટમાં સ્થાન આપ્યું છે. પરંતુ એક સમય એવો હતો આ મહિલા માટે કે, જ્યારે મોટાભાગની કંપનીઓએ તેને નૌકરી આપવાની ના કહી હતી. આ સિવાય તમને એ જણાવી દઈએ કે, કિરણ મજુમદારને ઓસ્ટ્રેલિયા એ કિરણ મજુમદાર શો ને સર્વોચ્ચ નાગરિકતાનો એવોર્ડ એનાયત કર્યો છે. 

હાલમાં જાણવા મળતી માહિતી મુજબ કિરણ મજુમદાર કે, જે પદ્મશ્રી અને પદ્મભૂષણથી સમ્માનિત છે. તેને કોરોના પોઝિટીવ આવ્યો છે. બાયોકોર્ન લિમીટેડની ચેરપર્સન કિરણ મજુમદાર શો ને ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, તેને કોરોના પોઝીટીવ આવ્યો છે. જેના હળવા લક્ષણ જોવા મળી રહ્યા છે. આ સિવાય તેમણે એમ પણ જણાવ્યું છે કે ઉમ્મીદ કરું છું કે છે એમ જ રહે. આ સિવાય જાણવા મળતી વિગત અનુસાર આપણા દેશની સૌથી મોટી બાયો ફાર્મા કંપનીની સંસ્થાપક કિરણ મજુમદાર ફેડરેશન યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયાથી અભ્યાસ કરી ચુકી છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, આજે 50 હજાર કરોડની કંપનીની માલિકીને ક્યારેક આ કંપનીની શરૂઆત માત્ર 1200 રૂપિયામાં કરી હતી. કિરણ મજુમદારને ફોર્બ્સ મેગેજીને દુનિયાની 100 શક્તિશાળી મહિલાઓના લીસ્ટમાં સ્થાન આપ્યું છે. પણ એક સમય એવો પણ હતો, જ્યારે કોઈ કંપની તેને નોકરી આપવા માટે તૈયાર ન હતી. એક મહિલા હોવાના કારણે તેને ઘણી કંપનીઓના વિચિત્ર વર્તનને કારણે તેને માત્ર 1200 રૂપિયામાં એક પોતાનો એક અલગ કારોબાર શરૂ કર્યો. જે આજે લગભગ 37 હજાર કરોડ રૂપિયાથી વધુની કંપની બની ગઈ છે. 

કિરણ મજુમદારનો જન્મ એક મધ્યમવર્ગી પરિવારમાં થયો હતો. 1978 માં તે જ્યારે ઓસ્ટ્રેલિયાથી શરાબ બનાવવામાં માસ્ટર ડીગ્રી લઈને ભારત આવી ત્યારે તે સમયે તેને એક મહિલા કહીને ઘણી કંપનીઓએ કામ આપવાથી મનાઈ કરી કરી દીધી. આ સમયે તેની ઉંમર 25 વર્ષ હતી. આમ ભારતમાં નોકરી ન મળવાથી તે સ્કોટલેંડ ચાલી ગઈ. ત્યાં તેમણે બ્રુવરની નોકરી કરી. ત્યાં જ તેની કિસ્મત ખુલી અને બાયોકોર્નની સ્થાપના માટેનો રસ્તો દેખાયો. 

જ્યારે તેઓ સ્કોટલેંડમાં કામ કરી રહ્યા હતા ત્યારે તે સમયે તેની મુલાકાત આઈરીશ ઉદ્યમી લેસ્લી ઔચીનક્લોસ સાથે થઈ. તે સમયે લેસ્લી ભારતમાં ફાર્મા સેક્ટરમાં કોર કંપની શરૂ કરવા માંગતા હતા. જ્યારે કિરણના કામથી ખુશ થઈને લેસ્લી એ તેને ભારતમાં આ કારોબાર સંભાળવા માટેની ઓફર આપી. પણ પોતાને કોઈ અનુભવ ન હોવાને કારણે થોડીવાર તો કિરણે મનાઈ કરી, પણ લેસ્લીએ તેને મનાવી લીધી અને ભારતમાં આ કારોબાર સંભાળવાનું કામ તેમને સોપ્યું. 

Leave a Comment