મિત્રો, હાલ તો કોરોનાને કારણે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે, તમારે કોઈ પણ સ્થળે જવા માટે અથવા તો ત્યાંથી આવીને હાથ ધોવા ફરજિયાત બની ગયું છે. આ માટે હવે લોકો ઘરમાં જ સેનિટાઈઝર રાખતા થયા છે. પરંતુ સેનિટાઈઝરમાં પણ ઘણા પ્રકાર આવે છે. કોઈ હલકું હોય તો કોઈ વધારે કિંમતવાળું હોય. આવા સમયે એ નક્કી કરવું મુશ્કેલ છે કે તમારી પાસે જે સેનિટાઈઝર છે, તે અસલી છે કે નકલી ! તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે આ લેખમાં અમે તમને એવા પ્રયોગો જણાવીશું, જેના દ્વારા તમે ઘરે જ ટેસ્ટ કરી શકશો કે તમારું સેનિટાઈઝર અસલી છે કે નકલી. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
હાલ એવું જાણવા મળ્યું છે કે ઘણી દુકાનો પર નકલી સેનિટાઈઝર વેચાય છે અને આવી ઘણી નકલી કંપનીઓનો ખુલાસો પણ થયો છે. જ્યારે આ કંપનીઓ બ્રાન્ડેડ કંપનીઓ જેવું જ સેનિટાઈઝર બનાવે છે. આવા સમયે લોકોને મુશ્કેલી થઈ રહી છે કે, ક્યું સેનિટાઈઝર અસલી છે અને ક્યું નકલી છે. આ સિવાય અમે તમને જણાવી દઈએ કે, સરકારે એવો નિર્દેશ કર્યો છે કે લોકો 70 થી 80 % જેટલું જેમાં આલ્કાહોલ હોય તેવા જ સેનિટાઈઝર ઉપયોગ કરવો જોઈએ. પણ મુશ્કેલી એ છે કે, લોકો કંઈ રીતે ઓળખે છે તેનું સેનિટાઈઝર અસલી છે.
સેનિટાઈઝર અસલી છે કે નકલી તે જાણવા માટે તમારે સૌ પ્રથમ તો એક વાત યાદ રાખો કે, તમારા ઘરમાં લોટ તો હશે જ. તેથી પહેલો ટેસ્ટ તમે લોટથી કરી શકો છો. એક વાસણમાં સેનિટાઈઝર લઈ તેમાં એક ચમચી જેટલો લોટ નાખો. પછી લોટને બંધાવાનો પ્રયત્ન કરો. આમ લોટને બાંધવાથી જો લોટ બંધાવા લાગે તો સમજી લો કે તમારું સેનિટાઈઝર અસલી નથી. કારણ કે અસલી સેનિટાઈઝરથી લોટ બંધાતો નથી. આમ સેનિટાઈઝર ભેળવવાથી લોટ છુટો જ રહે છે. જો નકલી હશે તો લોટ બંધાઈ જશે. આ સિવાય હજી એક ઉપાય દ્વારા પણ તમે સેનિટાઈઝર અસલી છે કે, નકલી તે તપાસ કરી શકો છો. આ માટે તમારા ઘરમાં ટોયલેટ અથવા તો ટીશ્યુ પેપર તો હશે. આ ટીશ્યુ પેપર હાથ, વાસણ કે સફાઈ માટે ઉપયોગમાં લેવાય છે. પહેલાં તો તમે એક ટીશ્યુ પેપર લઈ તેની વચ્ચે એક પેન દ્વારા સર્કલ બનાવી દો. ત્યાર પછી તેની ઉપર એક ટીપું સેનિટાઈઝર નાખો. આમ એક ટીપું સેનિટાઈઝર નાખ્યા બાદ તમારું સર્કલ બધે ફેલાઈ જાય તો સમજી તો કે તમારું સેનિટાઈઝર નકલી છે. અને જો સર્કલ ફેલાઈ નહિ, અને સેનિટાઈઝર થોડીક મિનીટમાં સુકાઈ જાય, તો સમજી લો કે તમારું સેનિટાઈઝર અસલી છે.
આ ઉપરાંત એક ખુબ જ સહેલો ઉપાય એ છે કે, પહેલાં તો એક વાસણમાં થોડું સેનિટાઈઝર કાઢો. ત્યાર પછી હેયર ડ્રાયથી તેના પર હવા નાખો. જો 5 થી 7 સેકેન્ડમાં સેનિટાઈઝર સુકાઈ જાય તો તે અસલી સેનિટાઈઝર છે. જ્યારે નકલી સેનિટાઈઝર આટલી જલ્દી સુકાતું નથી. તે વધુ સમય લે છે.