એસપી બન્યા લુંટારા, રાત્રે બાઈક પર નીકળી પોલીસ કર્મીઓને આપ્યો આવો ઝટકો.

મિત્રો, ચોરી કે લુંટફાટના ગુનાહો આજકાલ ખુબ જ વધી રહ્યા છે અને ચોરને પકડવા પણ ખુબ મુશ્કેલ થઈ ગયા છે. આવા સમયે ચોરોને પકડવા માટે નવા નવા અખતરાઓ કરવા પડે છે. પોલીસ માટે આજકાલ ચોર અને લુંટારાઓને પકડવા માટે નવા નવા વેશ લેવા પડે છે. તેથી એમ કહી શકાય કે, પોલીસ પણ હવે સાવધાન બનીને પોતાનું કામ કરી રહી છે. તો મિત્રો, આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ઉત્તરપ્રદેશનો. જેના વિશે આજે અમે તમને આ લેખમાં જણાવશું. માટે આ લેખ અંત સુધી વાંચો. 

આજકાલ જે અપરાધો વધી રહ્યા છે. તેને જોતા ઉત્તરપ્રદેશની પોલીસે એક નવો અખતરો કર્યો છે. ઉત્તરપ્રદેશમાં આજકાલ ગુનાહોના નવા નવા રૂપ સામે આવી રહ્યા છે. આવા સમયે પોલીસ પણ પોતાના ચુસ્ત બંદોબસ્ત દ્વારા ચોર અને લુંટારાઓ ને પકડી રહી છે. તો ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં આવી જ એક ઘટના બની છે. જે મુજબ જીલ્લાના એસપી મોટરસાયકલ પર લુંટારાના રૂપે બહાર નીકળ્યા હતા. 

જાણવા મળતી માહિતી મુજબ એવું જાણવા મળ્યું છે કે, લખીમપુર ખીરી જીલ્લામાં લુંટના મેસેજ વાયરલેસ પર આવે છે. જેમાં એવું જણાવવામાં આવે છે કે, બે લુંટેરાઓ ચેહરા પર માસ્ક બાંધી અને હેલ્મેટ પહેરીને આમતેમ ફરી રહ્યા છે. જેણે એક મહિલાના ગળામાંથી સોના ચેનની લુંટ કરી હતી. તેને જલ્દીથી જલ્દી પકડી લેવામાં આવે. આમ લુંટની સુચના મળતા જ પોલીસ એલર્ટ થઈ જાય છે.

આ ઉપરાંત જાણવા મળતી માહિતી મુજબ એસપીએ ચોરને પકડવા માટે એક યુક્તિ અજમાવી હતી. જે મુજબ એસપીએ પોતાના ચહેરા પર માસ્ક અને હેલ્મેટ પહેરીને પોતાના પીઆરઓની સાથે મોટરસાયકલ પર બેસીને નીકળી પડ્યા હતા. જ્યારે તેઓ મેઈન રોડ પર પહોંચ્યા ત્યારે ચેકિંગ માટે ત્યાંના એક પોલીસ અધિકારીએ તેની બાઈક રોકી અને ઉભું રહેવાનો ઈશારો કર્યો. ત્યારે એસપી એ બાઈકની સ્પીડ વધારી દીધી. ત્યારે અધિકારી જોર જોરથી બોલવા લાગ્યો અને તેની પાછળ દોડ્યો અને બાઈકની આગળ જઈને ઉભો રહી ગયો. 

આ પછી હેલ્મેટ પહેરેલા એસપીએ બાઈકને ડાબી બાજુ વાળી લીધી અને પછી ભાગવાનો પ્રયત્ન કર્યો. તો ત્યાં અધિકારીએ પોતાના ડંડાને બાઈકના પેન્ડલમાં નાખી દીધો. આમ એસપીને પકડી લીધા. આ એસપીનું નામ સતેન્દ્ર કુમાર છે. પણ જ્યારે એસપી એ પોતાનું હેલ્મેટ ઉતાર્યું તો અધિકારી એસપીને જોઈને હેરાન થઈ ગયો. આમ એસપી પોતાના સાથીદારોની આ કાર્યવાહીથી ખુશ થઈ ગયો અને તેમને તરત જ ઇનામ દેવાની ઘોષણા કરી દીધી. 

આ સિવાય એસપી સતેન્દ્ર કુમારને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, હું મારા જીલ્લાના પોલીસ પોતાનું કામ ઠીક રીતે કરી રહી છે કે નહિ, તે ચેક કરવા માટે જ એક ખોટી લુંટનો મેસેજ વાયરલેસ કરાવ્યો હતો. આ સમયે એક અધિકારીએ પોતાની સજાગતા રાખીને મને પકડી લીધો. આ સિવાય એક બીજી જગ્યાએ પણ અમને રોકવાની કોશિશ કરવામાં આવી હતી. 

Leave a Comment