કરીયાણાની દુકાનમાં હિસાબ કરતા બની ગયો IPL મેચનો સ્કોરર.

મિત્રો કિસ્મત ક્યાં અને કોની બદલી જાય છે તે નક્કી નથી હોતું. આવું જ એક IPL ના સ્કોરર વિશે બન્યું છે. જે એક સમયે દુકાને કરીયાણાનો હિસાબ લગાવતો હતો અને આજે IPL નો સ્કોરર બની ગયો છે. જાણવા મળતી જાણકારી મુજબ કરિયાણાની દુકાનમાં હિસાબ રાખતો એક માણસ આ વર્ષે સંયુક્ત અરબ અમીરાત UAE માં થનાર IPL દરમિયાન સ્કોરકીપરની ભૂમિકા ભજવી રહ્યો છે. 

આ માણસ વિશે એવું જાણવા મળ્યું છે કે, તે પહેલી વખત હવાઈ યાત્રા કરશે અને સાથે સાથે તે તેની લાઈફમાં પહેલી વખત એયરપોર્ટ પર પગ મુકશે. પશ્ચિમ બંગાળના ચીનસુરા (હુગલી) નો રહેવાસી સૂર્યકાંત પંડા માટે આ કોઈ સપનાથી કમ નથી. એક રસોઈયાનો પુત્ર સૂર્યકાંત પંડા માત્ર 10 સુધી જ ભણેલો છે. આ માણસ વર્ષો પહેલાં કામની તલાશમાં ઓડીશાથી બંગાળ સુધી આવ્યો હતો. 

આ માણસ વિશે જાણવા મળતી માહિતી મુજબ સૂર્યકાંત પંડા ઇલેક્ટ્રિક સ્કોરરના રૂપે પશ્ચિમ બંગાળથી ચુટાયેલ એક માત્ર વ્યક્તિ છે. આ વ્યક્તિનું સપનું એક હંમેશાથી એક ક્રિકેટર બનવાનું હતું, પણ ઓડીશાથી પશ્ચિમ બંગાળની રાહે તેને ક્રિકેટર ન બનવા દીધો. તેમણે એક દિવસ એક દુકાન પર કરિયાણાનો હિસાબ કરવાનું કામ કરવાનું પસંદ કર્યું. જ્યારે તેના પિતા રસોઈયાનું કામ કરતા હતા. 2002 અને 2003 માં તેણે હુગલી ડીસ્ટ્રીક્ટ સ્પોર્ટ્સ એસોસીએશનના મેદાનમાં થોડીક મેચ રમી હતી. પરંતુ તેમાં રેગ્યુલર ન રહી શક્યા. જો કે સૂર્યકાંત હંમેશા ક્રિકેટ સાથે જોડાયેલ રહેવા માંગતા હતા. તેથી તેમણે પોતાને માટે સ્કોરર બનવાનો રસ્તો અપનાવ્યો. આ સિવાય એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, ‘હું ક્રિકેટર બનવા માંગતો હતો, પણ ઘણી પારિવારિક સમસ્યા મારે આડે આવી હતી, અને હું હંમેશા ક્રિકેટ સાથે જોડાયેલ રહેવા માંગતો હતો. તેથી મેં સ્કોરરનો રસ્તો અપનાવ્યો. મેં 2015 ની તેના સાથે જોડાયેલ ક્રિકેટ એસોસીએશન of બંગાળની પરીક્ષામાં ભાગ લીધો અને તેમાં પાસ થઈ ગયો.’    

પોતાના માતા-પિતાને ગુમાવી દીધેલા સૂર્યકાંત પંડા કરીયાણાની દુકાનમાં કામ કરતા પણ ક્રિકેટ પ્રત્યેનો પોતાનો લગાવ બનાવી રાખ્યો હતો. તેઓ હુગલી જીલ્લા ખેલ સંઘમાં સ્કોરિંગ કરવા લાગ્યા. 2015 માં CAB ની પરીક્ષા પાસ કર્યા બાદ તેનો એક સ્કોરરના રૂપે નિયુક્તિ થઈ ગઈ. ત્યાર પછી CAB દ્વારા આયોજિત અનેક મેચોમાં સ્કોરર બની ગયા.

આમ સૂર્યકાંત પંડાના નિરંતર પ્રયાસ અને લગનને કારણે તેને 2018 નો સર્વશ્રેષ્ટ સ્કોરરનો પુરસ્કાર પણ મળ્યો. સીએબીના અવિષેક ડાલમિયા એ તેને આ પુરસ્કારથી સમ્માનિત કર્યો. જો કે સુર્યકાત પંડા પોતાની સફળતાનો શ્રેય કૌશિક સાહા અને રત્કીમ સાધુને આપે છે. રત્કીમ સાધુ આ વિશે કહે છે કે, ‘આ મારા માટે ખુબ ગર્વની વાત છે. તે શીખવા અને શીખવાડવા બંનેમાં રસ રાખતો હતો. મને તેનાથી ઘણી ઉમ્મીદ છે.’ આમ 2020 ના IPL માટે પસંદગી પામવાથી તે ખુબ ખુશ છે. પરંતુ તેને એ વાતની પણ ચિંતા છે કે કરિયાણાની દુકાનના માલિક તેને આ માટે રજા આપશે કે નહિ. જો કે દુકાનદાર વિશ્વનાથ સાધુખાનએ તેને હંમેશા સપોર્ટ કર્યો છે. જ્યારે વિશ્વનાથ ખુદ એક ફૂટબોલર બનવા માંગતા હતા. પણ પિતાની મોતને કારણે તેને દુકાન સંભાળવી પડી. પણ તેઓ સૂર્યકાંતના સપનાને ખુબ સારી રીતે સમજે છે. 

વિશ્વનાથે આ વિશે જણાવતા કહ્યું છે કે, ‘હું એક ફૂટબોલર બનવા માંગતો હતો. પણ એવું ન થઈ શક્યું જ્યારે સૂર્યકાંતે તેને જણાવ્યું કે IPL માટે ચુંટાયા છે. ત્યારે હું ખુબ ખુશ થયો. હું તેને એક કર્મચારી નથી માનતો મારા માટે તે એક ભાઈ કે દોસ્ત સમાન જ છે.’ 

જ્યાર એ આ વિશે હુગલી ડીસ્ટ્રીકટ સ્પોર્ટ્સ એસોસિએશનના સયુક્ત સચિવ વિકાસ મલ્લિકે જણાવ્યું હતું કે, ‘આખા હુગલી સ્પોર્ટ્સ એસોસિએશને તેમના પર ખુબ ગર્વ છે. તે પોતાની મહેનતે અહિયાં સુધી પહોંચ્યા છે. મને ત્યારે વધુ ખુશી થશે. જ્યારે તે બીસીસીઆઈની પરીક્ષા પાસ કરી લે. તેને જોઈને અન્ય લોકો પણ પ્રેરિત થઈ શકે છે.’ સૂર્યકાંત પંડા 19 ઓગસ્ટ એ બેંગ્લોર અને 27 ઓગસ્ટે દુબઈ માટે રવાના થશે. IPL માં દરેક ક્રિકેટરના સ્કોર  અને ટીમોનો વિકેટ તેઓ ઇલેક્ટ્રિક સ્કોર બોર્ડ પર દેખાડશે. જ્યારે IPL 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી રમવામાં આવશે. આ ઉપરાંત જ્યારે તેમને એમ પૂછવામાં આવ્યું કે તેઓ દુબઈ પહોંચ્યા પછી સૌથી પહેલા શું કરશે. તો તેણે જણાવ્યું કે, ‘સ્કોરિંગ સિસ્ટમને સમજવાની કોશિશ કરીશ. હું સ્કોરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગું છું. કારણ કે આ મારું કામ છે. મેચ પૂરી થઈ ગયા પછી જ ખિલાડીઓ પાસે ઓટોગ્રાફ લેવાનું વિચારી શકું છું.’ આમ સૂર્યકાંત પંડા હવે બીસીસીઆઈની પરીક્ષા પાસ કરીને રાષ્ટ્રીય ટીમો માટે આ કામ કરવા માંગે છે.

https://aajtak.intoday.in/sports/story/ipl-2020-scorer-suryakant-panda-uae-trip-bengal-grocery-store-cook-s-son-tspo-1-1221064.html  

 

Leave a Comment