22 વર્ષની સુંદર સાયન્ટિસ્ટ કોરોના વેક્સિન માટે આપશે અજુગતું બલિદાન, જીવ મુકશે જોખમમાં.

મિત્રો 22 વર્ષની એક સાયન્ટિસ્ટે કહ્યું છે કે, કોરોના વાયરસની વેક્સિન પર રિચર્સ કરવા માટે ખુદને કોરોના વાયરસથી સંક્રમિત થવા માટે તૈયાર થઈ છે. એ 22 વર્ષની યુવતીનું નામ છે સોફી રોઝ. સોફી રોઝનું કહેવું છે કે, કોરોના વાયરસનો ઈલાજ શોધવા માટે તે પોતાના મૃત્યુનો નાનો એવો ખતરો લેવા માટે તૈયાર છે. સોફી ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનની રહેવાસી છે. તેનું કહેવું છે કે, વેક્સિન મળવાથી લાખો લોકોની જિંદગી બચાવી શકું. તેના માટે તે પોતાના જીવનું જોખમ લેવા માટે પણ તૈયાર છે.

સોફીએ કોરોના વાયરસની વેક્સિનના રિચર્સમાં ઝડપ લાવવા માટે 1DaySooner નામનું કેમ્પેન શરૂ કર્યું છે અને વિભિન્ન દેશોને પણ અપીલ કરી રહી છે કે, જલ્દી વેક્સિન તૈયાર કરવા માટે હ્યુમન ચેલેન્જ ટ્રાયલ શરૂ કરવામાં આવે. હ્યુમન ચેલેન્જ ટ્રાયલ દરમિયાન વેક્સિન લગાવવા વાળા વોલેંટીયર્સને જાણી જોઇને પણ સંક્રમિત કરવામાં આવે છે.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ સોફીનું કહેવું છે કે, જો ઈલાજની તપાસ થવાની સંભાવના હોય તો એ પોતાનું શરીર સોંપવા માટે તૈયાર છે. તેણે કહ્યું કે, એક દિવસ તે વિચારી રહી હતી કે, તે પોતાની બેસ્ટ ફ્રેન્ડને કિડની ડોનેટ કરી દેશે, પરંતુ ફરી ખ્યાલ આવ્યો કે, જો તે કોરોનાનું હ્યુમન ચેલેન્જ ટ્રાયલમાં શામિલ થાય છે તો લોકોને ફાયદો થશે.

સોફીએ કહ્યું કે, દુનિયાના તમામ દેશોમાં કોરોના વાયરસની અસર થઈ રહી છે. આર્થિક બરબાદી થઈ રહી છે અને લાખો લોકો મરી રહ્યા છે અને બીમાર થઈ રહ્યા છે. સોફીનું કહેવું છે કે, જો વેક્સિનના ટ્રાયલથી એ જાણવા મળે કે તે માત્ર યુવાનો માટે પ્રભાવી થશે, ત્યારે પણ ફાયદો થશે. યુવાનો આરામથી કામ પર જઈ શકશે અને ઇકોનોમિ પણ સુધારવા લાગશે.

તમને જણાવી દઈએ કે, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ક્લિનિકલ કેન્સર રિચર્સનું કામ કરી રહી હતી. પરંતુ મેં મહિનામાં 1DaySooner કેમ્પેઈન શરૂ કરતા પહેલા તેમણે રિસર્ચરનું કામ છોડી દીધું. અત્યાર સુધીમાં 1DaySooner કેમ્પેઈનની સાથે 151 દેશોના 33 હજાર વોલેંટીયર્સ હ્યુમન ચેલેન્જ ટ્રાયલમાં શામિલ થવા માટે પોતાનું નામ આપી ચુક્યું છે.

Leave a Comment