ક્રિકેટથી સન્યાસ લીધા બાદ ધોનીને આ દેશની ટીમે આપી ઓફર, જાણો ક્યાં દેશે આપી ઓફર.

જેમ કે તમે જાણો છો કે, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ગઈ કાલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લેવાની ઘોષણા  હતી. આ સમાચારથી ધોનીના ચાહકોમાં ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પરંતુ તેમના ચાહકોએ એટલા પણ નિરાશ થવાની જરૂર નથી. કેમ કે ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સન્યાસ લીધો છે, પરંતુ તેઓ આઇપીએલ તો રમતા જ રહેશે. આ બધા સમાચારો વચ્ચે એક નવી વાત  સામે આવી છે. ધોનીએ જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની વાત જાહેર કરી, તેના થોડા સમય પછી ધોનીને ઇંગ્લેન્ડની ટીમ તરફથી રમવાની ઓફર મળી છે. ચાલો તો આ અંગે થોડી વિસ્તારથી વાત કરીએ. 

ગઈ કાલ એટલે કે શનિવારે મહેન્દ્રસિંહ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી અલવિદા કહી દીધું છે. જ્યારે તેમની આ ઘોષણાના એક કલાક બાદ તેને એક મોટી ઓફર મળી ગઈ છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને ધ હન્ડ્રેડ લીગની ટીમ લંડન સ્પિરિટના મુખ્ય કોચ શેન વોર્નએ ધોનીને પોતાની ટીમ તરફથી ક્રિકેટ રમવાની ઓફર કરી છે. આ ટુર્નામેન્ટ આવતા વર્ષે ઇંગ્લેન્ડમાં થવાની છે. 

ધ હન્ડ્રેડ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનું આ એક પ્રયોગાત્મક ટુર્નામેન્ટ છે. જે આ વર્ષે 8 ટીમોની સાથે લોન્ચ થવાનું છે. જો કે ટીમ તરફથી 100 દડા વાળી આ ટુર્નામેન્ટને કોરોના વાયરસને કારણે આવતા વર્ષ માટે ટાળવામાં આવી છે. એ વાત સાચી છે કે, ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટથી સન્યાસ લીધો છે. પરંતુ બે વખત વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ધોની આઈપીએલ જરૂરથી રમતા રહેશે. જો કે એવી  ખબર પણ આવી રહી છે કે, ધોની ફ્રેન્ચાઇઝી બેસ્ડ ટુર્નામેન્ટ રમી શકે છે. 

આ સિવાય જાણવા મળતી વિગત અનુસાર ધોનીએ પોતાનો આ નિર્ણય આઈપીએલની તૈયારી માટે ચેન્નાઈ પહોંચતાની સાથે instragram પણ જાહેર કર્યો હતો. ધોનીએ પોતાનો એક વિડીયો શેર કરતા જણાવ્યું હતું કે, તેને સાંજે 7 અને 29 મિનીટે રીટાયર્ડ માની લેવામાં આવે. આ સિવાય અમે તમને એ પણ જણાવી દઈએ કે, ધોનીની સાથે સુરેશ રૈનાને પણ ઇન્ટરનેશનલ ક્રિકેટથી સન્યાસ લઈ લીધો છે.  

Leave a Comment