ઓક્ટોબર મહિનાના આ દિવસે દેખાશે ખાસ બ્લુ રંગનો ચંદ્ર, જાણો શા માટે ? 

આપણે બધા જ જાણીએ છીએ કે, 2020 નું આ વર્ષ એટલું બધુ ખાસ નથી રહ્યું. પરંતુ આ વર્ષે અવકાશમાં બનનારી ઘટનાઓ પણ સામાન્ય નથી. જી હા મિત્રો, અવકાશમાં સિતારાઓની વચ્ચે જોવા મળતી દુર્લભ ઘટના ખગોળ વૈજ્ઞાનિકો અને કોરોનાની મહામારી વચ્ચે ઘરે સમય વિતાવી રહેલા લોકો માટે ખુબ જ સારી માનવામાં આવી રહી છે. 

ઓક્ટોબર મહિનાની 31 તારીખે દુર્લભ ચંદ્રમા પોતાના બ્લુ(ભૂરા) અવતારમાં જોવા મળશે. જેને `બ્લુ મૂન’ પણ કહેવામાં આવે છે. બ્લુ મૂનની આ અસામાન્ય ઘટના છે જે દર બે કે ત્રણ વર્ષમાં જોવા મળે છે. પરંતુ એવું પહેલી વખત થઈ રહ્યું છે કે, 2020 માં એક ભૂરા રંગનો ચંદ્ર 31 ઓક્ટોબર એટલે કે હેલોવિનના દિવસે જોવા મળશે. જેના કારણે આ ખુબ જ મહત્વની ક્ષણ માનવામાં આવી રહી છે. 

આ બ્લુ મૂન 31 ઓક્ટોબરના રોજ જોવા મળશે. 2020 ના વર્ષમાં જોવા મળતો આ ચંદ્ર ફરી 2039 માં જોવા મળશે. તેથી આ ચંદ્રમા જોવા માટે લોકોમાં ઉત્સાહિત છે. નાસાનું કહેવું છે કે, મોટાભાગના બ્લુ મૂન પીળા (યલો) અને સફેદ (વ્હાઈટ) જોવા મળે છે, પરંતુ અત્યાર સુધી જોવામાં આવેલા અન્ય ચંદ્ર કરતા તદ્દન અલગ હશે. તેઓનું કહેવું છે કે, ક્યારેક ક્યારેક ચંદ્ર બ્લુ પણ દેખાય છે. કેલેન્ડનો સમય બદલાના કારણે નહિ, પરંતુ આ વાયુમંડળ પરિસ્થિતિઓની જગ્યાએ બ્લુ દેખાય છે. આ પ્રકારની ઘટના એક પ્રસિદ્ધ ઉદાહરણ 1883માં થયુ હતું. જ્યારે જ્વાળામુખી ક્રાકોટા ફાટી ગયું હતું. ત્યારે જ્વાળામુખીથી નીકળવાળી ધૂળ દ્વારા હવામાં ઉડવાના કારણે ચંદ્ર બ્લુ દેખાય છે.   

આ વર્ષનો બ્લુ મૂન માસિક છે. 1 ઓક્ટોબર અને 31 ઓક્ટોબર, 2020ના રોજ પૂનમ છે એટલે કે આ દિવસે સંપૂર્ણ ચંદ્ર જોવા મળશે. જો કે પહેલાંથી જ ઓક્ટોબર મહિનામાં બે પૂર્ણ ચંદ્ર નિર્ઘારિત છે. ત્યાર બાદ સંપૂર્ણ બ્લુ મૂનના રૂપે જોવા મળશે. જો 31 ઓક્ટોબરની રાતે આકાશ ચોખ્ખું એટલે કે ખાલી રહેશે. આ રાતે તમે દૂરબીને એક સાથે બ્લુ ચંદ્રને જોવાનો આનંદ લઈ શકે છે. તે સાથે મહામારીની વચ્ચે ઘરે રહીને દરેક વ્યક્તિ પોતાના સમયનો સદ્દઉપયોગ કરી શકે છે અને પ્રકૃતિનો આનંદ લઈ શકે છે.

Leave a Comment