અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 તમારા કિચનની આ પાંચ વસ્તુ તમારા માટે છે જીવનું જોખમ….. 💁
🍲 ખાવું એ આપણી જિંદગીનું સૌથી જરૂરી ભાગ છે. ખાધા વગર આપણું શરીર કામ કરવાનું જ બંધ કરી દે છે. શરીર માટે જરૂરી તત્વ જેમ કે મિનરલ્સ, પ્રોટીન્સ, વિટામિન્સ, ફેટ આ બધું આપણને ખાવાથી જ મળે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઉર્જા અને તાકાતનો આ સોર્સ તમને ધીમે ધીમે મારી પણ શકે છે. આ વાત એક સાયન્ટીફીક રીચર્સમાં ખુલાસો થયો છે.
🍲 આજે અમે તમને એવી પાંચ ખાવાની વસ્તુઓ વિશે જણાવશું જે તમારા કિચનમાં 24 કલાક રહે છે. જેને તમે અને તમારા બાળકો પણ રોજ ખાય છે. તે મીઠું ઝેર બનીને તે આપણને જ નષ્ટ કરે છે. તેના સેવનથી તમને મોટાપણું, કેન્સર જેવી મોટી મોટી જીવલેણ બીમારીઓ થઇ શકે છે. જે ખાવાની વસ્તુ વિશે આજે અમે જણાવશું તેમાંથી અમુક વસ્તુ તો એવી છે જેના વિશે જાણીને તમે વિજ્ઞાન ઉપર પણ સવાલ કરશો. પરંતુ આપણે જેવું વિચારતા હોઈએ છીએ એવું નથી હોતું. એટલા માટે આ લેખને છેલ્લે સુધી અવશ્ય જોવો.
🍅 સૌથી પહેલા તો સાયન્ટિસ્ટ ડબ્બામાં કે બોટલમાં આવતા ટમેટા સોસને સૌથી ખરાબ ફૂડ માને છે. હવે આપણને એવું પણ થાય કે ટમેટા સોસ કેમ ખરાબ હોય શકે, તે ટમેટામાંથી જ બને છે અને ટમેટા એક નેચરલ વેજીટેબલ છે ? ચટણીની જેમ ઉપયોગમાં લેવાતો ટમેટા સોસ શુગરનો સોર્સ છે. ટમેટામાં ખુબ માત્રામાં શુગર હોય છે જે મોટાપણું, ડાયાબીટીસ, હૃદય રોગ અને તમારા દાંત પણ પડી જવાના ખતરાને પણ વધારી દે છે. આ ભયાનક રોગોથી બચવા માટે સોસ બનાવવો હોય ત્યારે તાજા ટમેટાનો ઉપયોગ કરવો જોઈએ અને તેમાં પણ વધારે મીઠું કે ખાંડ ન નાખવી અને શુદ્ધ ટમેટાનો જ સોસ બનાવવો. બજારમાં મળતા સોસ તમારા માટે જીવના જોખમ જેવું જ છે. આજે જ બંધ કરી દો સોસ ખાવનું.
🥤 બીજા નંબર પર છે સોડા. દરેક લોકો જાણે છે કે સોડા આપણા હેલ્થ માટે ખુબ જ નુકશાનકારક છે. સોડા વાસ્તવમાં આપણો સૌથી મોટો દુશ્મન છે. તે આપણા શરીરમાં બધી જ પ્રકારની ગરબડ કરી શકે છે. સોડા તમારા શુગર લેવલને વધારી શકે છે, ત્વચા માટે હાનીકારક છે સાથે સાથે તે તમારા હોર્મોન્સને પણ તબાહ કરી શકે છે. સોડામાં હાનીકારક આર્ટીફીશીયલ મીઠાઈ હોય છે. જે શરીરની બરબાદીનું સૌથી મોટું કારણ બને છે. જો તમે સોડાની આદતને છોડવા માંગો છો તો સૌથી સિમ્પલ છે કે સોડાની જગ્યાએ જ્યુસ પીવું. તેનાથી આપણા શરીરને ખુબ જ પોષણ પણ મળી રહે છે અને કોઈ પણ પ્રકારનું નુકશાન પણ નથી થતું. એટલા માટે સોડાને હવે અલવિદા કહી દો.
🧂 ત્રીજા નંબરની આઈટમ વિશે. તેના વિશે જાણીને તમે ખુબ જ હેરાન રહી જશો. આ વસ્તુને તમે પણ દિવસમાં કેટલી વાર ઉપયોગ કરતા હશો. ક્યારેક દુધની સાથે તો ક્યારેક સરબતની સાથે. અમે વાત કરી રહ્યા છીએ ખાંડની. ખાંડ એક નશા જેવું છે. જો તમે વધારે ખાંડનો ઉપયોગ કરો છો તો તે તમારા શરીરના ગ્લુકોઝના લેવલને વધારી દે છે અને સાથે સાથે આપણ શરીરને પણ વધારે છે. જેમ કે ડાયાબીટીસ, કેન્સર, હૃદયરોગ અને બીજા પણ શારીરિક જોખમને હળવા કરવા માંગતા હોવ તો ખાંડ ખાવાથી બચો અને જે જગ્યાએ ખાંડનો ઉપયોગ થાય તે જગ્યા પર મધનો ઉપયોગ કરવો જોઈએ.
🧴 વેજીટેબલ ઓઈલ. જેને આપણે વનસ્પતિ તેલ પણ કહીએ છીએ. વનસ્પતિ તેલ આજકાલ આપણા કિચનનો ખુબ જ મોટો હિસ્સો બની ગયો છે. મોટા ભાગનું ખાવાનું આપણે તેલ વગર બનાવી જ નથી શકતા. આ તેલ માર્કેટમાં પણ ખુબ જ સસ્તું અને આસાનીથી મળી રહે છે. રિફાઈન્ડ વેજીટેબલ ઓઈલ તમને દિવસે દિવસે બીમાર બનાવે છે. આ તેલોમાં ખુબ જ ખતરનાક ટ્રાન્સફેટ હોય છે તે હૃદયરોગ, કેન્સર શરીરનું જાડાપણું અને અલ્જાઈમર રોગને ટ્રીગર કરી શકે છે. મિત્રો વેજીટેબલ ઓઈલને છોડો અને ઘી, નાળિયેર તેલ અને ઓલીવ ઓઈલને ઉપયોગમાં લો.
🍞 હવે જે આઈટમ વિશે બતાવવા જઈ રહ્યા છીએ તે ખુબ જ ખતરનાક છે. તેના પર પણ તમે વિશ્વાસ ન કરો, પણ જાણવું આપણા માટે ખુબ જ જરૂરી છે. આ આઈટમને લગભગ લોકો હવે રોજ ખાતા થયા છે. ક્યારેક તેને દૂધ સાથે તો ક્યારેક જામ લગાવીને. અમે વાત કરી રહ્યા છીએ બ્રેડની. બ્રેડમાં પણ બે પ્રકાર હોય છે, બ્રાઉન અને વ્હાઈટ બ્રેડ. પરંતુ આજે આપણે જાણીશું વ્હાઈટ બ્રેડ વિશે. વ્હાઈટ બ્રેડ તમારા જીવનને ટૂંકાવી રહ્યું છે. વ્હાઈટ બ્રેડ અનાજ માંથી બને છે અને અનાજ પણ સારું જ હોય છે પરંતુ એમાં શું છે કે જેનાથી બનતી વ્હાઈટ બ્રેડ તમારી હેલ્થને નુકશાન પહોંચાડે છે તે જાણીએ.
🍞 વ્હાઈટ બ્રેડ જેને લોકો લગભગ રોજ ખાતા હોય તે રીફાઇન્ડ લોટ માંથી બને છે. રીફાઇન્ડ લોટમાં ન તો કોઈ વિટામીન હોય ન તો કોઈ પણ પ્રકારનું પ્રોટીન. હેરાનીવાળી વાત તો એ છે કે સારો સફેદ રંગ લાવવા માટે અનાજને ગંદા અને ખરાબ કેમિકલની સાથે મેળવવામાં આવે છે. બ્રેડને વધારે ખાવાથી બચો નહિ તો આવતા સમયમાં તમારે ખુબ જ તકલીફ ભોગવવી પડી શકે છે.
🍟 તો આ હતી તે પાંચ ખાવાની વસ્તુ જે તમારા કિચનમાં લગભગ હોય જ છે. જે તમારા આયુષ્યને ઓછી કરી નાખે છે. તેના સિવાય પણ ઘણા એવા ફૂડ આઈટમ છે જે આપણા માટે હાનીકારક છે. જેમ કે ફાસ્ટફૂડ, આલ્કોહોલ, બટેટાની ચિપ્સ અને પેકીંગમાં આવતા જ્યુસ. આ બધી વસ્તુ તમારા જીવનને ટૂંકું કરવા માટે જ બની છે. જો આ બધા જ ફૂડને તમે ખાવા માંગતા હોવ અથવા તેનો સ્વાદ લેવા માંગતા હોવ અમે તમને જણાવશું કે કોઈ નેચરલ ઉપાય શોધી કાઢો જેમ કે ખાંડની જગ્યાએ મધ અને સોડાની જગ્યાએ જ્યુસ. તમારી હેલ્થ તમારા પર ટકેલી છે. જેવું તમે ખાશો તેવા જ તમે ખુશ રહેશો.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી