જાણો હિંદુ ધર્મ અનુસાર ક્યાં દિવસે વાળ કપાવવાથી થાય છે ધનલાભ..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 જાણો ક્યાં દિવસે વાળ કપાવવાથી થાય છે ધનલાભ.. 💁

🙅 મિત્રો આજે અમે ખુબ જ મહત્વનો ટોપિક લઈને આવ્યા છીએ કે વાળ ક્યાં દિવસે કપાવવા જોઈએ અને ક્યાં દિવસે ન કપાવવા જોઈએ. તેમજ પુરુષોએ ક્યારે દાઢી કરાવવી જોઇએ અને નખ ક્યારે કાપવા જોઈએ વગેરે. મિત્રો આ વાત છે તો ખુબ જ સામાન્ય પરંતુ તેનું ખુબ મહત્વ છે. જો આ કામને યોગ્ય દિવસે કરવામાં આવે તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

Image Source :

🙅 હિંદુધર્મ અનુસાર ઘણી બધી માન્યતાઓ પ્રચલિત છે જેમાં એક માન્યતા એવી પણ છે કે અમુક ચોક્કસ દિવસે વાળ કપાવવા અથવા નખ કાપવા અશુભ મનાય છે. અમુક દિવસો એવા પણ હોય છે કે જે દિવસે નખ અને વાળ કાપવા ખુબ જ શુભ મનાય છે અને તે દિવસે જો તે કાર્ય કરવામાં આવે તો મોટો લાભ પણ થાય છે. તો ચાલો જાણીએ કે આ કાર્ય માટે સૌથી શુભ અને યોગ્ય દિવસો ક્યાં છે અને તેના આપણા જીવન પર ક્યા સકારાત્મક અને લાભદાયી પ્રભાવ જોવા મળે છે.

Image Source :

🙅 સોમવારનો ગ્રહ ચંદ્ર હોય છે તેથી આ દિવસે વાળ કે નખ  કાપવા યોગ્ય નથી અને જો કાપવામાં આવે તો તેનાથી માનસિક સ્વાસ્થ્ય તેમજ સંતાનોના સ્વાસ્થ્યને હાની પહોંચે છે. તો સોમવારે નખ  કે વાળ કપાવવાથી બચવું જોઈએ.

🙅 બીજો વાર છે મંગળવાર. મિત્રો આ દિવસે પણ નખ કે વાળ કપાવવા અશુભ મનાય છે. કારણ કે આ દિવસે નખ કે વાળ કાપવા તે ઉમર ઓછી કર્યા સમાન ગણાય છે.

Image Source :

🙅 ત્રીજો વાર છે બુધવાર. તો મિત્રો બુધવારનો દિવસ આ કાર્ય માટે ખુબ જ શુભ માનવામાં આવે  છે. બુધવારે નખ કે વાળ કાપવાથી બરકતમાં વધારો થાય છે.

🙅 અઠવાડિયાનો ચોથો વાર છે ગુરુવાર. મિત્રો ગુરુવાર ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. એટલે કે આ દિવસ ગુરુ ગ્રહનો પણ દિવસ છે. આ દિવસે વાળ કે નખ  કાપવા અશુભ ગણાય છે. કારણ કે આ દિવસે વાળ કે નખ કાપવાથી લક્ષ્મીનું એટલે કે ધનનું નુકસાન થાય છે. આ ઉપરાંત માન સમ્માનને હાની પોંહચે છે. માટે આ દિવસે વાળ કે નખ  કાપવાનું ટાળવું જોઈએ.

Image Source :

🙅 પાંચમો વાર છે શુક્રવાર. આ વારને ગ્લેમર અને લક્ઝરીનું પ્રતિક માનવામાં આવ્યું છે. જો આ દિવસે વાળ કે નખ  કાપવામાં આવે તો તે ખુબ શુભ ગણાય છે. ઘણા લાભો થવાની શક્યતાઓ છે. તેનાથી ધન વધે છે તેમજ યશ અને નામના પણ વધે છે.

🙅 છઠ્ઠો વાળ છે શનિવાર. આ દિવસે વાળ અને નખ કપાવવા માટે ખુબ જ અશુભ ગણાય છે. કારણ કે આ દિવસે વાળ કે નખ  કાપવાથી સમસ્યાઓ વધે છે. કાર્યોમાં અડચણો આવે છે. માટે આ વારે વાળ કે નખ કાપવાનું વિચારવું પણ નહિ.

Image Source :

🙅 સાતમો વાર છે રવિવાર. મહાભારતના અનુશાસન પર્વમાં જણાવ્યું છે કે આ વાર સૂર્યનો દિવસ છે અને આ દિવસે પણ આ કાર્ય માટે અશુભ ગણાય છે. કારણ કે આ દિવસે વાળ કે નખ  કાપવાથી ધન, બુદ્ધિ અને વૈભવ નષ્ટ થાય છે. માટે આ દિવસે આ કાર્ય ન કરવું જોઈએ જેથી તમારા જીવનમાં મુશ્કેલીઓ ન વધે.

🙅 તો મિત્રો અઠવાડિયામાં સાત વાર એટલે કે સાત દિવસ હોય છે તેમાંથી માત્ર બે જ વાર વાળ કપાવવા માટે કે નખ કાપવા માટે શુભ ગણાય છે અને તે બે દિવસ છે બુધવાર અને શુક્રવાર. માટે જ્યારે તમે વાળ કે નખ  કાપવાનું વિચારો તો આ બે વારમાંથી કોઈ એક વારની પસંદગી કરવી. બાકીના દિવસે ક્યારેય ભૂલથી પણ આ કાર્ય કરવું નહિ.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજઅવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment