અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 પૂજા કે આરતી કરતી વખતે જો આ રીતે દીવો કરવામાં આવે તો સાક્ષાત લક્ષ્મીનો વાસ રહે છે ઘરમાં…. 💁
🙏 મિત્રો કોઈ પણ પૂજા કે આરતી દીવા વગર અધુરી છે. દીવાનું પૂજામાં ખાસ મહત્વ છે. કારણ કે દીવાથી આપણા ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાઓ દૂર થાય છે. પરંતુ મિત્રો શું તમે જાણો છો કે તમે દીવો કરતી વખતે અમુક ખાસ બાબતોનું ધ્યાન રાખો અને તેને અનુરૂપ દીવો કરો તો તમારા ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મીનો વાસ થાય છે. જેના કારણે તમારા કાર્યોમાં તમને સફળતા મળે છે તેમજ ભગવાનની કૃપાદ્રષ્ટિ પણ રહે છે.Image Source :
🕯 મિત્રો તેલનો દીવો કષ્ટોનું નિવારણ કરે છે જ્યારે ઘીનો દીવો સુખ-સમૃધ્ધિ અર્પણ કરે છે. પરંતુ તે દીવો કરતી વખતે પણ એક બાબત ધ્યાનમાં રાખવાની છે. જ્યારે તમે તમારા દેવી દેવતાઓની પૂજા કરતા હોય ત્યારે તમે ઘીનો અથવા તેલનો દીવો કરતા હોવ તો દીવો તમારા જમણા હાથ પાસે જ રાખવો જોઈએ.
🕯 દીવાની જ્યોત કંઈ દિશામાં જાય છે તે પણ ખુબ મહત્વનું છે. હંમેશા તમારા દીવાની જ્યોત ઉત્તર કે પૂર્વ દિશામાં જવી જોઈએ. આ રીતે દીવાની જ્યોત રાખવાથી મનોકામના પૂર્ણ થાય છે અને ધનપ્રાપ્તિના યોગ બને છે. દક્ષીણ કે પશ્ચિમ દિશામાં દીવાની જ્યોત ક્યારેય ન રાખવી જોઈએ કારણ કે આ દિશામાં જ્યોત રહે તો તેનાથી કોઈ પણ લાભ થતા નથી. મિત્રો તમારું મંદિર ઇશાન દિશામાં રાખવામાં આવે તો જ્યોત પૂર્વ દિશામાં જ રહેશે.Image Source :
🕯 તેલનો દીવો કષ્ટ નિવારણ માટે વપરાય છે પરંતુ જો તે સરસવ કે તલના તેલનો દીવો હોય તો તેનાથી વધારે લાભ પ્રાપ્ત થાય છે. ઘરમાં રહેલી દરેક નકારાત્મક ઉર્જા દૂર રહે છે.
🕯 મિત્રો તમે જ્યારે દીવો કરો તો એક ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે કે દીવામાં ઘી અને તેલ બંને ક્યારેય મિક્સ ન કરવું જોઈએ. તમારે એકલા ઘીનો દીવો કરવો જોઈએ અથવા તો તેલનો પરંતુ તેલ અને ઘી બંને મિક્સ કરી તેનો દીવો કરવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ.
🕯 મિત્રો તમે જ્યારે પૂજા કે આરતી કરો છો તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે જ્યાં સુધી તમારી પૂજા ચાલુ હોય ત્યાં સુધી તમારો દીવો ઓલવાઈ જવો જોઈએ નહિ. આવું થાય તો પૂજાનો પૂરેપૂરો લાભ નથી મળતો અને પૂજા અધુરી રહી જાય છે.Image Source :
🕯 ઘણા લોકો એવા હોય છે જે દીવો ભગવાનની આજુ બાજુની સાઈડમાં રાખતા હોય છે. પરંતુ હંમેશા દીવાને પ્રજ્વલિત કરો ત્યારે તમારે દીવો ભગવાનની મૂર્તિ કે ફોટાની બરાબર સામે જ રાખવો જોઈએ.
🕯 મિત્રો જ્યારે તમે ઘીનો દીવો કરતા હોય ત્યારે તેમાં સફેદ વાટ રાખવી જોઈએ અને જ્યારે તમે તેલનો દીવો કરતા હોય ત્યારે લાલ રંગની વાટ લગાવવી જોઈએ. આ રીતે દીવો પ્રજ્વલિત કરવો ખુબ જ શુભ મનાય છે.Image Source :
🕯 જ્યારે તમે કોઈ પૂજા કે આરતી કરતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તમારો દીવો તૂટેલો ન હોવો જોઈએ. કારણ કે ધાર્મિક કાર્યોમાં ખંડિત વસ્તુનો ઉપયોગ કરવો અશુભ મનાય છે.
🕯 મિત્રો તમારી મહેનત સફળ ન થતી હોય તો ઘીનો દીવો કરવો પરંતુ તેમાં કોઈ લાલ રંગના દોરાની કે ઉનની વાટ રાખવી તેમજ તેમાં થોડી હળદર અને કંકુ પણ મિક્સ કરવું અને આ દીવો વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીના ફોટા પાસે રોજ કરવો. આવું કરવાથી અવશ્ય ફાયદો થશે. ધનપ્રાપ્તિના નવા નવા માર્ગો ખુલશે.Image Source :
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી