આયુર્વેદમાં લવિંગનું અલગ જ મહત્વ રહેલું છે. આમ જોઈએ તો આયુર્વેદમાં અનેક વસ્તુઓનો ઉલ્લેખ દવાઓ તરીકે કરવામાં આવ્યો છે. જે આપણી અનેક શારીરિક સમસ્યાઓ દૂર કરી શકે છે. તેમાંથી એક છે લવિંગ. આ કોરોના કાળમાં લવિંગ આપણા માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. જો તમે લવિંગના ફાયદાઓ વિશે જાણશો તો ચોંકી જશો.
લવિંગ એક આયુર્વેદિક જડીબુટ્ટી છે. જે અનેક બીમારીઓને ખત્મ કરવાની શક્તિ ધરાવે છે અને આપણું સ્વાસ્થ્ય ફીટ રાખવામાં મદદ કરે છે. બદલાતા મૌસમમાં બીમારીઓથી રક્ષણ મેળવવા માટે લવિંગ કોઈ રામબાણથી કમ નથી.
લવિંગમાં રહેલા પોષક તત્વો : લવિંગમાં વિટામીનની સાથે અનેક મિનરલ્સ રહેલા છે. તેમાં ઝીંક, કોપર, મેગ્નેશિયમ પર્યાપ્ત માત્રામાં રહેલા છે. આ સિવાય લવિંગમાં પ્રોટીન, આયરન, કાર્બોહાઈડ્રેટસ, કેલ્શિયમ અને સોડીયમ એસિડ ભરપુર માત્રામાં રહેલા હોય છે. તો ચાલો હવે જાણીએ લવિંગના ફાયદા…
પાચન સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે લવિંગ : લવિંગમાં સેવનથી તે તમારા પાચન એન્જાઈમ આ સ્ત્રાવમાં વધારો કરે છે. જે કબજિયાત અને અપચા જેવી પાચન સંબંધી વિકારોને રોકે છે. આ સિવાય લવિંગ એ ફાઈબરથી ભરપુર છે, આથી તે તમારા પાચન સ્વાસ્થ્ય માટે ખુબ જ સારા છે.
ડાયાબિટીસના દર્દી : લવિંગનું સેવન કરવાથી તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહી શકે છે. જો કોઈને ડાયાબિટીસ લેવલ ખુબ જ હાઈ રહેતું હોય તો તેઓ એ દરરોજ બે લવિંગનું સેવન જરૂર કરવું જોઈએ. તેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.
ઇમ્યુનિટી : શરીરની ઇમ્યુનિટી વધારવામાં લવિંગ ખુબ જ મદદ કરે છે. તેમાં વિટામીન સી અને ઘણા એન્ટી ઓક્સીડેન્ટ હોય છે, જે શરીરમાં સફેદ રક્ત કોશિકાઓને વધારવા માટે ઓળખવામાં આવે છે. તે શરીરને સંક્રમણથી લડવામાં મદદ કરે છે.
હાડકાઓ : કમજોર હાડકાઓને પણ લવિંગ મજબુત બનાવે છે. તેમાં ફ્લેવોનોયડસ, મેગ્નીજ, યુજેનોલ હોય છે. જે હાડકાઓ અને સંયુક્ત સ્વાસ્થ્યને વધારવા માટે ઓળખાય છે. લવિંગનું સેવન હાડકાઓના ઘનત્વને વધારવામાં મદદ કરે છે.
પુરુષો માટે જરૂરી છે લવિંગ : લવિંગનું નિયમિત સેવન કરવાથી યૌન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે. આથી જે પુરુષોને યૌન સંબંધી કોઈ સમસ્યા છે તો તેમણે લવિંગનું સેવન જરૂર કરવું જોઈએ. કારણ કે તેનાથી અંગત સંબંધોમાં સુધારો લાવે છે. તે પૌરુષ શક્તિ વધારવાનું કામ કરે છે. લવિંગ કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડીયમ અને ઝીંક જેવા ખનીજોથી ભરપુરથી હોય છે. આ બધા પુરુષોના સ્વાસ્થ્ય માટે જરૂરી તત્વ માનવામાં આવે છે.
લવિંગનું સેવન કરવાનો સમય : જો તમે દરરોજ રાત્રે સૂતા પહેલા 2 લવિંગ ખાઈને એક ગ્લાસ નવશેકું ગરમ પાણી પીવો છો તો તેનાથી પેટ સંબંધી રોગો દૂર થઈ જાય છે. આ સિવાય ખાલી પેટ પણ લવિંગનું સેવન કરી શકાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી