માણસના શરીરમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે. તેમાંથી ઘણા બેક્ટેરિયા સારા માનવામાં આવે છે. અને ઘણા બેક્ટેરિયા હાનિકારક શ્રેણીમાં આવે છે. એક સ્વસ્થ જીવનશૈલી માટે શરીરનું સ્વસ્થ રહેવું ખુબ જ જરૂરી હોય છે. તેને સ્વસ્થ બનાવી રાખવામાં ઇન્ટેસ્ટાઇન એટલે કે આંતરડા મહત્વની ભૂમિકા નિભાવે છે.
આંતરડામાં લગભગ 300 થી 500 વિભિન્ન પ્રકારના બેક્ટેરિયા હોય છે. બેક્ટેરિયાના આ સમૂહને માઈક્રોબાયોટાના રૂપમાં ઓળખવામાં આવે છે. એક રીપોર્ટ અનુસાર જે લોકો લગભગ 100 વર્ષના છે, જેના આંતરડામાં ઘણા એવા બેક્ટેરિયા જોવા મળ્યા છે, જે શક્તિશાળી એન્ટી માઈક્રોબીયલ યૌગિકોનું ઉત્પાદન કરે છે.
આ અભ્યાસ અનુસાર 100 થી વધુ આયુષ વાળા 160 લોકોના મળ સેમ્પલ્સને લઈને સેન્ટીનેરીયન માઈક્રોબાયોટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું. એક્સપર્ટ એ જણાવ્યું કે, 100 વર્ષથી વધુ ઉંમરના લોકોના માઈક્રોબાયોટાની તુલનામાં 85 થી 89 વર્ષની ઉંમરના 122 વડીલ વ્યક્તિઓ સાથે કરવામાં આવી, અને 21 થી 55 વર્ષની ઉંમરના 47 લોકો સાથે પણ તેની તુલના કરવામાં આવી.
અભ્યાસ અનુસાર ઓડીરોબેક્ટેરિયાસી નામનું એક બેક્ટેરિયા બાઈલ એસિડનું ઉત્પાદન કરીને અન્ય ખતરનાક બેક્ટેરિયાના વિકાસને રોકે છે. 100 થી વધુ ઉંમરના લોકોના આંતરડામાં ઘણી માત્રામાં જોવા મળ્યું. સેમ્પલથી જાણવા મળ્યું છે કે, વૃદ્ધ અને યુવા વ્યક્તિઓની તુલનામાં 100 થી વધુ ઉંમરના લોકોના આંતરડામાં એવા માઈક્રોબ્સ રહેલા હતા જે બાઈલ એસિડ બનવામાં સક્ષમ હતા.
નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ અનુસાર બાઈલ એક તરલ પદાર્થ છે. જે લીવર દ્વારા બને છે અને ગેલ બ્લેડરમાં જઈને જમા થાય છે. બાઈલ પાચન ક્રિયામાં મદદ કરે છે. અભ્યાસ અનુસાર ટોક્યોમાં કેયો યુનિવર્સિટી ઓફ મેડીસીનમાં પ્રોફેસર કેન્યા હોન્ડા એ જણાવ્યું છે કે, કદાચ જેનેટિક ફેક્ટર્સ અને ડાયટનું આંતરડાના માઈક્રોબાયોટાની સંરચના પર પ્રભાવ પાડે છે.
બાઈલ એસિડ જેને આઈસોએલો-લીથોચોલીક એસિડ પણ કહેવાય છે. આંતરડાના પેથોજનની વિરુદ્ધ એન્ટી માઈક્રોબીયલની જેમ કામ કરે છે. બાઈલ એસિડ કલોસ્ટ્રીડાયોઈડસ ડીફીસાઈલ નામના બેક્ટેરિયાને રોકવામાં સક્ષમ હોય છે.
એન્ટી બાયોટીક દવાઓને લેતા લોકોમાં કલોસ્ટ્રીડાયોઈડસ ડીફીસાઈલ નામના બેક્ટેરિયાના કારણે ગંભીર રૂપે ડાયેરિયાની સમસ્યા થઈ શકે છે. એનએચએસ અનુસાર સી, ડીફીસાઈલ ઇન્ફેકશન આંતરડાને લગતી ગંભીર સમસ્યાઓને જન્મ આપી શકે છે.
આમ અભ્યાસ અનુસાર એમ કહી શકાય કે, ઓડોરીબેક્ટેરિયા અને 100 થી વધુ ઉંમરના લોકોમાં સંબંધ દેખાડે છે, જો કે તેનાથી એમ કહી શકાય કે, બાઈલ એસિડથી જે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, તે લાંબા જીવનકાળમાં યોગદાન આપી શકે છે. તેઓ કહે છે કે, હાલ આપણી પાસે તેની વચ્ચે કારણ અને પ્રભાવ સંબંધ દેખાડતો કોઈ ડેટા નથી.
જ્યારે પહેલાના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, બેક્ટેરિયા અને અન્ય સુક્ષ્મજીવોના સમૂહ જે આંતરડામાં રહે છે, ઉંમર વધવાની સાથે આપણા સ્વાસ્થ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ સિવાય માનસિક તણાવ, અનિંદ્રા, સ્વીટ વસ્તુઓનું વધુ પડતું સેવન અને નિર્ધારિત એન્ટી બાયોટીક્સ સહિત ઘણા એવા ફેક્ટર્સ છે જે આંતરડાને અસ્વસ્થ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી