શું તમે ચા ને બીજી વખત ગરમ કરીને પીવો છો ? તો તમને જણાવી દઈએ કે ચા ને બીજી વખત ગરમ કરીને પીવાથી તે સ્વાસ્થ્યને ઘણી રીતે નુકશાન પહોંચાડી શકે છે. વાસ્તવમાં ચા ને ફરીને ગરમ કરવાથી ચા નો સ્વાદ અને પૌષ્ટિકતા ખત્મ થઈ જાય છે. આથી જો તમે તેને પીવો છો તો કોઈ પણ પ્રકારનો લાભ નથી થતો. પરંતુ તેનાથી નુકશાન જરૂર થાય છે.
એટલું જ નહિ, જો ચા ને રૂમના તાપમાનમાં ચાર કલાકથી વધુ સમય માટે રાખી મુકવામાં આવે તો તેમાં બેક્ટેરિયા અને મોલ્ડ વધવાની સંભાવના વધી જાય છે. તેનાથી આંતરડાને નુકશાન પહોંચે છે. આથી તમારે ક્યારેય પણ ચા ને ફરી ગરમ કરીને ન પીવી જોઈએ. તો ચાલો જાણી લઈએ ચા ને ફરી ગરમ કરીને પીવાથી થતા નુકશાન વિશે.
આંતરડા માટે : સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે આંતરડાનું સ્વસ્થ રહેવું ખુબ જ જરૂરી છે. આથી જો તમે પોતાના આંતરડાને હંમેશા સ્વસ્થ રાખવા માંગો છો તો ક્યારેય પણ ફરી ગરમ કરેલ ચા નું સેવન ન કરવું જોઈએ. તેનાથી હંમેશા દૂરી બનાવી રાખો. આ સિવાય જો તમને આંતરડાને લગતી કોઈ બીમારી છે તો ભૂલથી પણ આવી ચા ક્યારેય ન પીવો. તે તમારા આંતરડાના સ્વાસ્થ્ય અને તેની વનસ્પતિઓને પ્રભાવિત કરી શકે છે.
ફૂડ પોઇઝનિંગ : ખરાબ ખાનપાનના કારણે ઘણી વાર લોકોને ફૂડ પોઇઝનિંગનો સામનો કરવો પડે છે. કમજોર રોગ પ્રતિકારક ક્ષમતા વાળા લોકોને આ બીમારી થવાનું જોખમ વધુ રહે છે. તેનાથી બચવા માટે તમારે ફરીથી ગરમ કરેલી ચા પીવાથી બચવું જોઈએ. વાસ્તવમાં વાસી ચા બેક્ટેરિયા અને કવકના વિકાસનું કારણ બને છે. એવામાં જો તેને ફરીથી ગરમ કરીને પીવામાં આવે તો ફૂડ પોઇઝનિંગની સમસ્યા થઈ શકે છે.
કેન્સર : ચા ને બીજી વખત ગરમ કરીને પીવાથી કેન્સર જેવી ગંભીર બીમારી થવાની સંભાવના વધી જાય છે. વાસ્તવમાં ચા ને ફરી ગરમ કરવાથી ટેનિન નીકળે છે, જે કેન્સર કારક હોય શકે છે. ટેનિનથી ચા નો સ્વાદ બગડી જાય છે અને કડવો થઈ જાય છે.
ગેસ્ટ્રોએન્ટેરાઈટીસ : ગેસ્ટ્રોએન્ટેરાઈટીસ એક ગંભીર સમસ્યા છે. તેમાં વ્યક્તિના પેટાને આંતરડામાં ઇન્ફેકશન થઈ શકે છે. ગેસ્ટ્રોએન્ટેરાઈટીસ એક સંક્રમણ છે. તેમાં ઉલ્ટી અને દસ્ત થવા તે સામાન્ય લક્ષણ છે. આ સમસ્યા ફરીથી ચા ને ગરમ કરીને પીવાથી થઈ શકે છે. તેવામાં તમારે ભૂલથી પણ ફરીથી ગરમ કરેલ ચા ન પીવી જોઈએ. આ સંક્રમણ પેટ, અને આંતરડાને સંપૂર્ણ રીતે પ્રભાવિત કરી શકે છે.
ઉલ્ટી અને જીવ મુંઝાવો : ગરમ કરેલ ચા પીવાથી તમને ઉલ્ટી અને જીવ મુંઝાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. આથી તમારે ભૂલથી પણ તેનું સેવન ન કરવું જોઈએ. જો કે ચા પીવાથી માથાનો દુઃખાવો ઠીક થાય છે, પરંતુ રાખેલી ચા પીવામાં આવે તો માથાનો દુઃખાવો, ઉલટી અને જીવ મુંઝાવો જેવી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.
પોષક તત્વો રહિત : આમ જોઈએ તો ચા માં ઘણા પોષક તત્વો રહેલા છે. કારણ કે તેને આદુ, એલચી વગેરે નાખીને બનાવવામાં આવે છે. પરંતુ જો તેનું વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે તો નુકશાનકારક પણ સાબિત થઈ શકે છે. એટલું જ નહિ, જો ચા ને ફરી ગરમ કરીને પીવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યને નુકશાન પણ થઈ શકે છે. કારણ કે તેમાંથી બધા જ પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. ચા ને ચાર કલાકથી વધુ સમય માટે મૂકી રાખવામાં આવે તો તેમાં કોઈ પણ પોષક તત્વો નથી રહેતા.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી