થઈ જાવ સાવધાન ! સેનીટાઈઝરનો વધુ પડતો ઉપયોગ છે જોખમી, નોતરે છે આવી ગંભીર બીમારીઓને….

મિત્રો આજે કોરોનાને કારણે લોકો સેનીટાઈઝરનો ઉપયોગ કાયમી કરતા શીખી ગયા છે. જ્યારે દુકાને અથવા તો ઠેરઠેર સેનીટાઈઝર દ્વારા લોકોના હાથ સાફ કરવા માટે કહેવામાં આવે છે. આ ઉપરાંત કોરોનાથી બચવા માટે લોકો હવે ઘરે પણ સેનીટાઈઝર રાખવા લગ્યા છે અને બહાર ગયા પછી ઘરમાં આવતા જ તેનો ઉપયોગ પહેલા કરે છે. પરંતુ શું તમને ખબર છે કે, આ સેનીટાઈઝરની ઘણી સાઈડ ઈફેક્ટ પણ છે, જેમાં તેનો વધુ પડતો ઉપયોગ ઘણી સાઈડ ઈફેક્ટને જન્મ આપે છે. ચાલો તો આ વિશે વિગતે વાત કરીએ.

કોરોના સામેની લડાઈમાં સેનીટાઈઝરને એક હથિયારના રૂપે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. પણ જાનલેવા આ કોરોના વાયરસ સામેના રક્ષણમાં સેનીટાઈઝરનો વધુ ઉપયોગ તેની સાઈડ ઈફેક્ટ કરે છે. તેનો રેગ્યુલર ઉપયોગ તમારી સ્કીન તેમજ શારીરિક અંગોને ઘણું નુકસાન કરે છે. તેથી જ ડોક્ટર સેનીટાઈઝરની જગ્યાએ સાબુનો ઉપયોગ વધુ કરવાનું કહે છે.

ડર્માંટાઈટીસ અથવા એગ્ઝેમા : એક રિપોર્ટ અનુસાર તમે સાબુથી 20 સેકેંડ હાથ ધોઈને કોરોનાના ઈન્ફેકશનથી બચી શકો છો. જ્યારે ઈમરજન્સીમાં તમે આલ્કોહોલ યુક્ત સેનીટાઈઝરનો ઉપયોગ કરી શકો છો. પરંતુ તેનો રેગ્યુલર ઉપયોગ કરવાથી ડર્માંટાઈટીસ અથવા એગ્ઝેમા એટલે કે ત્વચામાં ખંજવાળ જેવી સમસ્યા વધી શકે છે. ડર્માંટાઈટીસ અથવા એગ્ઝેમાના કારણે સ્કીનમાં રેડ્નેસ, સુકી સ્કીન અને ફ્રેકની પરેશાની થઈ શકે છે.ફર્ટીલીટી : આ અંગે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ડોક્ટર ક્રીસ નોરિસ આ વિશે કહે છે કે, સેનીટાઈઝર આલ્કોહોલ યુક્ત હોય છે. તેમાં રહેલા એથીલ આલ્કોહોલ એન્ટીસેપ્ટિકના રૂપમાં કામ કરે છે. જ્યારે ઘણા નોન આલ્કોહોલિક સેનીટાઈઝર હોય છે. નોન આલ્કોહોલિક સેનીટાઈઝરમાં ટ્રાઈક્લોસન અથવા ટ્રાઈકલોકાર્બન જેવા એન્ટીબાયોટીક કમ્પાઉન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ઘણી સ્ટડીમાં એવું સાબિત થઈ ચુક્યું છે કે, ટ્રાઈકલોસનનો ફર્ટીલીટી પર ખુબ ખરાબ અસર થાય છે.

હાર્મોન પર ખરાબ અસર : FDA અનુસાર નોન આલ્કોહોલિક સેનીટાઈઝરમાં રહેલ ટ્રાઈક્લોસન હાર્મોન સાથે જોડાયેલ સમસ્યા માટે પણ જવાબદાર છે. આમ શરીરમાં કોઈ પણ હાર્મોનનું સંતુલન બગડવું, કોઈ પણ ગંભીર સમસ્યાને આમંત્રણ આપે છે.

મેથાનોલથી નુકશાન : ઘણા સેનીટાઈઝરમાં મેથનોલ નામનું એક ઝેરીલું કેમિકલ પણ જોવા મળે છે. જે મતલી, ઉલટી, ચક્કર, અનિદ્રા, ધૂંધળી, દ્રષ્ટિ અથવા અંધાપો જેવી ઘણી ખતરનાક બીમારીને વધારી શકે છે. એટલું જ નહિ પણ આ તમારી તાંત્રિક તંત્રને પણ ખુબ નુકસાન કરે છે. તેનાથી મરણ પણ થઈ શકે છે.ઈમ્યુન સીસ્ટમ પર ખરાબ અસર : ટ્રાઈકલોસન માણસને બીમારી સામે બચાવનાર ઈમ્યુન સીસ્ટમ માટે પણ સારું નથી. કમજોર ઈમ્યુન સીસ્ટમના કારણે બીમાર થવાની સંભાવના ઘણી વધી જાય છે.

શરીરના વિકાસમાં બાધા : હેન્ડ સેનીટાઈઝર ને વધુ સુગંધિત કરવા માટે તેમાં પ્થાલેટ્સ અને પેરાબેસ જેવા ઝેરીલા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. પ્થાલેટ્સ એંડોક્રીન ડિસરપ્ટર્સ હોય છે, જે માણસના વિકાસ અને રીપ્રોડક્શન પ્રક્રિયાને બાધિત કરે છે. જ્યારે પેરાબેસ આપણા હાર્મોન, ફર્ટીલિટી, અને રિપ્રોડક્ટિવ ડેવલપમેન્ટ માટે નુકસાનકારક છે.

આલ્કોહોલ પોઇઝનિંગ : સેનીટાઈઝરને વધુ અસરદાર બનાવવા માટે તેમાં આલ્કોહોલની માત્રા વધારમાં આવે છે. પણ દુનિયાભરમાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જ્યાં સેનીટાઈઝરને કારણે ટીનેજર્સ આલ્કોહોલ પોઇઝનિંગનો શિકાર થઈ ચૂક્યા છે. આલ્કોહોલ પોઇઝનિંગ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.સ્કીનથી જોડાયેલ સમસ્યા : હેન્ડ સેનીટાઈઝર એક એન્ટીસેપ્ટિક પ્રોડક્ટ છે. સ્કીનને કીટાણુંઓથી બચાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એથિલ અથવા આઈસો પ્રોપાઈલ આલ્કોહોલ જેવા તત્વોની મદદથી તેને તૈયાર કરવામાં આવે છે. કદાચ તમને ખ્યાલ નહિ હોય કે તેનો સાચો ઉપયોગ કરવાથી સ્કીનમાં જલન, ડ્રાયનેસની સમસ્યા વધી શકે છે. જો તમારી સ્કીન ખુબ સંવેદનશીલ છે તો તમારે તેને લઈને ખુબ સતર્ક રહેવાની જરૂર છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment