397 વર્ષ બાદ બૃહસ્પતિ અને શનિનો મહાસંયોગ ! જાણો 12 રાશિઓ પર કેવી થશે અસર….

સૌરમંડળમાં સોમવારે 21/12/2020 ના રોજ એક અદ્દભુત ઘટના થવા જઈ રહી છે. આ દિવસોમાં સૌરમંડળમાં બે મોટા ગ્રહો, બૃહસ્પતિ અને શનિ એકબીજાની ખૂબ જ નજીક આવી જશે. તે 0.1 ના અંશના અંતર પર હશે. જે તેની સૌથી નજીકની સ્થિતિ હશે. ખાસ વાત તો એ છે કે આ સ્થિતિ 397 વર્ષ પછી થવા જઈ રહી છે. નાસાના જણાવ્યા અનુસાર આ પહેલા આ બંને ગ્રહોની આવી સ્થિતિ 1623 માં થઈ હતી. જ્યોતિષીઓ અનુસાર બંને ગ્રહોની સ્થિતિ દરેક રાશિ પર અસર કરશે. તો ચાલો જાણીએ તમારી રાશિને કેટલો લાભ છે.

મેષ : આ રાશિના જાતકોને તેના કરિયરમાં સકારાત્મક સુધારો જોવા મળશે. તમને એ બધા કાર્યો માં સફળતા મળશે જે અટકેલા હતા.

વૃષભ : વૃષભ રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. લાંબી યાત્રાઓ પર જવાનું બને ત્યાં સુધી ટાળવું. તેમજ ઘરના સદસ્યોની તબિયતનું પણ ખાસ ધ્યાન રાખવું.

મિથુન : મિથુન રાશિના લોકોએ પોતાના વૈવાહિક જીવનનું ધ્યાન રાખવું જોઈએ. કેમ કે આવનાર ચાર મહિના પાર્ટનર સાથે ઝગડો અને અનબન રહેવાની સંભાવના છે.

કર્ક : કર્ક રાશિના લોકોને વિવાહ અને કારોબારના મામલામાં લાભ થશે. લવ મેરેજના યોગ બનશે. ધને અને કારોબારમાં લાભની કમી નહીં રહે.

સિંહ : સિંહ રાશિના જાતકોએ તેના જીવન સાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. પાર્ટનરની સાથે સારો સમય વિતાવી શકો છો. ઘરમાં સુખ શાંતિનો માહોલ બની રહેશે.કન્યા : આ રાશિના જાતકોને કરિયર અને સ્થાનમાં ખૂબ મોટો બદલાવ થશે. નવી નોકરી અને નવો વેપાર શરૂ કરવા માટે આ સમય ખૂબ જ શ્રેષ્ઠ રહેશે.

તુલા : તુલા રાશિ વાળાને વાદ-વિવાદથી દૂર રહેવું જોઈએ અને કેસ-કબાડાથી પણ દૂર રહેવું જોઈએ. કોર્ટ કચેરીથી દૂર રહેજો અને પ્રોપર્ટીને લઈને થતા વિવાદમાં પણ ન પડવું.

વૃશ્ચિક : વૃશ્ચિક રાશિના લોકો જીવનમાં પરિવર્તન માટે મોટા નિણર્ય લઈ શકે. નવી નોકરી અથવા વાહનના રૂપમાં લાભ થાય. પણ કરિયર માટેનો કોઈ મોટો નિણર્ય લેતા પહેલા તમારા શુભ ચિંતકની રાય જરૂર લેવી.

ધન : આ રાશિના લોકો પોતાના કરિયરમાં મોટા બદલાવો માટે તૈયાર રહે.
એજ્યુકેશન અને કરિયરને લીધેલ નિર્ણયની અસર જીવનમાં લાંબા સમય સુધી રહેશે. એટલા માટે સમજી વિચારીને નિણર્ય લો.મકર : આ રાશિના જાતકોને પદ અને પ્રતિષ્ઠામાં લાભ થશે. માન-સમ્માન વધશે. ઓફિસમાં સાથે કામ કરતા લોકો સાથે સંબંધોમાં મીઠાશ આવશે.

કુંભ : કુંભ રાશિના લોકોએ પોતાનું સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિનું ધ્યાન રાખવું જોઈએ. આ સમયે વધતો ખર્ચ તમને માનસિક તણાવ આપી શકે. એટલા માટે ખર્ચ પર નિયંત્રણ રાખવું.

મીન : મીન રાશિના લોકોએ આ સમયમાં નિર્ણય લેતા પહેલા સાવધાની રાખવી જોઈએ. જીવનનો બહુ મોટો નિણર્ય લેતા પહેલા ઘરના સભ્ય અને પાર્ટનરનો અભિપ્રાય અવશ્ય લેવો.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment