મિત્રો પોતાના ભવિષ્યની ચિંતા કોને નથી હોતી. દરેકને પોતાના ભવિષ્યને લઈને ઘણી ચિંતા થતી હોય છે. તેઓ ઈચ્છતા હોય છે કે, પોતાનું તેમજ પોતાના પરિવારનું ભવિષ્ય કોઈ એક જગ્યા પર સેફ રહે. તેથી તેઓ ઘણી પોલીસી લઈને પોતાની આવકમાંથી બચત કરતા હોય છે. આ બચત માટે દેશમાં ઘણી વીમા કંપનીઓ નવી નવી ઓફર આપતી હોય છે. આ બચત ક્યારેક લોંગ સમયની હોય છે તો ક્યારેક ટૂંકા ગાળાની હોય છે. હાલમાં જ એક નવી વીમા યોજના બહાર પડી છે જેમાં નિવેશ કરીને તમે પોતાનું ભવિષ્ય સિક્યોર કરી શકો છો. ચાલો તો આ વિશે વિગતે વાત કરીએ.
જેમ કે તમે જાણો છો તેમ દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ છે. જેણે હાલમાં જ પોતાના ઉપભોક્તાઓ માટે એક નવી સ્કીમ બહાર પડી છે. ભારતીય જીવન વીમા નિગમ ઘણી સારી એવી સ્કીમ બહાર પાડતી રહે છે. આ સ્કીમમાં રોકાણ કરીને ગ્રાહક પોતાના ભવિષ્ય માટે સારી એવી રકમ ભેગી કરી શકે છે. LIC આવી ઘણી પોલીસી બહાર પાડે છે. આ પોલીસીમાં ઘણી પોલીસી લોંગ ટર્મ હોય છે, તો ઘણી શોર્ટ ટર્મ હોય. જો તમે પણ ઈચ્છો છો કે, તમે થોડું એવું રોકાણ કરીને ઘણી રીટર્ન મળે તો તમારી આ ઈચ્છા પૂરી થઈ શકે છે. આ માટે LIC એ એક પ્લાન લોન્ચ કર્યો છે. જેનું નામ છે LIC ન્યુ મની બેક પોલીસી.
LIC ન્યુ મની બેક પોલીસી : LIC નો આ મની બેક પ્લાન એક નોન લિન્ક્ડ લાઈફ ઇન્શ્યોરન્સ પોલીસી છે. જે ગેરેન્ટેડ રીટર્ન અને બોનસ મળે છે. આ પ્લાનની ખાસ વિશેષતા એ છે કે, આમાં વીમો કરાવનારને દર 5 વર્ષે મની બેક, મેચ્યોરીટીમાં સારું રીટર્ન, આ સાથે ટેક્સ ઇન્શ્યોરન્સ બેનીફીટ પણ મળે છે.ટેક્સ ફ્રી મેચ્યોરીટી રકમ : આ પ્લાનને લેવા માટે તમારી પાસે 20 વર્ષ અને 25 વર્ષ એમ 2 ઓપ્શન મળે છે. આ પોલીસી સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી પોલીસી છે. આ સાથે તેનું વ્યાજ, પ્રીમિયમ પેમેન્ટ અને મેચ્યોરીટી પર મળતી રકમ પર કોઈ ટેક્સ નથી લાગતો. આ પ્લાનમાં જો તમે 25 વર્ષ સુધી દરરોજ 160 રૂપિયા નિવેશ કરો છો તો 25 વર્ષ પછી તમને 23 લાખ રૂપિયા મળી શકે છે.
13 વર્ષ થી 50 વર્ષ સુધીના લોકો આ લાભ લઈ શકે છે : LIC અનુસાર આ પ્લાનને 13 વર્ષથી લઈને 50 વર્ષ સુધીના કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. આ પ્લાનમાં દર 5 વર્ષે એટલે કે 5 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે, 15 થી 20% મની બેક મળશે. પરંતુ આ ત્યારે જ બની શકે છે, જ્યારે પ્રીમિયમના ઓછામાં ઓછા 10% જમા થઈ ગયા હોય. આ સાથે જ મેચ્યોરીટી પર નિવેશકોને બોનસ આપવામાં આવશે. કુલ 10 લાખ રૂપિયાના આ પ્લાનમાં એક્સીડેન્ટલ ડેથનો પણ લાભ મળશે. મેચ્યોરીટી થવા પર નિવેશકોને બોનસ પણ આપવામાં આવશે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી