સંજય દત્તને ફેફસાનું કેન્સર, જાણો કેટલામાં સ્ટેજનું છે એડવાન્સ કેન્સર ! 

મિત્રો લગભગ દરેક લોકો માટે આ વર્ષ એટલે કે 2020 ખુબ જ મુશ્કેલી ભર્યું રહ્યું હશે. તો હાલમાં જ એક નવા સમાચાર સામે આવ્યા છે. બોલીવુડમાં આ વર્ષે ઘણા નામાંકિત ચહેરાઓ આ દુનિયાને અલવિદા કહી ગયા છે. તો અમુક કોરોના વાયરસની લપેટમાં આવી ગયા હતા. તો હાલમાં જ જાણવામાં આવ્યું છે કે સંજય દત્ત એક ગંભીર બીમારીની લપેટમાં આવી ગયો છે. તો ચાલો જાણીએ કે સંજય દત્તને કંઈ ગંભીર બીમારી છે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

સંજય દત્તના ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. કેમ કે હાલ સંજય દત્ત ફેફસાના કેન્સરથી લડી રહ્યા છે. સંજય દત્તને ત્રીજા સ્ટેજનું એડવાન્સ કેન્સર છે એવું જાણવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, સંજય દત્ત પોતાના ઈલાજ માટે અમેરિકા જઈ શકે. જો કે આ મુદ્દે સંજય દત્ત તરફથી કોઈ પણ બયાન સામે નથી આવ્યું તેનો પરિવાર આ વિશે ઘોષના કરી શકે.

છાતીમાં દુઃખાવો અને શ્વાસ લેવાની તકલીફના કારણે 8 ઓગસ્ટના રોજ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સંજય દત્તનો કોરોના ટેસ્ટ પણ થયો હતો. પરંતુ કોરોના વાયરસનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. બે દિવસ હોસ્પિટલમાં પસાર કર્યા બાદ સંજય દત્તને 10 ઓગસ્ટના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલથી ઘરે આવ્યા બાદથી જ તેણે ઘોષણા કરી દીધી હતી કે, તેઓ પૂરી રીતે ઠીક નથી અને તેમને મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર છે. તેમણે ત્યાર બાદ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે, કામથી થોડા સમય માટે બ્રેક લઈ રહ્યા છે. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘મિત્રો મેડિકલ ટ્રીટમેન્ટ માટે હું શોર્ટ બ્રેક લઈ રહ્યો છું. મારા મિત્રો અને પરિવારના લોકો મારી સાથે છે અને હું ચાહું છું કે, મારા ચાહનારા પરેશાન ન થાય અને બેકારની કયાસબાજી ન કરે. તમારા બધાના પ્રેમ અને દુવાઓથી ખુબ જ જલ્દી પાછો આવીશ.’

જો સંજય દત્તના કામની વાત કરવામાં આવે તો તેની પાસે ઘણા બધા કામો છે. તેઓ ખુબ જ વ્યસ્ત છે. તેઓ સડક-2 માં આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર સાથે નજર આવશે. આ સિવાય તેની ફિલ્મ ટોરબાઝ પણ થોડા સમય બાદ રિલીઝ થવા જઈ રહી છે. તો બીજી તરફ KGF-2 પાર્ટમાં પણ એક્ટર યશ સાથે નજર આવશે. હાલમાં જ સંજય દત્તનો KGF-2 નો નવો લુક પણ રિલીઝ થયો છે. જેમાં સંજય દત્તના લુકના ખુબ જ વખાણ પણ થયા હતા. આ સિવાય અજય દેવગણની સાથે પણ એક ફિલ્મમાં કામ કરી રહ્યા છે. સંજય દત્તના આ સમાચાર સાંભળીને તેના ફેન્સ સોશિયલ મીડિયા પર તેની સલામતીની દુવા માંગી રહ્યા છે. સાથે સાથે યુવરાજે પણ સંજય દત્તને હિંમત રાખી કેન્સર સાથે લડવા જણાવ્યું હતું. તેમજ કેન્સરની બીમારી દત્ત પરિવાર પર પહેલેથી જ આફત સમાન છે. કેમ કે તેની માતા અને એક પત્ની પણ કેન્સરના શિકાર થઈ ગયા છે.

Leave a Comment