દુષ્કર્મ કેસના આરોપી આશારામને જેલની અંદર મળશે આ ખાસ સુવિધા, જાણો શું છે !

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે આશારામ હાલ જેલમાં બંધ છે. પરંતુ હાલ હાઈકોર્ટ દ્વારા આશારામને જેલની અંદર એક સુવિધા આપવામાં આવશે. જે સુવિધા લગભગ મોટાભાગે ખુબ જ ઓછા લોકોને મળતી હોય છે. તો હાલ હાઈકોર્ટ દ્વારા જેલની બહારથી એ વસ્તુ લઈને જેલની અંદર આશારામને મળી રહે એ માટે મંજુરી આપી છે. તો ચાલો જાણીએ આશારામને જેલમાં શું સુવિધા મળશે. તો જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

પોતાના જ ગુરુકુળની નાબાલિક શિષ્યા સાથે દુષ્કર્મના કેસ મામલે આશારામને છેલ્લા શ્વાસ સુધીની જેલની સજા આપવામાં આવી છે. પરંતુ હાલ હાઈકોર્ટે તેને એક રાહત આપી છે. ખરેખર કોરોના વાયરસની આ મહામારીથી બચાવવા માટે આશારામને આયુર્વેદિક ડોક્ટરોએ ખાસ ભોજન સલાહ આપવામાં આવી હતી. આસારામે આ અનુમતિ માટે રાજસ્થાન હાઈકોર્ટની શરણ લીધી હતી.

હવે રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા આશારામને જેલની બહારનું ખાવાનું મળે તેની અનુમતિ આપી દીધી છે. મળતી માહિતી અનુસાર આશારામના વકીલ પ્રદીપ ચૌધરીએ આ જાણકારી આપી હતી. વકીલ પ્રદીપ ચૌધરીએ જણાવ્યું તે અનુસાર, હાઈકોર્ટ દ્વારા આયુર્વેદિક ડોક્ટરોની સલાહના આધાર પર જેલમાં બહારનું ભોજન મોકલવા માટે અનુમતિ આપી દીધી છે. હાઈકોર્ટે 11 ઓગસ્ટના રોજ આશારામની અરજી પર સુનાવણી કરી હતી.

નોંધપાત્ર છે કે, આશારામ તરફથી રાજસ્થાન હાઈકોર્ટ જોધપુર ખંડપીઠમાં યાચિકા દાખલ કરીને બહારથી ખાવાનું મંગાવવાની અનુમતિ માંગવામાં આવી હતી. તે યાચિકામાં દલીલ કરવામાં આવી હતી કે, આયુર્વેદિક ડોક્ટરોને કોરોના વાયરસની મહામારીને જોઇને સ્વાસ્થ્ય માટે યોગ્ય અને લાભકારી વિશેષ ભોજન આપવાની સલાહ આપવામાં આવી હતી.

આશારામના વકીલ દ્વારા હાઈકોર્ટ પાસેથી અનુમતિ માંગવામાં આવી હતી. જેના પર સુનાવણી કરતા રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા 11 ઓગસ્ટના રોજ તેની અનુમતિ આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આશારામ પોતાની જ એક શિષ્યાના દુષ્કર્મના કેસમાં વર્ષ 2013 માં ગિરફ્તાર કરવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ જોધપુરની જેલમાં બંધ છે. વર્ષ 2018 માં તેણે આજીવન કારાવાસની સજા આપવામાં આવી હતી.

Leave a Comment