રશિયાએ કોરોના વેક્સિનની શોધ કરી પૂર્ણ, પુતિને કર્યો 100% અસરનો દાવો. 

મિત્રો હાલ કોરોના વાયરસને લઈને આખી દુનિયા ખુબ જ મુંજવણમાં હતી. પરંતુ હાલ તેનું નિવારણ આવી ગયું છે, એવા સમાચાર સામે આવ્યો છે. તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ દુનિયાની પહેલી સફળ કોરોના વાયરસની વેક્સિન છે. વ્લાદિમીર પુતિને એવો દાવો કર્યો છે કે, દુનિયાની પહેલી સફળ કોરોના વાયરસની વેક્સિન, જેને રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંજુરી મળી ગઈ છે. એટલું જ નહિ, વ્લાદિમીર પુતિને કહ્યું કે, તેની દીકરીએ પણ આ વેક્સિન લીધી છે.

મળતી જાણકારી અનુસાર, આ વેક્સિનને મોસ્કોના ગામેલ્યા ઇન્સ્ટીટયુટ દ્વારા ડેવલપ કરવામાં આવી છે. મંગળવારના રોજ રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા વેક્સિનને સફળ હોવાનો દાવો આપ્યો હતો. તેની જ સાથે વ્લાદિમીર પુતિને એલાન કર્યું હતું કે, રશિયામાં ખુબ જ જલ્દી આ વેક્સિનનું પ્રોડક્શન શરૂ કરવામાં આવશે અને ખુબ જ મોટી સંખ્યામાં વેક્સિન’નો ડોઝ બનાવવામાં આવશે.

વ્લાદિમીર પુનિતે આગળ જણાવ્યું કે, તેની દીકરીને કોરોના વાયરસ થયો હતો, ત્યાર બાદ તેને પણ આ નવી વેક્સિન આપવામાં આવી હતી. થોડી વાર માટે તેનું તાપમાન થોડું વધ્યું પરંતુ હવે તે બિલકુલ ઠીક થઈ ગઈ.

તમને જણાવી દઈએ કે, દુનિયામાં આ સમયે કોરોના વાયરસની વેક્સિન બનાવવા માટે ઘણી જગ્યાઓ પ ટ્રાયલ ચાલી રહ્યું છે, WHO અનુસાર લગભગ 100 કરતા વધુ વેક્સિન બનાવવા પર કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં અમેરિકા, બ્રિટન, ઇઝરાયેલ, ચીન, રશિયા, ભારત જેવા દેશો પણ શામિલ છે. ભારતમાં કોરોના વાયરસની વેક્સિન હજુ હ્યુમન ટ્રાયલ સ્ટેજમાં જ છે, પરંતુ આ વેક્સિન બનાવવાના બીજા સ્ટેજમાં છે. પરંતુ હવે જો રશિયા દ્વારા કરવામાં આવેલ એલાન સાચું સાબિત થાય છે, તો WHO તરફથી આ વેક્સિનને મંજુરી મળે તો દુનિયા માટે આ એક ખુબ જ મોટી રાહતની વાત સાબિત થઈ શકે છે.

જો રશિયામાં કોરોના વાયરસની સ્થિતિની વાત કરવામાં આવે તો ત્યાં લગભગ નવ લાખ કોરોના વાયરસના કેસો સામે આવી ચુક્યા છે. તેમજ રશિયામાં 15 હજારની આસપાસ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. તમને જણાવી દઈએ કે રશિયા એ દેશોમાં શામિલ છે, જ્યાં સૌથી વધુ કોરોના વાયરસના ટેસ્ટ કરવામાં આવ્યા છે. રશિયાના પ્રધાનમંત્રી સિવાય કેબિનેટના અન્ય સદસ્ય પણ કોરોના વાયરસ’ની લપેટમાં આવ્યા હતા.

તેમજ આપણે દુનિયાની વાત કરીએ તો અત્યાર સુધીમાં બે કરોડ કરતા વધુ લોકો કોરોના વાયરસની લપેટમાં આવી ગયા છે. જ્યારે સાત લાખ કરતા વધુ લોકોના મૃત્યુ કોરોના વાયરસના કારણે થયા છે. અમેરિકા, ભારત, બ્રાઝિલ અને રશિયા આખી દુનિયામાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે.

Leave a Comment